ભગતસિંહના સપના સાકર કરવાનો સમય પાકી ગયો છે: કાલાવડીયા
ગત ૩ ફેબ્રુઆરીએ સોમનાથથી નીકળેલી ભગતસિંહ ક્રાંતિ દળના માઘ્યમથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતગત સાયકલ યાત્રા ડુમીયાણી ગામે આવી પહોચતથા ર૦૦૦ વિઘાર્થી ભાઇ-બહેનોએ યાત્રાઓ નું ભવ્ય સ્વાગત કરેલ હતું.
સોમનાથથી દિલ્હી સુધીની રનફોર ભગતસિંહ અભિયાન યાત્રા ડુમીયાણી ગામે આવી પહોચતા ક્રાંતિકારો વિચારોને વરેલા પૂર્વ મંત્રી બળવંતભાઇ મણવર સહીત શાળા પરિવારના બે હજાર ભાઇ-બહેનોએ સાયકલ યાત્રાનું ભવ્યતી ભવ્ય સ્વાગત કરેલ હતું. રાત્રે ડુમીયાણી ગામે સ્વ. જીણાભાઇ દરજી ઉપવનમાં ક્રાંતિકારી ર૦૦ યુવાનોની સભા યોજાઇ હતી. તેમાં ભગતસિંહ ક્રાંતિ દળના પ્રણેતા જીજ્ઞેશભાઇ કાલાવડીયાએ જુસ્તાદાર પ્રવચનમાં યુવાનોને હાંકલ કરતા જણાવેલ કે આ દેશમાં અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા. પણ દેશના લોકોની માનસિકતા જાણી જ્ઞાતિ જ્ઞાતિ ધર્મ ધર્મ વરસે વિભાજતાં કરાવી. આ દેશમાં રાજ કરવા માંડયા હતા.શહીદ ભગતસિંહના વિચારોને વરવું જોઇએ હજુ કદાચ એક હજાર વર્ષ થવા જશે તો પણ શહીદ ભગતસિંહના ક્રાંતિકારો વિચારો યુવાનોના મગજમાંથી નહી હટે આ દેશ એવા વિરપુરુષના વારસદાર દેશ છે.
શહીદ ભગતસિંહ એવા વિચારોના માણસ હતા કે દેશની સંસદમાં ખેડુતો, શ્રમજીઓ બેસી જનતાના પ્રશ્ર્નોનું વાચા આપે પણ આજે સંસદમાં અંબાણી અને અદાણી ના પાળેલા લોકો સંસદમાં ધસી ગયા છે. આ જે દેશમાં વારસાઇ ભૂલાઇ ગઇ છે. આજે ર૦ કરોડ લોકોને ખાવાનું નથી મળતું ૪૦ કરોડ લોકોને રહેવા માટે મકાન નથી આજે સંસદમાં સાચી વાત કરનારા ઓછો છે.