અગ્નિપથ યોજના ભારતીય સરંક્ષણ હરોળ-સશસ્ત્ર દળોની મજબૂતાઈ-સક્ષમતા વધારશે
વડાપ્રધાન નરેન્દ્ર્ભઇ મોદીએ એક તરફ આગામી દોઢ વર્ષમાં 10 લાખ જેટલા યુવા લોકોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે તો બીજી તરફ સરકારે સેનાની ત્રણેય પાંખમાં ભરતી થઈને યુવા પેઢી દેશ સેવા કરી શકે તે માટે અગ્નિપથ નામની ઐતિહાસિક યોજના જાહેર કરીને રોજગારી પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર ઊભો કર્યો છે. સૌરાષ્ટ્ર- કચ્છ ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે આ જાહેરાતને આવકારીને મોટી સંખ્યામાં યુવાઓને આ તકનો લાભ ઉઠાવવા અનુરોધ કર્યો છે.
રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અગ્નિપથ યોજના સશસ્ત્ર દળોની યુવા પ્રોફાઇલને સક્ષમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે એવા યુવાનોને તક પૂરી પાડશે કે જેઓ સમાજની યુવા પ્રતિભાઓને આકર્ષીને યુનિફોર્મ પહેરવા ઉત્સુક હોય, જેઓ સમકાલીન ટેક્નોલોજીકલ વલણો સાથે વધુ સુસંગત હોય અને સમાજમાં કુશળ, શિસ્તબદ્ધ અને પ્રેરિત માનવશક્તિને સમાજને પરત આપી શકે. આ યોજનાનાં અમલીકરણથી ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ વય પ્રોફાઇલ લગભગ 4-5વર્ષ સુધી ઘટી જશે. સ્વ-શિસ્ત, ખંત અને ફોકસની ઊંડી સમજ સાથે અત્યંત પ્રેરિત યુવાનોનાં સંમિશ્રણથી રાષ્ટ્રને ઘણો ફાયદો થશે
આ યોજના અંગે વિસ્તૃત વિગત આપતા રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, અગ્નિપથ યોજનામાં 17-વર્ષ 6 મહિનાથી લઈને 21 વર્ષની ઉંમરવાળા ઉમેદવારો અપ્લાય કરી શકશે.ભરતી થનારાઓને છ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. બાકીના સાડા ત્રણ વર્ષ સર્વિસ કરવાની રહેશે. હાલ એક સૈનિક 17-20વર્ષ સર્વિસ કરે છે. ચાર વર્ષનો પિરીયડ પૂરો થયા બાદ એમાંથી 25 ટકા લોકોને સેનામાં એક મહિના બાદ ફરીથી સામેલ કરવામાં આવશે.
નવી સ્કીમ હેઠળ શરૂઆતની સેલરી મહિને રુપિયા 30000 હશે. જે ચાર વર્ષ પૂરાં થતા જ રુપિયા 40000સુધી પહોંચી જશે.સરકાર સેલેરીના 30 ટકા ભાગ બચત તરીકે રાખશે અને એટલો જ ભાગ સેવા ફંડમાં જમા કરશે.બાકીની 70 ટકા સેલરી ખાતામાં જમા કરવામાં આવશે.એક સૈનિકને ચાર વર્ષની સર્વિસ બાદ 10થી 12 લાખ રુપિયા મળશે, જે ટેક્સ ફ્રી હશે.આ રકમનો કોઈ પણ યુવા વ્યક્તિ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કરી શકે છે.
ટ્રેનિંગ અને સર્વિસ પિરિયડ દરમિયાન સ્કીલ્સ જોતા જવાનોને ડિપ્લોમા કે પછી ક્રેડિટ્સ આપવામાં આવશે. તેમનો ઉપયોગ તેઓ આગળના ભણતરમાં કરી શકશે. ચાર વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ આ સૈનિકોના પુન:સ્થાપનમાં સરકાર પણ મદદ કરશે તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માની અભિનંદન પાઠવતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે.