ડીલકસ ચોકથી કોગ્રેસ કાર્યાલય સુધી સ્કુટર રેલીથી બાવળીયાનું સ્વાગત કરાયું
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અઘ્યક્ષ તરીકે નિમણુંક થતાં કુંવરજી બાવળીયાનું ડીલકસ ચોકે કોંગ્રેસ કાર્યકરોએ પુષ્પહારની સ્વાગત કર્યુ હતું. ઉપરાંત જીલ્લા કોંેગ્રેસ સમીતી દ્વારા ડીલકસ ચોકથી કોંગ્રેસ કાર્યાલય સુધી સ્કુટર રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.કોંગ્રેસ કાર્યકરોનો કુંવરજી બાવળીયા પર શુભેચ્છા વરસાદ વરસી રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં નવા યુવાનોને પણ તક આપવામાં આવશે તેમ કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.આ અભિવાદન રેલીમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરુ, પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગભાઇ વસાવડા, પ્રદેશ મંત્રી યોગેશભાઇ પટેલ, પ્રદેશ મંત્રી દીનેશભાઇ મકવાણા, રહીમભાઇ સારા, રાજદીપસિંહ જાડેજા, શરદભાઇ તલસાણીયા, ગોવિંદભાઇ સભાયા, નાથાભાઇ કિયાડા, મિતુલભાઇ દોંગા, મુકુંદભાઇ ટાંક, ઇન્દુભા રાઓલ, ગોપાલભાઇ અનડકટ, મયુરસિંહ જાડેજા, પરાક્રમસિંહ વાઘેલા, ભાવેશભાઇ બોરીચા, જગદીશભાઇ મોરી, રાજુભાઇ સરવૈયા, માણસુરભાઇ વાળા, ફ્રન્ટલ-સેલના પ્રમુખશ્રીઓ રાજુભાઇ આમરણીયા- ઓબીસી, જયપાલસિંહ રાઠોડ, યુથ, નરેશભાઇ સાગઠીયા, એસ.સી.સેલ, ભાવેશભાઇ ખાચરીયા, સેવાદળ, યુનુસભાઇ જુણેજા, લધુમતિ, મહાનગરપાલીકાના વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા અને મહાનગરપાલકાના તમામ કોર્પોરેટરો, રાજકોટ જીલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના આગેવાનો કાર્યકરો વોર્ડ પ્રમુખ-પ્રભારીશ્રીઓ વોર્ડ આગેવાનો-કાર્યકરો ઉ૫સ્થિત રહેલ.