ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દિકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવવા વર્ષ- 2008 થી દર વર્ષે તા: 24 મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજના રાજ્યવ્યાપી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્ય ખાતે ઉજવણી કરી સમાજના લોકોમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યા અને દિકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

તારી ઉતંગ ઉડાન આગળ ગગન પણ લાગે નાનું…

દિકરીઓનાં જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી સુરક્ષા સહિત દિકરીઓને સ્પર્શતા  વિવિધ મુદાઓ પર ચર્ચા કરાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે રાજ્ય કક્ષાએ વિધાનસભા ગૃહ ખાતે “તેજસ્વિની વિધાનસભા દ્વારા પ્રથમવાર વિભાગીય કક્ષાએ આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતનાં સર્વાંગી વિકાસમાં બાલિકાઓનું મહત્વ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવી, લોકતાંત્રિક મૂલ્યોથી અવગત કરવું તથા જાતિ આધારિત લિંગ પરીક્ષણ અટકાવવું તે મુખ્ય છે.

બાલિકાઓમાં નેતૃત્વ, આત્મ વિશ્વાસમાં વધારો કરવા તથા તેઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની નવતર પહેલ છે. સદર કાર્યકમ દ્વારા તેજસ્વિની વિધાનસભા”ના માધ્યમ દ્વારા   ઉપસ્થિત તેજસ્વિની દીકરીઓને પોતાના વિચારોની રજૂઆત કરવાની તક અને પ્રોત્સાહન મળ્યું છે.

સદર કાર્યક્રમમાં ગૌરવવંતા ગુજરાતની ગૌરવવંતી દીકરીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા  ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી , ગુજરાત રાજય, ભાનુ, શંકરભાઈ ચૌધરી, અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા તથા સમજુ ભાનુબેન બાબરિયા, મંત્રીં, મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં 4 વિધાનસભા ઉપાધ્યક્ષ તેમજ કમિશ્નર- વ- સચિવ, મહિલા અને બાળ કલયાણ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે;  તેજસ્વિની વિધાનસભાના કાર્યક્રમમાં  મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ  તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીના હસ્તે બાલીકા પંચાયતના લોગો તથા બાલીકા પંચાયતની ગુજરાતી, અંગ્રેજી બંને ભાષામાં તૈયાર થયેલ  માર્ગદર્શિકાનું  અનાવરણ કરવામાંઆવેલ.

આ કાર્યક્રમને  એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ જેવા એવોર્ડસ પ્રાપ્ત થયા છે.

મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજીક  ન્યાય અને  અધિકારીતા મંત્રી ભાનુબેન  બાબરીયાએ નાની બાબતોની કાળજી રાખી સુચારૂ રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ મહિલા અને બાળકલ્યાણ  વિકાસ વિભાગની  સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.

તેજસ્વિની વિધાનસભામાં રાજકોટની 6 બાલિકાઓએ લીધો ભાગ

‘તેજસ્વિની વિધાનસભા’માં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ 6 દીકરીઓએ કર્યું હતું. જેમાં  રાજકોટ જિલ્લા ચેમ્પિયન પ્રાપ્તિ કોટેચા તથા ગોંડલ તાલુકાના પાટીદળ ગામની બાલિકા પંચાયતના સભ્યઓ ખાચર શ્રીયા, લીલા યશવી, અઘેરા જલ્પા, મકવાણા દર્શિતા, ચૌહાણ સુહાની ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ‘તેજસ્વિની વિધાનસભા’નું એન્કરીંગ પ્રાપ્તિ કોટેચાએ કર્યુ હતું તેમજ વિધાનસભાના સચિવ તરીકે શ્રી જલ્પા અઘેરાએ ફરજ બજાવી હતી. ધારાસભ્ય તરીકે શ્રી ખાચર શ્રીયાએ ફરજ બજાવી હતી.   વિધાનસભાના સચિવ તરીકે ફરજ બજાવનાર રાજકોટની  જલ્પા અઘેરાએ કહ્યું હતું કે, ‘તેજસ્વિની વિધાનસભા’ની શરૂઆત સચિવ તરીકે કરાવવાનો અનુભવ ખુબ જ આનંદદાયક રહ્યો. મેં ક્યારેય સ્વપને પણ  વિચાર્યું ન હતું કે રાજ્યની વિધાનસભામાં મને સચિવ તરીકે કામ કરવાનો મોકો મળશે. આવો મોકો આપવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ

પ્રત્યે ખુબ આભારી છું.   રાજકોટ જિલ્લા ચેમ્પિયન પ્રાપ્તિ કોટેચાએ જણાવ્યું હતું કે, શાળામાં અને સંસ્થાના કાર્યક્રમોમાં એન્કરીંગ કર્યું હોય તેનાથી બીલકુલ નવીન અનુભવ રહ્યો. વિધાનસભાની મુલાકાત મળવી અધરુ છે ત્યારે ‘તેજસ્વિની વિધાનસભા’માં એન્કરીંગ કરવાનો મોકો મળ્યો તે મારા માટે ખુબ જ ગર્વની વાત છે. મને તક આપી તે માટે હું તંત્રની કૃતજ્ઞતા અનુભવુ છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.