મેષ

શેર બજાર તથા અન્ય સટ્ટા કે વાયદા બજારનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઈંટરનેટ સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રનાં લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે મધ્યમ સપ્તાહ. ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે. અધુરા રહી ગયેલા કામકાજ પૂરા થતાં જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે જણાશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયક સપ્તાહ. 15 ડિસેમ્બર સામાન્ય નીવડશે.

સિંહ

સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ખાનગી એકાઉંટ્સી, બેંક, વીમા કંપની જેવાં એકમનાં જાતકો માટે અનેક નવી તકો મળવાનાં સંયોગો સાથે સાનુકુળ સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક જણાશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલીનાં સંયોગો. ખાનગી નોકરીયાત માટે સાનુકુળ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, વર્કીંગ વૂમન માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 16, 17 ડિસે. અર્ધ મધ્યમ જણાશે.

ધન

કેમિક્લ્સ એકમનાં જાતકો ત્થા પ્રવાહી પેય એવમ પ્રવાહી આહારનાં ઉત્પાદન એકમ માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાનાં સંયોગો. શીપીંગ એકમ તેમજ ફિશીંગ એકમ એકમનાં તમામ જાતકો માટે સપ્તાહ અર્ધ લાભદાયક સપ્તાહ. અન્ય, ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે અર્ધ-લાભદાયી સપ્તાહ. રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. વાણિજય શાખાનાં આધ્યાપકો તથા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ પણ લાભકારી. 15,16 ડિસે. સરેરાશ નીવડશે. (પન્નોતિનો ઉપાય આહાર ગટરમાં ન જવો જોઈએ)
વૃષભ

આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા લાભ મળવાંનાં અનેક સંયોગો બને છે. સરકારી કે દસ્તાવેજી કામકાજમાં ખોટી ઉતાવળ ન કરવી. મોટા તથા જથ્થાબંધ, નાનાં વ્યાપાર વણિજના જાતકો તથા હેવી મશીનરીઝ્થી ચાલતાં ઓદ્યો-વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી સાબીત થશે. રીયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે. નાનાં ઉદ્યોગ ત્થા ધંધાનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. પરિશ્રમી જાતકો માટે દોડધામ વાળું તથા લાભદાયક સપ્તાહ. પણ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું પ્રતિકુળ સપ્તાહ, બરતરફીની સંભાવનાં. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. 14 ડિસે સામાન્ય રહેશે.
કન્યા

જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓ માટે પ્રતિકુળ સપ્તાહ. કાયદો-વ્યવસ્થા તંત્રનાં તમામ વિભાગનાં કર્મીઓ ત્થા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. હોટેલ, રીસોર્ટ, રેસ્તોરાં, ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટુર એંડ ટ્રાવેલ એજંસીઝ જેવાં ધંધા-વ્યવસાય એકમનાં જાતકો માટે આ હળવું લાભકારી સપ્તાહ. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ ભાગદોડીયું નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 12 ત્થા 15 ડિસે.મધ્યમ જણાશે.
મકર

સીવીલ એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ આશિંક રીતે લાભદાયક નીવડશે. વિદ્યુત કે અગ્નિ સંબંધિત ઉત્પાદનાં ઓદ્યો. એકમનાં જાતકો માટે સરેરાશ એવમ પ્રતિકુળ સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે દોડધામ વાળું તથા વ્યસ્ત સપ્તાહ. પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે ફાયદાકરક સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 17 ત્થા 18 ડિસે. સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

મિથુન

સ્ક્રેપનાં તથા જુની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત–એશોસિયેટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. તમામ પ્રકારના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. તેમજ નાના મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. પરિવારમાં સુખશાંતિ યથાવત જણાશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, નિવૃતો, માટે આ સપ્તાહ પણ લાભકર્તા. 18 ડિસે. સાધારણ જણાશે

તુલા

 

હોટેલ, રેસ્તોરાં જેવાં એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. તેમજ પેકીંગ ફૂડ પ્રોડકટ્સનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે સાનુકુળ, લાભકારી સપ્તાહ. ગત વર્ષમાં અધુરા રહી ગયેલા કામકાજ પુરા થવાની સંભાવનાં, જુની ઉઘરાણી પાકવાંના સંયોગો. ઔદ્યો. ત્થા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. નાના ત્થા છુટક વ્યાપારીઓ માટે હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભદાયી રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે ફાયદાકારક સપ્તાહ. 13 ત્થા 14 ડિસે સાધારણ જણાશે.

કુંભ

આ સપ્તાહ દરમ્યાન તમામ વર્ગ ત્થા વિવિધ વિભાગ તથા વિવિધ પદનાં સરકારી કર્મચારી માટે દોડધામ થવાંની સંભાવના સાથે ચડાવ ઉતારનાં સંયોગો, બદલી, બરતરફીનાં સંયોગો. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે હળવું ફાયદાકારક સપ્તાહ નીવડશે. સ્ટેશનરીઝ તેમજ વૂડન ઉત્પાદનાં ઓદ્યોગિક એવમ વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. પરિવારમાં મતભેદની શકયતા. ગૃહિણીઓ તથા નિવૃતો, છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 12 ત્થા 16 ડિસે. સાધારણ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
કર્ક

સ્વગૃહી શનિ વાળા જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે, તેમજ સ્થાનફેરની સંભાવનાઓ. વિદેશ રહેતાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. હેવી મશીનરીઝનાં ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાંસ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે લાભ મળવાંનાં સંયોગો. ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તેમજ સરકારી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે, સંભવ કાળજી રાખવી. ખાનગી-સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ અર્ધ પ્રતિકુળ સપ્તાહ. મહિલા કર્મી,ગૃહિણીઓ, નિવૃતો, સ્ટુડેંટ્સ માટે સાનુકુળ સપ્તાહ. 14, 16 ડિસે. મધ્યમ રહેશે.

વૃશ્ચિક

સેલેબલ પર્શન, જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકુળ સપ્તાહ. કુરીયર કાર્ગો એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. પ્રિંટ્સ, કાગળ, પ્રકાશન એકમનાં જાતકો ત્થા સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત ઓદ્યોગિક એકમ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ વાળુ જણાશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહે પરિવાર જનો કે સગાં સાથે હળવાં વાદ વિવાદના સંયોગો. નિવૃત, ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 12 ડિસે. સામાન્ય નીવડશે.

મીન

પરિશ્રમી વર્ગ એવમ કારીગર વર્ગ માટે આ આખુ સપ્તાહ કામકાજથી વ્યસ્ત તથા લાભકારી જણાશે. આ સપ્તાહ દરમ્યાન આવકના નવા સ્ત્રોત મળવાનાં સંયોગો. જુનાં કરજમાંથી મુક્ત થવાંના તેમજ જુની ઉઘરાણી પાકવાનાં પણ સંયોગો. ઉતાવળીયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું નીવડશે. સરકારી ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે ઉત્તમ સપ્તાહ. 12 ત્થા 15 ડિસે. મધ્યમ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.