આજે પદયાત્રા સાંજે સિદસર પહોંચશે: માં ઉમા માં ખોડલ એક જ રથમાં આવતા પટેલ સમાજમાં અનેરો ઉમંગ

છેલ્લા નવ વર્ષથી ઉમા પદયાત્રા જુનાગઢ સમિતિ દ્વારા જુનાગઢથી સિદસર સુધી ૭૧ કિ.મી.ની પદયાત્રિકો ઉપલેટામાં આવી પહોંચતા યાત્રિકો અને રથનું તમામ સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કરેલ હતું.

સીદસર મુકામે બિરાજતા કડવા પટેલ સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટયના ૧૧૮ વર્ષની પૂર્ણાવૃતિ પ્રસંગે સિદસરમાં ભાદરવા સુદ પુનમના યોજાતા ૧૧ કુંડી મહાયજ્ઞ અને ૩૬૫ ધ્વજારોહણના દર્શનનો લાભ લેવા શ્રી ઉમા પદયાત્રા સમિતિ-જુનાગઢ દ્વારા છેલ્લા નવ વર્ષથી જુનાગઢથી સિદસર સુધી ૭૧ કિ.મી. પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ગઇકાલે સવારે ૪ વાગ્યે જુનાગઢથી સિધનાથ મહાદેવના મંદિરેથી શ‚ થયેલી. પદયાત્રા મજેવડી, ગોલાધર, ઉદકીયા થઈને બપોરે મોટીમારડમાં સમૂહ પ્રસાદ લઈ ચીખલીયા થઈ ઉપલેટામાં આવતા શહેરના બાવલા ચોકમાં ઉમા અને માં ખોડલના રથનું કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડિયા, અશોકભાઈ માકડિયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઈ સોજીત્રા, બ્રહ્મ સમાજના પ્રમુખ હસુભાઈ પંડયા, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, રજપુત સમાજના પ્રમુખ રણુભા જાડેજા, બાવાજી સમાજના ભરતગીરી, સોની સમાજના અગ્રણી અમિતભાઈ શેઠ, મોચી સમાજના ટાંકભાઈ, નગરપાલિકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, કડવા પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ નિતિનભાઈ અઘેરા, મનિષ કાલરીયા, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ દિગેશભાઈ સોજીત્રા, પરેશભાઈ ઉચદડીયા, ખોડલધામ સિમતિ, ઉમિયા સમિતિ, ખોડલધામ યુવક મંડળ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ સમાજ શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનોએ મા ઉમા અને મા ખોડલને ફુલહાર કરી ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરેલ હતું. આ પદયાત્રા શહેરના કડવા પટેલ સમાજે પધારતા પદયાત્રીઓએ સમૂહપ્રસાદ લીધેલ હતો. આ પદયાત્રામાં વિવિધ ખર્ચના દાતાઓ ભાવેશભાઈ સંતોકી, કલ્પેશભાઈ મોહનભાઈ પટેલ, મોટી મારડનું શિવ ગ્રુપ, પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ મણવર અને રાકેશભાઈ, મોહનભાઈ વાછાણી, સ્વ.ગુણવંત કરશન દેત્રોજાના પુત્ર ભાવિનભાઈ સહિત દાતાઓનું માતાજીની ચુંદડી ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.આજે સવારે પાંચ વાગ્યે ઉપલેટાથી સિદસર જવા માટે પદયાત્રિકો રવાના થતા બપોરે રબારીકા ગામે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ પદયાત્રા આજે સાંજે સિદસરમાં ઉમિયાનાધામ પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.