વોર્ડ નં.૫માં રાતોરાત બેનરો લાગી જતા રાજકારણ ગરમાયુ

મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. જેમાં મોરબીના જુદા જુદા વોર્ડમાં કાઉન્સિલર માટેની હોડમાં ઘણા લોકોએ ભાજપ કોંગ્રેસ તેમજ અન્ય પક્ષમાંથી દાવેદારી નોંધાવવાની શરૂઆત કરી છે અને ઘણા લોકો નોંધાવી પણ ચૂક્યા છે ત્યારે મોરબી નગરપાલિકા હમેશા રાજકીય રીતે અવઢવમાં રહી છે અને રાજકારણની ગંદી રમતોનો ભોગ બની છે અને તેનું પરિણામ પ્રજાને ભોગવવું પડે છે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પક્ષ પલટો કરી સત્તા ફેરવી નાખે છે જે અત્યંત શરમજનક વાત છે ત્યારે મોરબી નગરપાલિકા વોર્ડ ન.૦૫ માં ગત મોડી રાત્રીના બેનરો લાગ્યા છે જેમાં જણાવાયું છે કે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર સ્થાનિક અને યુવાન ઉમેદવારોને આવકારો જ્યારે આયાતી તથા ૫૫ વર્ષથી વધુ વયના ઉમેદવારોને જાકારો તેવા બેનરો લાગતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઉમેદવારો માટેના નિયમો જાહેર કરતા ઘણા લોકોની મનની મનમાં રહી જવા પામી છે ત્યારે મોરબીના વોર્ડ ન.૫ ના રહીશો દ્વારા પણ નિયમો જાહેર કરતા બેનરો લગાડવામાં આવતાં આગામી સમયમાં શુ થશે એ જોવુ રહ્યું હાલ આ પ્રકારના બેેેનરો લાગતાં વોર્ડ ન.૦૫ ના લોકોએ પોતાની ઈચ્છા વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.