કઠપુતળીના ખેલ, એડવેન્ચર ગેમ, સેલ્ફી ઝોન સહિતનાં આકર્ષણો મન મોહી લેશે
સમયને વિતતા કયાં વાર લાગે છે ? સમય ઝડપથી જતો રહે છે તેજ પ્રમાણે હવે બસ થોડા દિવસોમાં ૨૦૧૯ પણ આપણા સૌની વચ્ચેથી વિદાય લઈ રહ્યું છે અને ૨૦૨૦નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. જયારે જુની યાદોને પોતાના માનસપટમાં સમાવી લઈને જીવનભરની યાદ તરીકે સાચવીને નવા વર્ષને વધાવવા માટે સમગ્ર વિશ્ર્વ ખુબ જ વ્યાકુળ છે. ઉત્સાહભેર તેને વધાવવા માંગે છે. તેમજ નવા વર્ષનો ઉત્સાહ-ઉમંગને વધાવવા માટે નવા વર્ષ એટલે કે ૨૦૨૦ને આવકારવા માટે હરહંમેશની જેમ મોટલ ધ વિલેજ (એમટીવી) તૈયાર છે. નવા આકર્ષણો, સ્વાદિષ્ટ વાનગીનાં રસથાળો પીરસાશે. નવા વર્ષને તેઓ ઉત્સાહ-ઉમંગ સાથે ૨૦૨૦ને રંગેચંગે ઉજવશે. ૩૧ ડિસેમ્બરનાં રોજ મોટલ ધ વિલેજમાં સાંજનાં ૭ વાગ્યાથી ભવ્યાતિભવ્ય બોલીવુડ થીમ સજાવટ, લાઈટીંગ, ડી.જે.નાં સથવારે ૨૦૧૯ને વિદાય આપીને ૨૦૨૦ને માનભેર વધાવવામાં આવશે. તેમજ ગુજરાતી ફિલ્મની સુપ્રસિઘ્ધ હિરોઈન અને સિંગર એન્કર રીના સોની આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાડવા માટે હાજર રહેશે. રાજસ્થાની ફોક ડાન્સ, કઠપુતળી શો, ટેટુ આર્ટીસ્ટ, ફાયર-શો, એડવેન્ચર ગેઈમ, સેલ્ફી ઝોન, ગઝલ સિંગર, જયોતિષ મહારાજ, જાદુગર જેવા શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ૩૧મી જાન્યુઆરી સુધી રેસ્ટોરન્ટમાં આલાકાર્ટ ઓર્ડરમાં ૧૫ ટકા ડિસ્કાઉન્ટ તેમજ એસી રૂમમાં ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.