બહોળી સંખ્યામાં ગ્રામજનોએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
દેશની એકતા અને અખંડિતતાનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની એકતાયાત્રામાં બીજા દિવસેઉના તાલુકાનાં દરીયાઇ પટ્ટીનાં ૧૦ ગામોને આવરી લેવાયા હતા. કાજરડી, તડ, ભીંગરણ, કોબ, પાલડી, ઓલવાણ, નળિયા માંડવી, રામપરા, વાંસોજ સહિતનાં ગામોને આવરી લઇ એકતાનો સંદેશો ગામે ગામ ગુંજતો કરાયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાનાં ઇન્ચાર્જ અગ્રણી મહેન્દ્રભાઇ પીઠીયાએ જણાવેલ કે, દેશની એકતા અને અખંડિતતા સરદાર વલ્લભભાઇ પટેલને આભારી છે.
એકતાયાત્ર સો પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ બાબુભાઇ વાઘેલા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનાં ચેરમેન હરીભાઇ સોલંકી, અગ્રણી રામભાઇ વાઢેર, હિમતભાઇ પડશાળા, ઉના તાલુકા પંચાયત પ્રમુખ વિરાભાઇ સોલંકી, પ્રકાશભાઇ ટાંક, તાલુકા પંચાયત સભ્ય ધીરૂભાઇ સોલંકી, મામલતદાર નિનામા, તાલુકા વિકાસ અધિકારી લીંબાણી, નાયબ કાર્યપાલક ઇજનેર નકુમ, મુખ્ય સેવિકા મીનાબેન વાજા, સબંધિત ગામનાં સરપંચો સહિતનાં ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી યા હતા.