સ્પીચમાં મોદીની મહત્વની વાતો
– 1997માં દેવગૌડા અહીં આવ્યા હતા.
– 1997 પછી ઘણું બધુ બદલાઈ ગયું છે.
– દાવોસ ત્યારે પણ વિશ્વ કરતા આગળ હતું અને આજે પણ છે.
– બે દશક પછી હવે ભારતનો જીડીપી છ ગણો થયો છે.
– આજે આપણે ટેક્નોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ
– ટેક્નોલોજીના કારણે આપણાં જીવનમાં ઘણાં ફેરફાર થયા છે
– આજે ડેટા બેઝ મોટી સંપતિ બની ગઈ છે
– જેનો ડેટા પર કાબુ હશે તે જ વિશ્વ પર વર્ચસ્વ જમાવી શકશે
– વિશ્વમાં હાલ જોડવામાં-તોડવામાં સોશિયલ મીડિયાનો ઘણો મોટો ફાળો છે
– પરંતુ અમે જોડવામાં વિશ્વાસ રાખીએ છીએ.
– ભારત આદિકાળથી જોડવામાં જ વિશ્વાસ રાખે છે
– વિશ્વમાં શાંતિને લઈને અનેક પડકારો છે.
– આપણી સામે ભાવી પેઢીને લઈને અનેક સમસ્યાઓ છે
– સૌથી પહેલુ જોખમ પર્યાવરણમાં પરિવર્તન છે.
– કુદરતી સંશોધનોને લઈને ઘણાં પ્રશ્નો ઊભા થયા છે.
– ગ્લેશિયર ઘટી રહ્યા છે, બરફ પીગળી રહ્યા છે.
– માનવ અને પ્રકૃતિ વચ્ચે જાણે યુદ્ધ ચાલી રહ્યું છે.
– પર્યાવરણમાં પરિવર્તન વચ્ચે દેશો વચ્ચે સહમતી નથી.
– ભગવાન બુદ્ધે કહ્યું છે, જરૂર હોય તેટલું જ ઉપયોગ કરો.
– સારા આતંકવાદ, ખરાબ આતંકવાદની વ્યાખ્યા આપવી વધુ ખતરનાક