અમરેલી જીલ્લાના ધારીના ખીચા ગામના સાગરને અતિશય વજનને કારણે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. તેની વ્યથાને અમદાવાદના ઓબેસીટી સર્જન ડોકટર અપૂર્વ વ્યાસ અને તેમની ટીમે આ ગરીબ પરિવારના બેબી સુમોની બેરિયાટ્રિક સર્જરી કરીને તેને આરોગ્યસભર મદદ કરી છે.
અમદાવાદના ડોકટરે બેરિયાટ્રિક સર્જરી કરી ધારીના ખીચા ગામમાં રહેતા કાળુભાના 13 વર્ષીય પૌત્ર સાગર અમરેલીના બેબી સુમો તરીકે ઓળખાય છે. સાગરનું 160 કિલો વજન હતું અને તે દરરોજ 7-8 રોટલા આરોગી જતો હતો. ગરીબ પરિવારમાંથી આવતા બાળકની હાલત એટલી ગંભીર થઇ રહી હતી કે હવે હલન-ચલન કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યો હતો. મજુરકામ કરતા આ ગરીબ પરિવારના બેબી સુમોનું વજન ઘટાડવા મદદની અપીલ કરાઇ હતી. આ અપીલ અંગે વાંચી અમદાવાદના રેડીયન્સ હોસ્પિટલ ના તબીબી અપૂર્વ વ્યાસ સહીત તેમની ટીમ આ બાળક સુધી પહોચી હતી સુમો બાળકના પરિવાર સાથે વાચચીત બાદ બાળકને અમદાવાદ બોલાવી લેવાયો હતો અને અમદાવાદમાં ડો. અપૂર્વ વ્યાસ અને તેમની ટીમે બેબી સુમોની વિનામૂલ્યે બેરીયાટ્રિક સર્જરી કરી હતી.
મહામૂલી મદદ મળી
સાગરના પરિવારે જણાવ્યું હતું કે અમારા માટે તો આ સર્જરી કરનારા ડોકટર ભગવાન સમાન છે. અમારી પાસે તો પૈસા પણ નહોતા. હવે બાળકની તબિયતમાં સુધારો થશે. તેથી અમે અખબારના એપ્લીકેશનનો પણ આભાર માનીએ છે કે તેમણે અમારો પ્રશ્ર્ન રજુ કર્યો અને અમને આવી મહામૂલી મદદ મળી છે.