મઘ્ય ગુજરાતથી વરસાદની શરુઆત થશે: આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, અમુક વિસ્તારોમાં અતિભારે ખાબકશે: સવારથી મેઘાવી માહોલ
ઓરિસ્સાના દરિયા કાંઠા નજીક બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલ માર્ક લો પ્રેશર આજે રાત સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય વધુ મજબૂત બનશે જેની અસર તળે આગામી ત્રણ દિવસ સુધી રાજયમાં સાર્વત્રિક મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મેધાવી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડયાનું શરુ થઇ જશે ત્રણ દિવસ મેધરાજા સટાસટી બોલાવશે ગુજરાતને તરબોળ કરી દેશે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલ માર્ક લો-પ્રેશર આગામી 1ર કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ વધુ તાકતવાર થશે આ ઉપરાંત હાલ મોનસુન ટ્રફ નોમેલથી દક્ષિણ તરફ છે જયારે ઓફ શોર રૂફ મહારાષ્ટ્રથી કેરેલા સુધી વિસ્તારેલો છે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે આજથી ત્રણ દિવસ રાજયભરમાં સાર્વત્રીક મઘ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. સાર્વત્રિક બે થી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ પડશે જયારે અમુક સ્થળોઅ પાંચ થી 10 ઇંચ સુધી વરસાદ પણ વરસી શકે છે.
રાજયમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવી રહ્યો છે. આજે બપોર બાદ મઘ્ય ગુજરાતથી વરસાદ પડવાનું શરુ થશે જે આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજયને આવરી લેશે. દરમિયાન સવારથી રાજયના કેટલાક વિસ્તારોમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.