• ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં કોચિંગ એસો.ના સભ્યોએ આપી વિગત

રાજકોટ શહેર તથા જિલ્લાની કોચિંગ ઇન્ડસ્ટ્રીઝના ઉત્કર્ષ અર્થે કાર્યરત રાજકોટ કોચિંગ એસોસિએશન (છઈઅ) દ્વારા આ વર્ષે વેલકમ નવરાત્રિ-2024નું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં સનતકુમાર પોપટએ જણાવ્યું હતું કે આ વેલકમ નવરાત્રિમાં રાજકોટ કોચિંગ એસોસિએશન (છઈઅ)ના તમામ સભ્યો તેમના વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા તેમના પરિવારજનો સાથે જોડાઈ શકશે. શહેરના ઉત્તમ ઓરકેસ્ટ્રા ગ્રુપના તાલે ઝુમતા વિજેતા વિદ્યાર્થી ખેલૈયાઓને તેમની કલા બદલ કિંગ, ક્વીન, પ્રિન્સ, પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ જેવા સાઇકલ તેમજ ટીવી સહિતના લાખેણા ઇનામો દ્વારા પરિષ્કૃત કરવામાં આવશે. રાજકોટ કોચિંગ એસોસિએશન (છઈઅ) ફ્રેન્ડસ ગ્રુપના વિશેષ સહયોગથી યોજાનારી આ વેલકમ નવરાત્રિ ઈવેન્ટમાં સંપૂર્ણ સુરક્ષિત તેમજ પારિવારિક વાતાવરણમાં ખેલૈયાઓ મા ની આરાધના રૂપ પર્વના આગમનનો સત્કાર કરશે. આ પ્રસંગે વિદ્યાર્થી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા પ્રખર શિક્ષણ વિદ્દો, વિવિધ ક્ષેત્રના સામાજિક અગ્રેસરો, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ તેમજ વિભિન્ન જ્ઞાતિ અગ્રજનો ઉપસ્થિત રહી રાજકોટ કોચિંગ એસોસિએશન (છઈઅ)ની કાર્ય પ્રણાલીને પ્રેરક બળ પૂરું પાડશે. આ ઇવેન્ટના માધ્યમથી રાજકોટ કોચિંગ એસોસિએશન (છઈઅ) (7575835350 / 9768888861) પોતાના સભ્યોના કાર્યક્ષેત્રના પ્રસાર અર્થે વિશાળ એલઇડી સ્ક્રીન, હોર્ડીંગ્સ જેવી સુવિધાઓ વિનામુલ્યે પૂરી પાડીને ખરા અર્થમાં કોચિંગ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ અને પ્રગતિની હેતુ સાર્થક કરી રહ્યું છે. સાથો સાથ ભારતીય સંસ્કૃતિના રક્ષણ, વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન તેમજ કોચિંગ દ્વારા ઉત્તમ નાગરિકનો ઘડતર અને કેળવણીના સંકલ્પને સાકાર કરવા માટે પણ રાજકોટ કોચિંગ એસોસિએશન (છઈઅ) સતત પ્રયત્નો કરી રહ્યું છે. જેના ભાગરૂપે આગામી ધમાકેદાર આયોજનો પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે. ત્યારે સર્વે કોચિંગ સંસ્થાઓને રાજકોટ કોચિંગ એસોસિએશન (છઈઅ)ના સભ્ય બની વિવિધ કાર્યક્રમનો નિ:શુલ્ક લાભ લેવા ચેરમેન સનતકુમાર તથા પ્રેસિડેન્ટ લખન પટેલે જાહેર અનુરોધ કર્યો છે. વેલકમ નવરાત્રિ-2024ના આયોજનને સફળ બનાવવા માટે ચેરમેન સનતકુમાર પોપટ, પ્રેસિડેન્ટ લખન પટેલ, વાઇસ પ્રેસિડન્ટ યાજ્ઞિક ટિંબડીયા, જનરલ સેક્રેટરી અનિતા જહોન, ટ્રેઝરર દર્શન સિનરોજા, વિમેન વિંગ સેક્રેટરી પૂજા રાવલ, કો-ઓર્ડિનેટર નિલેષ રાવલ, પી.આર.ઓ. જીતેન જોશી, ઈવેન્ટ કમિટી ક્ધવીનર ધર્મેશ સૂચક, લીગલ કમિટી ક્ધવીનર પરેશ રાવલ, એડવાઈઝરી કમિટી ક્ધવીનર ઇન્દ્રજીતસિંહ જાડેજા, સોશિયલ કમિટી ક્ધવીનર ભાવિક ગોહેલ અને જોઇન્ટ ક્ધવીનર નૈમિષ પીઠડીયા

તથા ફ્રેન્ડ્સ ગ્રૂપ જહેમત ઉઠાવી રહ્યા છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.