મેષ (અ,લ,ઈ)
નાના નાનાં ઔદ્યોગિક એકમ તેમજ તમામ પ્રકારના નાના તથા છુટક વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. અધુરા રહેલ સામાજીક ક્ષેત્રનાં કામકાજ તથા વહીવટી કામકાજ પુરા થઈ જવાંના સંયોગો. અવૈધ કાર્ય કરનારા જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. પરિવારમાં સુમેળતા અકબંધ રહેશે. સગાં એવમ સ્નેહી જનો દ્વારા સાથ સહકારના સંયોગો. સંતાન સુખ માટે ગર્ભાધારણના સંયોગો. વિદ્યાર્થીઓ, વિજ્ઞાન શાખાનાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. 26,27 મે સરેરાશ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહ દરમ્યાન હળવાં હળવાં ઉતાર ચડાવ રહેવાની સંભાવના. નાનાં ઔદ્યોગિક એકમ તથા દરેક પ્રકારનાં, વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી કર્મચારી માટે અણધારી બદલી બઢતીના સંયોગો. પેંડીંગ રહેલા કાર્યો પૂર્ણ થઈ જવાંની શકયતાઓ. અવૈધ કે અવૈવાહિક સંબંધોમાં સાચવવું, ભાંડાફોડની સંભાવના રહેલી છે. દાંપત્યજીવનમાં મધુરતાના સંયોગો.સાસરા પક્ષ તરફથી સાથ સહકારનો અનુભવ થશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. 24 તથા 29 મેનાં દિવસો સાધારણ રહેશે.
મિથુન (ક,છ,ઘ)
ફેશન, કોસ્મેટીક તથા જવેલરીઝ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઔધોગિક એકમ તેમજ વ્યાપાર-વણિજના એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નાના ત્થા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે લાભકારક સપ્તાહ. બેંકીગ, ઈંસ્યોરન્સ કે ખાનગી બેંકના કર્મીઓ માટે સંઘર્ષ વાળુ સપ્તાહ. સરકારી કે ખાનગી શૈક્ષણિક એકમ સાથે સંકળાયેલ તમામ વર્ગના જાતકો માટે સપ્તાહ સંઘર્ષ વાળું નીવડશે. નોકરીયાત વર્ગ માટે સારુ સપ્તાહ. ગૃહસ્થજીવનમાં સુખ શાંતિ અને સુમેળતા અકબંધ રહેશે. તેમ જ પારિવારીક સુખમાં વધારો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. ધાર્મિક કાર્યોની સંભાવના. 25 તથા 26 મેનાં દિવસો સાવ સાધારણ જણાશે.
કર્ક (ડ,હ)
ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અનેક તકો વાળું તેમજ લાભદાયક નીવડશે. ફેશન ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે લાભકારક સપ્તાહ. નાનાં ઉદ્યોગ કે વ્યાપાર-વણિજ તથા નાના વ્યવસાય માટે આ સપ્તાહ ઉતમ રહેશે, સાથોસાથ તેને સંબંધિત ધંધા વ્યવસાયને પણ પુષ્કળ ફાયદો થવાની સંભાવના. સરકારી કર્મચારી માટે ઉતમ સપ્તાહ, સાથે અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે પણ ઉતમ સપ્તાહ. ચંદ્ર તથા શનિની યુતિ વાળા આ રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ વાળુ નીવડવાંના સંયોગો. યુવા વર્ગ, વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. 27 મે મધ્યમ જણાશે.
સિંહ (મ,ટ)
અગ્નિ સંબંધિત તમામ ઉત્પાદના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાઉક નીવડશે. દવા, રસાયણ ઉદ્યોગ ધંધાના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. વ્યાપાર, વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- મધ્યમ રહેશે, સાયોસાથે નવાં નવાં અવસરો સાંપડવાનાં સંયોગો. પિતા અથવા પુત્ર સાથે વિસંવાદીતા સર્જાવાના સંયોગો. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહ માટે વિશેષ કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે સારુ સપ્તાહ. ઊચ્ચસ્થ તથા સ્વગૃહી સૂર્ય વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વિજ્ઞાન શાખાનાં વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. 26 29 મેનાં દિવસો સાધારણ રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
હળવો સંઘર્ષ તથા કપરાં ચડાણ સાથે આ સપ્તાહ અનેક પ્રકારે બરકત આપનાર તથા લાભાન્વિત થઈ શકે તેવાં સંયોગો. સ્વગૃહી બુધ વાળા જાતકોએ તેમની વાણી, વ્યવહાર તથા ઉતાવળવૃતિ પર ખાસ નિયંત્રણ રાખવું, અન્યથા, પ્રતિકુળ પરિણામ આવવાની સંભાવના. વ્યાપાર, વણિજ તથા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. તમામ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે સારુ સપ્તાહ. અધુરા રહેલાં કામકાજને પૂર્ણ કરવા માટે અનુકુળ સપ્તાહ. શૈક્ષણિક સંસ્થા કે ટ્રસ્ટ કે માનદ સંસ્થા માટે મધ્યમ સપ્તાહ. અવૈધ વહીવટ-વ્યવહાર તથા વ્હાલથી સંભાળવું. કુટુંબી જનો તેમજ મિત્ર વર્તુળથી વિખવાદ કે બોલીને સંબંધ બગડી જવાં સંભવ. 26, 27 મેનાં દિવસો સરેરાશ રહેશે.
તુલા (ર,ત)
આ સપ્તાહ દરમ્યાન ગાર્મેંટ્સ, ફેશન રીલેટેડ કોઈ પણ એકમનાં જાતકો માટે લાભ થવાંની સંભાવના. મોટા, જ્થ્થાબંધ વ્યાપાર વણિજ તેમજ તમામ પ્રકારના ઔદ્યોગિકના એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. જ્યારે નાનાં નાના ધધા વ્યવસાયના જાતકો માટે હળવો સંઘર્ષ રહેવાની સંભાવના. કોસ્મેટીક તથા ઈમીટેશન્સ જ્વેલરીના ઉત્પાદક વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. આ સપ્તાહે પણ કુટુંબ પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. વિદ્યાર્થીઓ, વિચારકો, ધાર્મિકજનો, ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 24 25 27 મેનાં દિવસો અતિ સાધારણ નીવડશે.
વૃશ્ચિક (ન,ય)
નીચસ્થ મંગળ શુક્ર તથા દુષિત મંગળ, શુક્ર વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. નવા ધંધા વ્યવસાંયની શરુઆત માટે આ સપ્તાહ ખુબ જ ફેવરેબલ રહેશે. ધંધા વ્યવસાયને લઈને અનેક તકો મળવાંની સંભાવના. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી નીવડશે. વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. વિદેશ વ્યાપાર તથા ધંધા વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ લાભદાયક નીવડશે. યુવાવર્ગ, છાત્રો, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. કેવળ 29 મે નો દિવસ જ અર્ધ સાનુકુળ નીવડશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
આ સપ્તાહ પણ, અનેક પ્રકારે હળવું હળવું ફાયદાકારક જણાશે. નાનાં મોટા તમામ ઉદ્યોગ- વ્યાપાર તેમજ વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ આર્થિક રીતે ફાયદાકારક નીવડશે, સાથો સાથ અમુક અગત્ય કામમાં વિલંગ થવાંની સંભાવના. આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બદલી તેમજ બરતરફીનાં સંયોગો. સંભાળીને કામ કરવું. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવુ લાભદાયક નીવડશે. પરિવાર તથા મિત્રો તરફથી સાથ સહકાર મળવાંના સંયોગો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 24, તથા 27 મેનાં દિવસો સરેરાશ રહેશે.(પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ.)
મકર (ખ,જ)
હજુ આ સપ્તાહે પણ પન્નોતિનો પ્રભાવ જણાશે. આથી, વડીલ, મિત્રો કે નિષ્ણાંતોની સલાહસૂચન લઈને જ કોઈ પણ નવા કામકાજની શરુઆત કરવી તેમજ કોઈ પણ અગત્યના નિર્ણય લેવાં ફાયદામંદ જણાશે. હેવી મેટલ તેમજ હળવા ખનીજ સંબંધિત ઉયોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સામાન્ય રહેશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા રાજકીય વ્યક્તિ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. મહીલા કર્મચારી ગૃહિણીઓ તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 25 તથા 29 મે સાધારણ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ (ગ,શ,ષ)
આ સપ્તાહે રાજકીય, જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ માટે કોઈ ને કોઈ પ્રતિકુળતા જણાશે. કોઈ પણ નિર્ણય લેવાંમાં ઉતાવળ ન કરવી. ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેવાંનાં સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. સગાં તથા મિત્રો દ્વારા લાભ તેમજ નવી તકો મળવાંની સંભાવના. મહિલાકર્મી, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. 24, 25 મે સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન (દ,ચ,ઝ,થ)
ફેશન સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો આ સપ્તાહ સારુ નીવડશે. અન્ય મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે ઘણા નાનાં નાનાં અવરોધ આવવાંની સંભાવના સાથોસાથ અર્ધ લાભકારક પણ નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થા તેમજ જાહેર સંસ્થાઓ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ જણાશે. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવુ લાભદાયી રહેશે. કુટુબીજનો તરફથી હળવો સાથ સહકાર મળવાં સંભવ. ધંધા વ્યવસાય માટે લાંબા પ્રવાસ થવાંની સંભાવના. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. ફકત 26, 27 મે સામાન્ય જણાશે.