હાલ સીંગ, તલ અને કોપરાનું થઈ રહેલું પીલાણ; નિયમિત ૧૨૫ કિલોની પીલાણ ક્ષમતા સામે ૪૦ થી ૫૦ કિલો જેટલા કેમીકલ વગરના શુધ્ધ તેલનું થઈ રહેલું વેચાણ
દેશની આઝાદીના લડત દરમ્યાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા રાજકોટમાં વિવિધ સ્વદેશી પ્રવૃત્તિઓ ચલાવવા રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી જયારથી આ ઐતિહાસીક રાષ્ટ્રીય શાળામાં વિવિધ સ્વદેશી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આવી પ્રવૃત્તિઓમાંની એક દેશી પરંપરા મુજબની તેલની ઘાણી હતી.
આ તેલની ઘાણી વિવિધ કારણોસર બે’ક વર્ષથી બંધ હાલતમાં હતી. તેને તાજેતરમાં ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. આ ધાણીમાં મળતા કેમીકલ અને મિલાવટ વગરના શુધ્ધ તેલને ખરીદવા ફરીથી સ્વદેશી ચીજ વસ્તુઓનાં ચાહકોમાં પડાપડી થવા લાગી છે.રાષ્ટ્રીય શાળામાં મળતા શુધ્ધ અને કેમીકલવાળા વિવિધ પ્રકારના તેલની ભારે માંગ હતી. પરંતુ આર્થિક સંકડામણ સહિતના વિવિધ કારણોસર બે’ વર્ષથી આ ધાણી બંધ થઈ જવા પામી હતી. જેથી, આ બંધ ધાણીને શરૂ કરવા જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલે પાંચ લાખ રૂ.નું અનુદાન આપતા તાજેતરમાં આ તેલની ધાણીનો પ્રારંભ થયો હતો. હાલમાં આ દેશી પધ્ધતિની આ ઘાણીમાં સીંગ, તલ, કોપરાને પીલીને તેનું તેલ વેચવામાં આવી રહ્યું છે. સીંગતેલ ૨૦૦ રૂ. કિલો, તલનું જેલ ૩૯૦ રૂ. કીલો, કોપરેલ ૩૦૦રૂ. કીલો, જયારે દિવેલનું ૧૪૦ રૂ. કિલો લેખખે વેચાણ થઈ રહ્યું છે. હાલમાંનિયમિત ૧૨૫ જેટા કિલો તેલના પીલાણની સમતા સામે દરરોજ ૪૦ થી ૫૦ કિલો તેલનું વેચાણ થઈ રહ્યું છે.આ અંગે રાષ્ટ્રીય શાળાના મંત્રી જીતુભાઈ ભટ્ટે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ૨ વર્ષથી આ વિભાગ બંધ હતો ધરતીકંપ વખતે જે પરિસ્થિતિ નિર્માણ થઈ એના કારણે આખો ધાણી વિભાગ જર્જરીત થઈ ગયો હતો. પણ એમાં આઠથી નવ લાખ રૂપીયાનો ખર્ચો કરી નવી ઘાણીઓ ફીટ કરી અને તાજેતરમાં ઉત્પાદન શરૂ કર્યું છે. ખાસ કરીને તલનું જેલ, શીંગનું તેલ, ટોપરાનું તેલ આ ત્રણ આઈટમ અમે અહી બનાવવાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. અને લોકો તરફથી અમને બહુ જ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.
લગભગ સરેરાશ ૧૧ થી ૧૨ હજાર રૂપીયા જેવું પર ડેનું અમા‚ વેચાણ છે. અને સામે લગભગ ૪૦ થી ૪૫ કિલો જેવું ઉત્પાદન પણ છે. ભવિષ્યની અંદર અમારી જે ગણતરી છે. એ પ્રમાણે બોટલમાં કિલો, ૫૦૦ ગ્રામમાં તેલનું ફીટીંગ કરી સમગ્ર રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં આ ઉત્પાદન વેચવું એવું અમા‚ આયોજન છે.
આ આયોજન પણ ટૂંક સમયમાં અમે કરવા માગીએ છીએ. શિયાળાની અંદર તલની શાની બનાવી અને રાષ્ટ્રીય શાળાની સ્પેશીયલ આઈટમ બનાવીએ અંગેનું આયોજન પણ ચાલુ છે. અમા‚એવું માનવું છેકે લોકોને શુધ્ધ અને સાત્વીક તેલ મળે કે જેમાં કોઈ પણ જાતની ભેળસેળ ના હોય અને લોકોને રાષ્ટ્રીય શાળાની વિશ્વસનીયતા છે એ જળવાય રહે એને ધ્યાનમાં રાખી અને આવતા દિવસોમાં વાર્ષિક ૫૦ થી ૬૦ લાખ રૂપીયાનું ઉત્પાદન કરી લોકોને તેલ પહોચાડવું એવો અમારો ગોલ છે. અને અમને શ્રધ્ધા છે કે અમે તેમાં સફળ થશું તેમ જીતુભાઈએ ઉમેર્યું હતુ.તેલ લેવા આવલે ધરાબેન ઘેલાણી નામના મહિલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય શાળામાં તલની ધાણી ચાલે છે. તેમાં હું તેલ લેવા આવી છું અને અહી તેલની કવોલીટી બહુ જ સારી હોય છે. જે બજારમાં મળે છે. તેમાં કેમીકલ હોય છે. ઉપરાંત બીજી ભેળસેળ હોય છે.
જયારે અહીના મળતુ તેલ શુધ્ધ અને ભેળસેળ વગરનું હોય છે. આ તલનું તેલ અમો ખાવામાં વાપરી છીએ જયારે કોપરેલ તેલમાથામાં નાખવામાં વાપરીએ છીએ નજર સામે જ તેલ કાઢી આપતા હોય આ તેલની શુધ્ધતાક પર કોઈ જ શંકા ઉભી થતી નથી. જયારે અહી રોજ વેંચાણ મુજબનું તેલનું પીલાણ થતુ હોય દરરોજ તાજુ તેલ મળી રહે છે.