સામાજિક, આર્થિક સંગઠ્ઠનો, આગેવાનોએ બજેટને જુદી-જુદી રીતે મુલવી આપ્યાં અભિપ્રાયો: બજેટ પછી શું સસ્તુ-મોંધુ તેની અસરોની ચર્ચા: ક્રિયા-પ્રતિક્રિયા
અબતક, રાજકોટ:
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટેનું સામાન્ય અંદાજ પત્ર રજુ કરાયું હતું. જેમાં સાંપ્રત સ્થિતિ-કોરોનાના કારણે ખોરંભાયેલી ઇકોનોમીને મજબુત કરવા સહિતના અનેક વિધ પગલા જોગવાઇઓ બાબતે પગલા લેવા નિર્ણયો લેવામાં આવ્યાં છે.મોદી સરકારનું 10મું 39.45 લાખ કરોડના બજેટને દેશ-રાજય અને સૌરાષ્ટ્રમાં સામાજીક-રાજકીટ, આર્થિક સંગઠ્ઠનો અને આગેવાનોએ બજેટને વિકાસ શીલ ગણાવી પ્રતિક્રિયાઓ આપી આવકાર આપ્યો હતો.રજુ કરેલા બજેટમાં પેન્શન અને વ્યાજની આવક મેળવતાં સીનીયર સીટીઝનને આઇ.ટી. રિટર્ન ભરવામાંથી મુકિત, રૂ. 64.180 કરોડના ખર્ચે પી.એમ. આત્મ નિર્ભર સ્વસ્થ ભારત યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાશે. કરદાતા પોતાની વાર્ષિક આવકની જાહેરાતમાં થયેલી ભુલને બે વર્ષમાં સુધારી નવું રિટર્ન ભરી શકશે. ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાં બેટરી સ્વેપીંગ પોલીસી, આગામી વર્ષમાં 5જી સેવા, રાજય સરકારના કર્મચારીઓને એન.પી.એસ. હેઠળ 10 ટકાના બદલે 14 ટકા સુધી કર રાહતનો લાભ આપવા સહિતના માળખાને જાહેર કર્યુ હતુઁ.
કેન્દ્રીય બજેટને વખોડી કાઢતા પૂર્વ સાંસદ લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર
કેન્દ્રીય બજેટમાં કોઇ વર્ગને રાહત આપવામાં નથી આવી ઉદ્યોગ પતિઓને અને મોટા મોટા વેપારીઓને રાહત આપનારું બજેટ છે ખેડૂતોની 2022માં આવક કરવાની વાતો વાહિયાત પુરવાર થઇ રહી છે ખેતીના ઇનપુટ ખાતર જંતુનાશક દવા ડીઝલ પેટ્રોલ સતત ભાવ વધારાથી ખેડૂત દેવાદાર બનશે તેમજ આત્મવિલોપન ખેડૂતોના વધારે થાય તેવી પરિસ્થિતિ લાગી રહી છે હજુ પણ સરકાર ખેડૂતો માટે સુધારા સૂચવે તેમ જણાવી ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે ગરીબ માણસને 22 પછી કોઈ ઘર વગર નહીં હોય તેવી વાતો કરનારી આ સરકારમાં નવા આવાસ બનાવવા માટેની કોઈ વાત જ આપવામાં આવી નથી ગરીબ માણસો માટે તેમજ રોજગારી વધારવાનો કોઈ આયોજન નથી બેટી બચાવો ની વાતો કરે છે પણ દીકરી માટેની કોઈ યોજના નરી આંખે દેખાતી નથી ઇન્કમટેક્સ સ્લેબ માટે રોજ કોંગ્રેસ પર પ્રહાર કરનારા પોતાનો આ બજેટ રજૂ કરી શક્ષભજ્ઞળય ફિંડ્ઢ માટે કોઇ રાહત આપવાની યોજના ન કરી અને ટેક્સ્ટ ધારકોને પડ્યા પર પાટું મારવા નો કામ કર્યું છે ટૂંકમાં બજેટ માત્ર ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષ માટે ફંડ ઉભુ કરવા માટેની વાતો લઈને આવી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે જોઈએ આ દેશ ક્યાં જઈ રહ્યો છે વિદેશ વિદેશી સંસ્થાઓ ફરી વખત દેશનો કબજો કરે તે પ્રકારનું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે તેવું યાદીમાં ઠુંમરે જણાવ્યું હતું
કેન્દ્ર સરકારની આવકના પ્રમાણમાં ખેડૂતો માટે કૃષિ બજેટમાં ઉપેક્ષા કરાય: ધારાસભ્ય લલિત વસોયા
કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવેલ તેની પ્રતિક્રિયા આપતા ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને લડાયક ખેડૂત નેતા લલીત વસોયાએ જણાવેલ કે ગયા વર્ષે કૃષિ બજેટ 1.47 લાખ કરોડ હતું. આ વખતે વધારીને 1.51 લાખ કરોડ કરવામાં આવેલ, ફક્ત વધારો 2.7 કરોડ કરાયો છે. જ્યારે પી.એમ. કિશાન સન્માન નિધિ ગયા બજેટમાં 67 હજાર 500 કરોડ રૂપિયા હતું. તે આજ વખતે વધારીને 68 હજાર કરોડ કરવામાં આવેલ, આમ ફક્ત 0.74 ટકાનો નજીવો વધારો કરેલ છે. જ્યારે સરકારની આવક જે પ્રકારનો વધારો થયો છે તેની સરખામણીમાં કૃષિ બજેટમાં નજીવો વધારો કરી ખેડૂતોને બજેટમાં જે આશા અને અપેક્ષા હતી, તેની ઉપર પાણી ફેરવી દીધુ છે. કેન્દ્ર સરકાર વાતો એવી કરે છે કે દેશ કૃષિ પ્રધાન છે પણ વાસ્તવિકતામાં દેશના ખેડૂતો માટે જે કૃષિ બજેટ હોવુ જોઇએ તેવું હોતું નથી.
અમરેલીમાં સાંસદ કાછડીયાએ કેન્દ્રીય બજેટને આવકાર્યું
કેન્દ્રીય નાણાં મંત્રી નિમેલા સીતારમણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સામાન્ય બજેટ ર0રર-ર3 ને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને દેશની વિકાસયાત્રા અવિરત ચાલતી રહે તે માટે આત્મનિભેર ભારતની દિશામાં મજબૂત બજેટ બદલ સાંસદએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિમેલા સીતારમણનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે. સાંસદએ બજેટ અંગે વાત કરતા જણાવેલ છે કે, વષે ર0રર/ર3 ના બજેટમાં ડીઝીટલ ઈકોનોમી ઉપર ફોકસની સાથે સાથે કેન્દ્ર સરકારે ખેડૂતો, રોજગાર, શિક્ષણ, રક્ષા, માળખાનું મજબૂતીકરણ, ગરીબોને ઘરનું ઘર, પીવાનું પાણી, પ્રાક’તિક ખેતીને પ્રોત્સાહન, ડીઝીટલ ક્ષેત્ર વિકાસ, કરદાતાઓ, કમેચારીઓનો વિકાસ, સ્ત્રી સશકિતકરણ અને ડીઝીટલ ભારત એમ સવોંગી બાબતોને પણ આવરી લેવામાં આવેલ છે.
બજેટને આવકારતા ભાજપ અગ્રણી જનકભાઇ પી. તળાવીયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જી એ વર્ષ 2022-23 નું બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં તમામ વર્ગના લોકોને ધ્યાનમા રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પીવાના પાણી તેમજ સિંચાઈ માટે વાપરવાના પાણી માટે તાપી અને નર્મદા નદીને જોડવાનું કાર્ય શરૂ કરવામાં આવશે, ખેડુતોને આવકમાં વધારો કરવા અને વધારે પાકની ઉપજ માટે ઓર્ગેનિક અને ડિજિટલ ખેતી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત થાય તે માટે 2.લાખ 37 હજાર કરોડ ના ખર્ચે ટેકાના ભાવથી ખેડૂતોનું અનાજની ખરીદી કરવામાં આવશે. તેમજ નવા રસ્તાઓ, ડ્રેનેજ લાઈન, નવા ઉદ્યોગો, મેક ઈન ઈન્ડિયા દ્વારા 60 લાખ લોકોને રોજગારી ની તક મળશે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ 80 લાખ લોકોને મકાન સહાય આપવામાં આવશે. હીરા ઉદ્યોગમા મોટી રાહત આપવામાં આવી છે, તેમજ આગામી 3વર્ષ દરમિયાન 400 નવી વંદે ભારત ટ્રેન વિકસાવવા તેમજ નિર્માણ કરવામાં આવશે આઝાદીનાં 100 વર્ષ માટેના બજેટ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવતાં આ તમામ વર્ગના લોકો ધંધા રોજગાર ની નવી તકો ખેડુતોને આવકમાં બમણો વધારો જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખી કરવામાં આવેલા બજેટ ને ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા દ્વારા આવકારવામાં આવ્યુ.
બજેટમાં ટેકસટાઈલ ઉદ્યોગને આર્થિક પેકેજની આશા હતી: ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ
આ બજેટ ટેકસટાઈલ ઉદ્યોગને કોઈ રાહત આપવામાં આવેલ નથી. કોરોના મહામારી પહેલા આ ઉદ્યોગ મંદીમાં સપડાયેલ હતો. અને કોરોના મહામારીના બે વર્ષમાં ટેકસટાઈલ ઉદ્યોગ જલબરજસ્ત આથીર્ક મંદીમાં ફસાયેલ છે ખેડુતની જેમ વેપારી પણ આત્મહત્યા કરી રહ્યા છે. આ બજેટમાં ટેકસટાઈલ ઉદ્યોગને આથીર્ક પેકેજની આશા હતી જેની આશા પર પાણી ફરી ગયું છે. જાહેરાત 1.3 કરોડની જાહેરાતમાં વ્યાપારીને ફાયદો થશે તેવી જાહેરાત કરેલ પણ કયા વેપારીને તે સ્પષ્ટતા કરેલ નથી એટલે આ બજેટમાં ટેકસટાઈલ ઉદ્યોગને કોઈ રાહત નથી જેથી આ ઉદ્યોગકારો નિરાશ છે.
બજેટના કારણે 2025માં સેન્સેકસ એક લાખની સપાટી કુદાવશે: કેર ક્ધસલ્ટન્સીના યાસિમ ડેડા
દેશના નાણામંત્રી નિર્મલા સિતારામને જે ગઇ કાલે બજેટ રજુ કરયું એ અંગે શેર બજારના જાણીતા નિષ્ણાંત અને કેર ક્ધસલ્ટન્સી વાળા યાસિક ડેડા એ પ્રતિકિયા આપતા જણાવેલ કે આ બજેટમાં શેર બજારો માટે કોઇ નકારત્મક આવ્યું નથી કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડીયામાં વઘે તેના ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સિમેન્ટ, ઇન્ટરાષ્ટઅકર અને પાવર સેકટર આવનારા દિવસોમાં સારુ વળતર આપી શકે છે. 2023 સુધી આર.બી. આઇ. દ્વારા ડીઝીટલ કરન્સી આવશે તો એલાન કરવામાં આવ્યું છે તે પણ ભારત દેશ માટે હકારાત્મક છે.
મહિલાઓ માટે બજેટ નિરાશાજનક: ડો.ઉર્વશી ખાનપરા, મેનેજિંગ ટ્રસ્ટી, ઈલા કોલેજ ઓફ આયુર્વેદ સુપેડી
જો મહિલાઓ અને ખાસ કરીને ગૃહિણીઓના દ્રષ્ટીકોણથી વિચારીએ તો આ બજેટ ગૃહિણીઓ માટે નિરાશજનક છે. આજે આપણાદેશમાં મીડલ કલાસ અને લોઅર મીડલકલાસની વસ્તી વધારે છે જે ગૃહિણીઓને ઘર ચલાવવા માટે 10 રૂપીયાની પણ ગણતરી કરતા હોય તેના માટે ઘર ચલાવવું મોઘું થયું છે. રાંધરગેસના ભાવ, શાકભાજી, કઠોળ, તેમજ તેલના ભાવમાં કોઈ પણ જાતનો ઘટાડો થશય તેવું જણાતું નથી.
મોસાળે જમણવારને મા પિરસનાર બજેટને આવકારતા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગઇકાલે રજૂ કરવામાં આવેલા બજેટને આવકારતા ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયાએ જણાવેલ કે ગુજરાત માટે તો આ બજેટ મોસાળે જમણવારને મા પિરસનાર પછી કાંઇ સંતાનો થોડા ભૂખ્યા રહે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રવિણભાઇ માકડિયાએ જણાવેલ કે દેશમાં 60 જેટલા યુવાનોને નોકરી માટે અંદાજપત્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતની સૌથી બે મોટી નદીઓ તાપી અને નર્મદા નદીઓને અન્ય રાજ્યોની નદીઓ સાથે જોડી સિંચાઇ અને પીવાના પાણીની વિપુલ પ્રમાણમાં સગવડ ઉભી કરવામાં આવશે. આનાથી રાજ્યના ખેડૂતોને ફાયદો થશે અને પીવાના પાણીનો પ્રશ્ર્ન ભૂતકાળ બની જશે. એમએસટી યોજના અન્વયે ખેડૂતો માટે જોગવાઇ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે, રાજ્યના ગાંધીનગરમાં આવેલ ઇન્ફોસીટીમાં વિશ્ર્વકક્ષાની યુનિવર્સિટી બતાવાનું આપો બજેટમાં કરવામાં આવતા શિક્ષણમાં વ્યાપ વધશે, જ્યારે આગામી ત્રણ વર્ષમાં 400 જેટલી વંદે માતરમ્ ટ્રેનો શરૂ કરવામાં આવશે અને નવા કરવેરા વગરનું બજેટ હોવાથી આમ નાગરિકો પણ ફાયદાકારક બજેટ છે. હળવુફૂલ બજેટ રજૂ કરવા બદલ દેશના પ્રધાનમંત્રી અને નાણામંત્રીને અભિનંદનને પાત્ર છે.
બજેટમાં કર્મચારી વર્ગ માટે કોઈ નવી જોગવાઈ કરવામાં આવી નથી મધ્યમ બજેટ કહી શકાય: પ્રો.ડો.દર્શના ચંદ્રવાડિયા
દેશના કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારામને જે બજેટ ગઈકાલે રજૂ કર્યું તે અંગે શહેરની મ્યુની. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં પ્રોફેસર ડો. દર્શના ચંદ્રવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે કોર્પોરેટ સેકટર માટે સારૂ અને મધ્યમ વર્ગ માટે સામાન્ય બજેટ છે. મધ્યમ વર્ગને કરવેરામાં કે અન્ય કોઈ વિશેષ રાહત મલી નથી એક સ્ત્રી હોવાને નાતે સ્ત્રીઓમાટે કંઈ બજેટમાં જોગવાઈ નથી એ ઉડક્ષને આંખે વળગે છે કર્મચારી વર્ગ માટે કઈ વિશેષ નથી વિદ્યાર્થીઓ માટે બજેટમાં કલાસ વગેરેની સુવિધા ઉભી કરવામાં આવશે ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને જળ વ્યવસ્થાપન અંગે સારૂ આયોજન કરેલ છે. ટેકનોલોજી ક્ષેત્રે પણ પ્રગતિશીલ પ્રયાસો કરવામાં આવે તેવું બજેટ પરથી જણાય છે.સંક્ષિપ્તમાં મધ્યમ બજેટ કહી શકાય.