પાર્શ્વગાયક એસપી બાલા સુબ્રમણ્યમ કોરોના ગ્રસ્ત થયા છે. અને હાલ તેમની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.
પાર્શ્વગાયક એસપી બાલા સુબ્રમણ્યમને કોરોના કોવિડ-૧૯ની સારવાર અર્થે એમજીએલ હેલ્થકેર ચેન્નઇ ખાતે દાખલ કરીને તેમને ગંભીર હાલતમાં વોન્ટિલેટર અને ઇએએનઓ પર રાખ્યા હોવાનુ શુક્રવારે સાંજે જાહેર કરાયેલી હોસ્૫િટલના મેડિકલ બુલેટિનમાં જણાવ્યું હતું.
હોસ્પિટલના આસીરટન્ર ડાયરેકટર અનુરાધા ભાસ્કરને જણાવ્યુ હતુ કે તેમની વર્તમાન સ્થિતિ સ્થિર છે. તેમને સારવાર માટે નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સુધરતી જતી હોવાનુ જણાવ્યુ હતું. ફિઝીપોથરોપી એક એવી સારવાર પધ્ધતિ છે કે જેમાં દર્દીને પોતાના સ્નાયુ અને શરીરની હલન ચલન કરાવવાની જરૂર રહેતી નથી. ૭૪ વર્ષના વિશ્ર્વ પ્રસિધ્ધ પાર્શ્વગાયક એસપી બાલા સુબ્રમણ્યમને નજીવા લક્ષણો સાથે પ ઓગષ્ટના રોજ દવાખાનમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયમ ૧૩મી ઓગષ્ટે બગડી હતી.