વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટના આંગણે તેઓ 48 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.મુખ્યમંત્રી બન્યા પછી રાજકોટમાંથી વિધાનસભાની ચૂંટણી લડી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર નરેન્દ્રભાઈ જયારે તક મળે ત્યારે રાજકોટનું ઋણ ચૂકવવામાં પાછી પાણી કરતા નથી.તેઓ દર વખતે સભા દરમિયાન કહે છે કે રાજકોટનું મારા પર બહુ મોટું ઋણ છે જો કે, આ ઋણ તેઓ સવાય રીતે ચૂકવી રહ્યા છે.ત્યારે રાજકોટના આંગણે તેઓનું હૃદયપૂર્વક સ્વાગત છે.
છેલ્લા દોઢ વર્ષના સમય ગાળામાં નરેન્દ્રભાઈ ત્રણ વખત રાજકોટની મુલાકાતે આવ્યા છે.વડાપ્રધાન બન્યા બાદ તેઓએ સાત વખત રાજકોટની મુલાકાત લીધી છે.જયારે આવે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમાં આ શહેરને કશું આપીને ગયા છે. સામાન્ય રીતે કોઈપણ રાજનેતાએ જ્યાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હોય તેને જીવનભર યાદ રાખતા હોતા નથી. એકમાત્ર નરેન્દ્રભાઈ એવા છે કે જેને હૈયે રાજકોટ કયારેય વિસરાયું જ નથી. અહીંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ થવાના અવસરને તેઓ શુકનવંતી માની રહ્યા છે.જ્યારે જ્યારે તક મળે ત્યારે આ વાતનો ઉલ્લેખ તો કરે જ છે સાથોસાથ રાજકોટને અન્ય શહેરોથી વિશેષ આપવા માટેનો તેઓનો પ્રયાસ રહે છે માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈ ઘણું આપ્યું છે.
આવા રાજ નેતા જ્યારે જ્યારે વતનના મહેમાન બને ત્યારે તેમને હૃદય પૂર્વક આવકાર આપવો તે તમામ ગુજરાતીઓની ફરજ છે. જૂજ એવા નેતાઓ હોય છે જે પોતાના મતદારોને સતત યાદ રાખતા હોય છે.હવે ભલે રાજકોટવાસીઓ નરેન્દ્રભાઈના મતદારો નથી. પ્રધાનમંત્રી તરીકે દેશના એક એક નાગરિકની ખેવના કરવી તેમની ફરજ છે.આવા જવાબદારીભર્યા કામમાં પણ નરેન્દ્રભાઈ રાજકોટવાસીઓની સવિશેષ ખેવના કરે છે.જે શહેરીજનો માટે ખરેખર આશીર્વાદરૂપ છે.પધારો પ્રાઈમ મિનિસ્ટર આપને રાજકોટ આવકારે છે.