મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન શિક્ષણ અને સ્વ-નિર્ભર શાળાઓ દ્વારા વસુલવાની થતી ફી બાબતે એફ.આર.સી.સેલ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના લાખો વાલીઓ અને સવા કરોડ છાત્રો સાથે સરકારની જબરી છેતરપિંડી કરવામાં આવી છે.
જ્યાં સુધી સ્કુલ શરુ ન થાય ત્યાં સુધી ફી નહી ઉઘરાવવવાનો એ નિર્ણય નામદાર ગુજરાત હાઈકોર્ટનો છે. પરંતુ, રાજ્ય સરકારે ખાનગી શાળાઓની દલાલી કરી એક મહિના સુધી કોર્ટનો નિર્ણય દબાવી રાખ્યો હતો.નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓની ગોવિડ-૧૯ અને મોંઘવારીના કપરા કાળમાં સ્કુલ બંધ હોય તો ફી નહી ઉઘરાવી શકાય તેવા હાઈકોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ.
અને આ નિર્ણયના પગલે ખાનગી શાળાઓના સંચાલકો બોખલાઈ ગયા છે અને સ્વનીર્ભર શાળાઓના સંચાલક મંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉનમાં સૌ પ્રથમ નિર્ણય કરેલ છે જયારે આ બાબતે સમગ્ર ગુજરાત માંથી કોંગ્રેસના આગેવાનો, વાલી મંડળો, સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો દ્વારા સરકારના થોકબંધ લેખિત મૌખિત રજુઆતો કરવા છતાં પણ એ રજુઆતો ઘ્યાને ન લેતા ગુજરાત વાલી મંડળ દ્વારા હાઈકોર્ટના દ્વારા ખખડાવતા હાઈકોર્ટે સરકારને લપડાક મારી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર દ્વારા આ નિર્ણય અગાઉ જ લેવાઈ ગયો હતો અને કોઈને કોર્ટમાં જવાની ના પાડી હતી અને વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિર્ણય લીધો હતો.