rashi
ટ્રાંસપોર્ટેશંસ, અને ટ્રાવેલ એજંસીનાં જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ તથા વ્યસ્ત નીવડશે. પરિશ્રમી વર્ગ, તમામ કારીગર વર્ગ તથા તમામ શિલ્પીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. છુટક, નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ હળવુ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સામાન્ય નીવડશે. ખાનગી નોકરીયાતો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તેમજ વ્યસ્ત નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ સાનુકુળ અને હળવું લાભદાયક નીવડશે. 14 તથા 15 એપ્રીલનાં દિવસો સાવ સામાન્ય જણાશે.
વૃષભ
કૃષિ પેદાશ તથા કૃષિ રીલેટ્ડ પ્રોસેસ્ડ ઉત્પાદ તેમજ પ્રવાહી પેય ઉત્પાદન એકમ તથા કેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાનાં સંયોગો. તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે જંથ્થાબંધ વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક નીવડશે. અન્ય છુટક તથા ફેરી વ્યાપારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક તથા ભાગદોડ વાળુ નીવડશે. ખાનગી એવમ સરકારી શિક્ષકો, સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક જણાશે. સરકારી કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે મધ્યમ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 11 તથા 17 એપ્રીલનાં દિવસો સામાન્ય રહેશે.
મિથુન
શિક્ષકો, આધ્યાપકો, પ્રાધ્યાપકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે, સ્ક્રેપ, ભંગાર, કે રીસાયકલીંગ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.ખાનગી એકાઉંટ, ખાનગી મેનેજમેંટ એકમ તથા પ્રિંટ અને પબ્લીકેશન એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ. તમામ કદનાં ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ ચડાવઉતાર વાળુ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક જણાશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર અને મિલનનાં સંયોગો. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 12 તથા 15 એપ્રીલના દિવસો સામાન્ય નીવડશે.
કર્ક
આ સપ્તાહ દરમ્યાન તમામ વર્ગ ત્થા વિવિધ વિભાગ તથા વિવિધ પદના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ માટે દોડધામ થવાંની શક્યતાઓ સાથે ચડાવ ઉતાર આવવાંનાં પણ સંયોગો તેમજ બદલી બઢતીનાં પણ સંયોગો. જુની ઉઘરાણી પાકવાનાં સંયોગો. તમામ કદનાં ઓદ્યોગિક એકમ ત્થા માટે આ સપ્તાહ હળવું લાભકારી અને વ્યસ્ત નીવડશે. વ્યાપારી- વાણીજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. છુટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ લાભકારી રહેશે. ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવુ વ્યસ્ત તેમજ લાભકારી રહેશે. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 17 એપ્રીલનો દિવસ સાધારણ નીવડશે
સિંહ
કુટુંબ-પરિવારમાં સંપ-સુમેળ–એકતા પ્રગાઢ થવાના સંયોગો. આકસ્મિક ધન લાભની શકયતાઓ તથા તેનાં જેવાં અન્ય સંયોગો સમેત અન્ય પ્રકારનાં લાભો મળવાંની શકયતાઓ. ફકત ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના ઓદ્યોગિક ત્થા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ થોડું ઉતાર ચડાવ વાળુ રહેશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી એકમ ના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક જણાશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ખાનગી ક્ષેત્રનાં તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે, સાથે બઢતીના સંયોગો. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી એવમ સાનુકુળ નીવડશે. 17 એપ્રીલ હળવી પ્રતિકુળ રહેશે.
કન્યા
બેંક, વીમા કંપની જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. સાથો સાથ નવી તકો પણ મળશે. તેમજ પ્રમોશનનાં સંયોગો. આંગડીઆ, કાર્ગો એવમ કુરીયર એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભકારી જણાશે તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વણિજનાં તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત પરંતુ પ્રોગ્રેસીવ નીવડશે. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ સાનુકુળ નીવડશે. અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે સાથે પ્રમોશનની શકયતાઓ. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ફકત 12 એપ્રીલ નો દિવસ જ અર્ધ-સામાન્ય નીવડશે.
તુલા
હોટેલ, રેસ્તોરાં તેમજ ડ્રાય-પેકીંગ ફૂડ પ્રોડકટ્સનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ એવમ અર્ધ -સાનુકુળ નીવડ્શે. ઓટો મોબાઈલ્સ, ગેરેજ, કલર ત્થા તેને સંબંધિત કેમિક્લ્સનાં ઓદ્યોગિક– વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડવાનાં સંયોગો. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. આ સિવાયનાં તમામ ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર–વાણિજયક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક જણાશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ દોડધામ વાળું જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. કેવળ, 14 એપ્રીલ સાધારણ નીવડશે.
વૃશ્ચિક
હોટેલ, રીસોર્ટ, રેસ્તોરાં, ઈવેંટ મેનેજમેંટ, ફાસ્ટ ફૂડ એકમ એવમ કેટરીંગ સર્વિસીઝ, ટુર એંડ ટ્રાવેલ એજંસીઝ જેવાં ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. કાયદો-વ્યવસ્થા વિભાગનાં જાતકો માટે આ સપ્તાહ પણ બહુ લાભદાયક તેમજ બઢતિ વાળુ જણાશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. નાના મોટા તમામ વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે સાથે દોડધામ પણ રહેશે. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારક તેમજ વ્યસ્ત જણાશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 16 એપ્રીલ જ સાધારણ રહેશે.
ધન
હેવી મશીનરી ઉદ્યોગ એકમ, મેટલ ઉદ્યોગનાં જાતકો, એવમ સ્પેર પાર્ટ્સ ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક સાબીત થશે. જમીન મકાન ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ રહેશે. અન્ય, તમામ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા અજંપા વાળુ જણાશે. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા અકબંધ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 14 એપ્રીલનો દિવસ જ સામાન્ય તથા પ્રતિકુળ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહ દરમ્યાન, વિદેશાગમન, લાંબા પ્રવાસ તેમજ સ્થળાંતર કે સ્થાનફેરની સંભાવનાઓ. વિદેશમાં સ્થાયી થયેલા જાતકો માટે સરેરાશ સપ્તાહ. ટ્રાવેલ્સ, ટ્રાંસ્પોર્ટેશ્ન્સ એકમનાં જાતકો ત્થા હેવી મશીનરીઝનાં ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાંસ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે ભાગદોડ સાથે લાભ મળવાંનાં સંયોગો. કુટિર- ગૃહ ઉદ્યોગનાં જાતકો તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તેમજ સરકારી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે, સંભવ કાળજી રાખવી. ખાનગી-સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ અર્ધ પ્રતિકુળ સપ્તાહ. મહિલા કર્મી,ગૃહિણીઓ, નિવૃતો, સ્ટુડેંટ્સ માટે સાનુકુળ સપ્તાહ. 15, 16 એપ્રીલ મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
ધાતુ તથા સ્ક્રેપનાં તથા જુની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત એશોસિયેટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. આયાત નિકાસનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. મોટા તેમજ જથ્થાબંધ વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. નાનાં વ્યાપારી લાભકર્તા સપ્તાહ. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે દોડધામવાળું સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. તથા 14, 15 એપ્રીલ સાધારણ જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા કોમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન્સ ઈંટરનેટનાં સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રનાં લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે લાભદાયી સપ્તાહ. રીયલ જવેલરીઝનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી. ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય વ્યાપારીઓ તેમજ નાના ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભકર્તા જણાશે. કેવળ 12,13 14 એપ્રીલ સાધારણ નીવડશે.