મુંબઇ સહિત આખો દેશ ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવા માટે તૈયાર થઇ રહ્યો છે. ગણેશ ચતુર્થીની તૈયારીઓમાં લાગેલા મંડળો લિસ્ટમાં પંડાલનો વીમો કરાવવાનું પણ ચુક્યા નથી.

કરોડોનો છે. વીમો

– મુંબઇનું ગણપતિ મંડળ ઇન્શ્યોરન્સ કરાવવામાં પાછળ નથી. કિંગ્સ સર્કલમાં શહેરના સૌથી મોંઘા અને ભવ્ય ગણપતિ મંડલ GSB સેવા મંડલે મુર્તિની સજાવટ માટે સોના-ચાંદીનો 264.25  કરોડનો વીમો કરાવ્યો છે.જેમાં સોના અને ચાંદીના ઘરેણા, કિંમતી સામાન, મૂર્તિ અને આવનાર ભક્તોના કવરનો પણ સમાવેશ થાય છે.

– મુંબઇના પ્રસિધ્ધ લાલ બાગ ચા રાજાનો વીમો ૫૧ કરોડ ‚પિયામાં કરવામાં આવ્યો છે. બાગચા રાજાના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે ‘અમારા વિમામાં તહેવારની શરૂઆતથી લઇને બાપ્પાની મૂર્તિ સુધી બધું જ સમાવેશ થાય છે. સમગ્ર મંડપનો ૩.૫૦ કરોડ રૂપિયાનો વીમો છે. ૭.૫ કરોડના  ઘરેણા છે. થર્ડ પાર્ટી વીમાની રકમ ૧૦ કરોડ અને ૩૦ કરોડની આકસ્મિક વીમા રાશિ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.