નવરાત્રી નજીક આવે તેમ તેમ રાજકોટના ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિની ભારતીય પરંપરાના માં આદ્ય શકિતના આરાધનાના તહેવાર સમા નવરાત્રીમાં રાજકોટના પ્રજાપતિ સમાજના રાસ રસીયા ખેલૈયાઓ માટે સતત બીજા વર્ષે કંઈક નવું જ આપવાનાં હેતુસર પ્રજાપતિ રાસોત્સવ ૨૦૧૮નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારે સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે તેમ રોયલ રજવાડી ગ્રાઉન્ડ હોટેલ સીઝન ૩ ની સામે કલ્યાણ પાર્ટી પ્લોટની બાજુમાં નાના મૌવા રોડ પર વિશાળ પટાંગણમાં ચુસ્ત બાઉન્સર સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે ૪ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે અને ૧૦૦૦થી વધુ લોકો નિહાળી શકે તેમજ વીવીઆઈપી બેઠક વ્યવસ્થા સુંદર મંડપ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
ગૌરવ પરમાર એન્ડ ટીમ ઓરકેસ્ટ્રાના યુવા સાંજીદાઓ ખેલૈયાઓ ધુમ મચાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેશ સવનીયા મનીષ પ્રજાપતિ, હરેશ પ્રજાપતિ પ્રફુલ લાડવા, અશ્વિન પાણખાણીયા વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો. ૭૨૦૨૦૧૭૦૦૦ પર સંપર્ક કરવા અનુરોધ છે.