મેષ
સખત પરિશ્રમ કરનાર વર્ગ, કારીગર વર્ગ માટે આ સપ્તાહ કામકાજથી અતિ વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમ્યાન આવકનાં નવાં નવાં સ્ત્રોત મળવાનાં સંયોગો બને છે. જુનાં કરજ કે લોનમાંથી મુક્ત થવાંના, તેમજ જુની ઉઘરાણી પાકવાની પણ સંભાવનાં. ખાણ -ખનીજ એકમનાં જાતકો માટે આ પણ સપ્તાહ સામાન્ય નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તમામ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાવ સાનુકુળ નીવડશે. છુટક, નાનાં તથા ફેરી કરતાં વ્યાપારી માટે હજુ આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. ખાનગી નોકરીયાતો માટે વ્યસ્ત સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે હળવું સાનુકુળ. 13, 14 ત્થા 15 મે સાધારણ નીવડશે.
વૃષભ
તમામ પ્રકારની હસ્ત કલાં કે હસ્ત ગૃહોદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સાથો સાથ સ્મોલ મશીનરી ઉદ્યોગ, નાના ઉદ્યોગ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. આ સિવાયનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે મોટા તેમજ જથ્થાબંધ વ્યાપારનાં તમામ જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા અલ્પ લાભદાયક જણાશે. નાનાં, છુટક તથા ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ આંશિક ફાયદાકારક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ ધમાલીયું રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. મધ્યમ વર્ગ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ યથાવત રહેશે. 11 તથા 12 મે સાવ સામાન્ય રહેશે.
મિથુન
આ સપ્તાહ દરમ્યાન હળવી ભાગદોડ રહેવાંનાં સંયોગો. આ સપ્તાહ દરમ્યાન આવકની સામે જાવકનાં પણ સંયોગો બને છે. નીચસ્થ બુધ વાળા જાતકોએ કાળજી રાખવી. કલા, વ્યવસાય તેમજ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ નીવડશે. આ સિવાયનાં, અન્ય, તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હજુ, આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય જણાશે. ગૃહિણીઓ તથા નિવૃતો, વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ. 11 તથા 12 મેનાં દિવસો સામાન્ય અથવા પ્રતિકુળ નીવડશે.
કર્ક :
ફૂડ બિઝનેશ, પ્રવાહી, જલીય તત્વનાં ફુડ બેવરેજીસ, તથા રત્ન, આભુષણ, રત્નાભુષણ, ઈમીટેશન આભુષણનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. સલાહ, સૂચન માર્ગદર્શન, ચિકિત્સા પ્રદાન કરતાં તમામ પ્રકારનાં સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો ત્થા વ્યાપાર વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મચારી-કર્મીઓ તથા છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 14 તથા 15 મે સાનુકુળ જણાશે.
સિંહ
કાયદો તથા વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગના અધિકારીઓ ત્થા કર્મચારીઓ તેમજ ખાનગી વકીલો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. ધાતુનાં એવમ સોનાચાંદીનાં વ્યાપારી સમેત ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ જણાશે. જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 12 તથા 15 મે પ્રતિકુળ જણાશે.
કન્યા
કુટિર ઉદ્યોગ એવમ નાનાં હસ્ત કલાંનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, સાથો નવી તકો પ્રાપ્ત થવાંનાં સંયોગો. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ટલ્લે ચડી ગયેલા કામકાજ આ સપ્તાહે આગળ વધશે. લીગલ શેરબજારનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ અને સામાન્ય. વ્યાપાર-વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. છુટક તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું નીવડશે. સરકારી કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે હળવું સપ્તાહ. 12, 13 મે મધ્યમ રહેશે.
તુલા
આ સપ્તાહે, આગલા વર્ષનાં અડધા અધુરા રહેલાં ધંધાકીય કામકાજનો નીવેડો આવવાંની સંભાવનાઓ. શેર બજાર તેમજ રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક તથા દોડધામવાળું નીવડશે. વ્યાપાર–વાણિજયનાં તમામ પ્રકારનાં એકમોનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ અને સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મી-કર્મચારીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 13 તથા 15 મેનાં દિવસો સાધારણ જણાશે.
વૃશ્ચિક
દુષિત મંગળ તથા શુક્ર વાળા જાતકો તથા નીચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ સરેરાશ હોતાં કાળજી રાખવી. ફાસ્ટ ફૂડ, ભોજનાલય, અન્ય પ્રકારનાં આહાર તેમજ પ્રવાહી જલીય ખાદ્ય ઉત્પાદન તથા વેચાણ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ ત્થા સામાન્ય નીવડશે. તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. છુટક તથા નાનાં વ્યાપારી જાતકો માટે હજુ, આ સપ્તાહ પણ હળવું લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. નિવૃતો, વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 12 તથા 15 મે મધ્યમ રહેશે.
ધન
શેર બજાર, વાયદા બજાર સાથે જોડાયેલ જાતકો એવમ ધાતુ તથા ધાતુ ઉત્પાદને સંબંધિત ઈંડ્સ્ટ્રીયલ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સામાન્ય નીવડશે. ઈલેક્ટ્રોનિકસ, મોબાઈલ તથા કોમ્પ્યુટર કે તેને સંબંધિત વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. આ સિવાયનાં તમામ ઔદ્યોગિક એકમ તથા તમામ કદનાં વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા ળવું લાભદાયક નીવડશે. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. યુવકો, છાત્રોઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. 13, 14 મે સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
રીયલ એસ્ટેટ, શેર બજાર, કોમોડીટી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક સંબંધિત એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. જાહેર સંસ્થા, ચેરીટેબલ ટ્ર્સ્ટ/સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ અથવા મધ્યમ જણાશે. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સંઘર્ષ વાળુ પસાર થશે. સખત પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. યુવકો, છાત્રો, મહિલા કર્મી, ગૃહિણી માટે સાનુકુળ સપ્તાહ. 14 તથા 15 મે મધ્યમ રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
કુંભ
ટ્રાવેલ્સ તથા પબ્લીક ટ્રાંસપોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષપૂર્ણ એવમ સરેરાશ જણાશે. નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક સમસ્યા જણાશે. હેવી મશીનરીઝ એકમનાં જાતકો, મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ, મોટા વ્યાપાર–વણિજયનાં જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષપૂર્ણ એવમ સાનુકુળ નીવડશે. નાનાં પરિશ્રમી વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. યુવકો, વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, ગૃહિણીઓ માટે નિરાંતવાળું સપ્તાહ. 10 તથા 12 મે સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન
ગ્રામીણ, કુટિર ઉદ્યોગ, તેમજ નાનાં હસ્ત કલાંનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. બ્યુટી પાર્લર–સલૂન ચલાવતાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી નીવડશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભારે વ્યસ્ત નીવડશે. ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી નીવડશે. અન્ય વ્યાપારીઓ તેમજ નાનાં ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ જણાશે. વિદ્યાર્થીઓ નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક રહેશે. 9 ત્થા 15 મેનાં દિવસો સામાન્ય નીવડશે.