વી.વી.પી. ઇજનેરી કોલેજમાં ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કારો પ્રાપ્ત કરી ઔદ્યોગિક જગતના આસમાનમાં ઉંચે ઉડવા થનગનતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિદાય કાર્યક્રમ “આવજો-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સંદેશ, કોલેજ લાઇફ, ભારતીય સંસ્કૃતિ વગેરેને ઉજાગર કરતા અનેકવિધ રંગારંગ કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમો આનંદ અને શિસ્ત સાથે વિદ્યાર્થીઓએ માણ્યા હતા. ગીત, સંગીત, નૃત્ય નાટિકા, માઇમ વગેરે દ્વારા વિદ્યાર્થીઓએ “આવજો-૨૦૧૮ વડે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને યાદગાર વિદાય સમૂહ ભોજન સાથે આપી હતી.
વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુક્લ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, પ્રિન્સિપાલ ડો.જયેશભાઇ દેશકર, તમામ વિભાગના વિભાગીય વડાઓ, પ્રાધ્યાપકગણ તથા કર્મચારીગણે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસ્કૃતિક સમિતિના ક્ધવીનર તથા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનીકેશન વિભાગના વડા ડો.ચાર્મીબેન પટેલ, પ્રો.હાર્દિકભાઇ પંડ્યા, પ્રો.હાર્દિકભાઇ હિંડોચા તથા તમામ વિદ્યાર્થીગણ તથા કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com