મેષ
ધાતુ તથા અગ્નિ સંબંધિત ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે અનેક પ્રકારે લાભદાયી નીવડશે. ખાણ -ખનીજ એકમનાં જાતકો તથા હેવી મશીનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. છુટક, નાનાં વ્યાપારી માટે હજુ આ સપ્તાહ પણ હળવુ લાભકારી રહેશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. ખાનગી નોકરીયાતો માટે આ સપ્તાહ પણ ભાગદોડવાળુ ત્થા વ્યસ્ત જણાશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે નિરાંતવાળુ એવમ લાભકારી સપ્તાહ. 28 29 એપ્રીલ નાં દિવસો સાધારણ જણાશે.
વૃષભ
ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું રહેશે. કૃષિ, બાગ કે વન્ય સંપદાનાં જાતકો માટે લાભકારી સપ્તાહ.
તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે જથ્થાબંધ વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા સાનુકુળ જણાશે. અન્ય છુટક તથા ફેરી વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ એવમ ફાયદાકારક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. બઢતીની સંભાવનાં યથાવત. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી જણાશે. મધ્યમ વર્ગ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. પ્રથમ મેનો દિવસ મધ્યમ રહેશે.
મિથુન
દરેક પ્રકારનાં કાપડ, રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી ત્થા વ્યસ્ત રહેશે.
ઉદ્યોગ- ધંધા- વ્યવસાય હેતું પ્રવાસ થવાંની શકયતાઓ. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ વ્યસ્ત જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક જણાશે. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 26 એપ્રીલ તથા 1 મે સરેરાશ નીવડશે.
કર્ક :
લો એન્ફોર્સમેંટ નાં તમામ વિભાગનાં કર્મચારીઓ અધિકારીઓ માટે આ સપ્તાહ દોડધામ વાળુ તથા વ્યસ્ત રહેશે. ચાંદીનાં વ્યાપારી સમેત ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે. સેલેબ્રીટી, સેલેબલ જાતકો, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ રાબેતા મુજબ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત પરંતુ લાભદાયક નીવડશે. નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મચારી-કર્મીઓ તથા છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 1 મે નો દિવસ મધ્યમ રહેશે.
સિંહ
નવાં ઉદ્યોગ ધંધા વ્યવસાય નાં પ્રારંભ માટે આ સપ્તાહ ખુબ લાભકારક અને ભાગ્યશાળી નીવડશે. નાના તથા ટૂંકા ગાળાનાં રોકાણકર્તાઓ માટે લાભદાયક સપ્તાહ. લીગલ શેરબજારનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ.તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક જણાશે. જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભકારી નીવડશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ બહુ લાભકારી એવમ સાનુકુળ નીવડશે. 30 એપ્રીલ તેમજ 1 મે નો દિવસ સામાન્ય રહેશે.
કન્યા
સરકારી ક્ષેત્રે, અલગ અલગ વિભાગનાં તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તેમજ ચડાવ ઉતાર વાળું રહેશે તેવી સંભાવના, સાથોસાથ બદલી થવાંનાં પણ સંયોગો. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ, જ્યારે મોટા એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ખર્ચાળ નીવડશે. મોટા વ્યાપાર -વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. જથ્થાબંધ એવમ છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. 29 એપ્રીલનો દિવસ જ સામાન્ય રહેશે.
તુલા
કાપડ–ફેબ્રીકસ, રેડીમેડ ગાર્મેંટ્સનાં ઓદ્યોગિક તેમજ વાણિજ્ય એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ સાનુકુળ નીવડશે. ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે તેવી શકયતાઓ. આ સિવાયનાં તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ ધમાલીયું નીવડશે. વ્યાપાર–વાણિજયનાં તમામ પ્રકારનાં એકમોનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત એવમ સાનુકુળ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. મહિલા કર્મી-કર્મચારીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. કેવળ, 30 એપ્રીલ એવમ 1 મે સરેરાશ નીવડશે.
વૃશ્ચિક
ઈલેક્ટ્રીક્લ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિકસ પ્રોડકટ્સનાં ઉત્પાદકો વ્યાપારી જાતકો માટે સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે. દરેક પ્રકારનાં પબ્લીસીટી એકમોનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક એવમ તકો વાળું જણાશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા લાભદાયક નીવડશે. છુટક તથા નાનાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અને સામાન્ય રહેવાંનાં સંયોગો. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ નીવડશે. 25, 28 એપ્રીલનાં દિવસો સાધારણ નીવડશે.
ધન
સીઝનલ વ્યાપારીઓ તથા હર્બલ ક્ધજ્યુમર્સ પ્રોડકટ્સનાં એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક રહેવાંની સંભાવનાં. ઈલેક્ટ્રીક્લ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે. વાયદા બજાર, શેર બજાર, સટ્ટાનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ.અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા હળવું લાભદાયી. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા અકબંધ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. 30 એપ્રીલ 1 મે મધ્યમ નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
હેવી મશીનરીઝ અને તેનાં સ્પેર પાટર્સ બનાવતાં એકમોનાં જાતકો , તથા મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી સાથે ભાગદોડ વાળુ નીવડશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ તથા સેલેબલ વ્યક્તિઓ માટે હજુ આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. અન્ય, ઓદ્યોગિક એકમો તથા વ્યાપાર-વાણિજયનાં તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તેમજ સરકારી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. મહિલા કર્મીઓ/ કર્મચારીઓ,ગૃહિણીઓ, નિવૃતો, સ્ટુડેંટ્સ માટે આ સપ્તાહ પણ ફાયદાકરક. 25 ત્થા 26 એપ્રીલનાં દિવસો જ મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
શેર બજાર, વાયદાબજાર કે અવૈધ સટ્ટા/જુગાર સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ નીવડશે. બેંક તેમજ ફાઈનાંસ કંપની જેવાં એકમ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય જણાશે. જાહેર ક્ષેત્રની એવમ સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ને વ્યસ્ત નીવડશે. નાના એકમો જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક. મોટા તેમજ જથ્થાબંધ વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ દોડધામ વાળું જણાશે. ખાનગી ક્કર્મચારીઓ માટે હળવું લાભકારી સપ્તાહ. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 27 એપ્રીલ, 1 મે સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન
ગમ, રેઝિન, ઓર્ગેનિક કલર્સ એવમ ટીંબર માર્ટ, સનમાઈકા ઉત્પાદનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. નાનાં ઉદ્યોગ તેમજ કુટિર- ગૃહ ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ જણાશે. ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. અન્ય વ્યાપારીઓ તેમજ નાના ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ લાભકારક નીવડશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. 30 એપ્રીલનો દિવસ સાવ સામાન્ય જણાશે.