મેષ
રોશની, રંગ, તથા રસાયણના જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ ચડાવ ઉતથાર વાળુ નીવડશે. ઈંઘણ પર્દા તથા જવલનશીલ પર્દા નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી જણાશે. નાના ઓદ્યોગિક એકમ તથા પેકીંગ મટીરીયલ્સનાં ઉત્પાદકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો, વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું હળવું લાભકારક રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર શે. ૧૬, ૧૯ ફેબ્રુઆરી જ સામાન્ય રહેશે.
વૃષભ
ફાસ્ટ ફૂડ, પેકીંગ- પ્રોસેસ્ડ ફૂડનાં ઓદ્યોગિક/ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. નાના મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા લાભ મળવાંના સંયોગો. મધ્યમકદનાં વ્યાપાર વણિજ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેવાંનાં સંયોગો. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતથા અને સા સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. ૧૬, ૧૭ ફેબ્રુઆરી સામાન્ય જણાશે.
મિથુન
સાહિત્ય ક્ષેત્રે તથા અખબાર કે અન્ય પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ જાતકો- શિક્ષકો માટે આ સપ્તાહ પણ લાભદાયક તથા હળવું ભાગદોડ વાળું જણાશે. નાના મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડશે. તમામ વ્યાપારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જોવા મળશે. જથ્થાબંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે.
સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ઉચ્ચાધિકારીઓએ વિશેષ કાળજી રાખવી. ગૃહિણીઓ, મહિલા કર્મીઓ તથા નિવૃત લોકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૧૯,૨૦ ફેબ્રુઆરી મધ્યમ રહેશે.
કર્ક
આ સપ્તાહે વિશેષ તો મોટી ફાર્માસીઝ તેમજ કેમિકલ્સ એકમનાં જાતકો માટે બહુ લાભદાયક નીવડવાંનાં સંયોગો. કોઈ પણ પ્રકારનાં એંજીનીયરીંગ એકમનાં જાતકો/ એંજીનીયર્સ માટે આ સપ્તાહ લાભકારી તેમજ વ્યસ્ત જણાશે. ટ્રાવેલ્સ, હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે.
અન્ય ઓદ્યોગિક તેમજ વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. વિધ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયક સપ્તાહ ૧૬ તથા ૧૯ ફેબ્રુઆરી સાધારણ જણાશે.
સિંહ
ફુડ બેવરેજીસ, હોટેલ રેસ્ટોરાં, ઢાબાનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી ત વ્યસ્ત જણાશે. કુટિર તથા નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.
અન્ય ઓદ્યોગિક તથા જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા લાભદાયક રહેશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ પણ લાભદાયી. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા સામાન્ય જણાશે. ગૃહિણી તથા મહિલા કર્મીઓ, નિવûતો, છાત્રો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૧૫ તથા ૧૭ ફેબ્રુઆરી સામાન્ય જણાશે.
કન્યા
આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભની સાથો સાથ જાવકનાં પણ સંયોગો પણ એટલા જ બને છે, આથી, યામતિ નિર્ણય લઈ વહીવટ વ્યવહાર કરવાં. તેમજ નવા કામકાજ શરુ કરવાં. નીચસ્થ બુધ કે નીચસ્થ બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ મહદ અંશે લાભદાયી જણાશે, ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. કલા–વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતથા વધવાંના સંયોગો. પ્રવાસની સંભાવના. ૧૭, ૧૯ તથા ૨૦ ફેબ્રુઆરીનાં દિવસ સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.
તુલા
ધંધા વ્યવસાયમાં આ સપ્તાહ દરમ્યાન કેટલાક અણધાર્યા લાભ વાંનાં સંયોગો. ફેશન તથા ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ રીલેટેડ ઓદ્યોગિક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર-વણિજ તથા સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું મધ્યમ તથા વ્યસ્ત પણ રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિક લોકો, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૭ તથા ૨૦ ફેબ્રુઆરી અતિ લાભદાયક નીવડશે.
વૃશ્ચિક
આ સપ્તાહે, લાંબા સમયી વણસી ગયેલા સંબંધોમાં સુમેળ વાંની સંભાવના. નવા વાહનની ખરીદી વાંની સંભાવના. પ્રવાહી તત્વનાં ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. શેર બજાર, સટ્ટા નાં જાતકો માટે આ સપ્તાહ પણ અતિ પ્રતિકુળ નીવડશે. અન્ય, ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવુ લાભકારી જણાશે. સરકારી કર્મચારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. બઢતીનાં સંયોગો યાવત. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. મિત્રો સ્નેહીઓ તરફી હળવો સહકાર યાવત. છાત્રો, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. ફકત, ૧૯ ફેબ્રુઆરી સામાન્ય રહેશે.
ધન
આ સપ્તાહ દરમ્યાન ભાગદોડ તેમજ હળવાં ચડાવ ઉતથાર જોવાં મળવાંનાં સંયોગો. શેર બજાર તથા કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે પણ આ સપ્તાહ ર્આકિ રીતે ફાયદાકારક જણાશે. અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા વાંનાં સંયોગો. આ સપ્તાહે સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૧૫ તથા ૧૯ ફેબ્રુઆરી સરેરાશ રહેશે. (પન્નોતિી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
હ્યુજ મેગા પ્રોજેકટ્સ મોટાં ઓદ્યોગિક કે વર્કશોપ પ્રકારનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા ફાયદા કારક નીવડશે. શેર, સટ્ટો, કોમોડીટીનાં જાતકો માટે હજુ આ સપ્તાહ પણ અતિ સામન્ય જણાશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ વ્યાપાર–વ્યવસાય એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત,તથા સાનુકુળ નીવડશે. છુટક વ્યાપારી તથા મધ્યમ વર્ગનાં જાતક માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે જણાશે. વિધ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક નીવડશે. ફકત ૧૫ ફેબ્રુઆરીનો દિવસ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
રાજકીય તેમજ જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ પ્રસિદ્ધ વ્યક્તિઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. શનિપ્રધાન સંત, મહંતો, કાકારો, સાહિત્યકારો, ફિલ્મી કલાકારો એ વિશેષ કાળજી રાખવી. અન્યા વાયરલ વાંનાં સંયોગો. તમામ કદનાં ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા વ્યસ્ત નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. સગાંઓ દ્વારા સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૧૯,૨૦ ફેબ્રુઆરી ખુબ લાભદાયી જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
કોમોડીટી, વાયદાબજારનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. નાના મોટા તમામ ઉદ્યોગ- વ્યાપાર- વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક તથા પ્રગતિકારક નીવડશે. શૈક્ષણિક સંસ્થા તથા સેવાકીય સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી એવમ બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. કુટુંબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. ધંધા વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ વાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. ફકત ૧૫, ૧૮ ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય નીવડશે.