સુરેન્દ્રનગર જિલ્લાના બહુમાળી ભવન ના પાર્કિંગમાં આર.ટી.ઓ. એજન્ટ દુકાનો ખોલી ખુલ્લેઆમ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને લુંટી રહ્યા છે. જેટલી સરકારી ઓફીસ છે ત્યાં ત્યાં એજન્ટોના રાફડા ફાટી નીકળ્યા છે.
દરેક સરકારી કચેરીઓમાં એજન્ટ પ્રથા બંધ કરાવવા કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કમિશનરના પરિપત્ર નું પાલન કરવામાં આવતું નથી.એ.આર.ટી.ઓ. કચેરી માં એનેક વાર એજન્ટ દુર કરવા છેક ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવેલ છે.
પણ આ ખાપરકોડીયા ચાપલૂસ અધિકારી ની કૃપા દષ્ટિ થી વારંવાર અરજી ફાઈલ કરવામાં આવી રહી છે. એ.આર.ટી.ઓ કચેરી ખાતે એજન્ટ દ્વારા બેરોકટોક અરજદારો ને લુંટવામાં આવી રહ્યા છે.
ઉપરાંત બહુમાળી ભવન ખાતે તમામ પાર્કિંગની જગ્યા પર પગ ઉપર પગ ચડાવી ટેબલ મુકી દુકાનો ખોલી ને સરકારના પરિપત્રો ના લીરેલીરા ઉડાવી દેવાયા છે.