મેષ

001 1

અગ્નિ તત્વનાં પદાર્થો જેવાં કે પેટ્રોલિયમ ઉત્પાદ,  કોલસો,  ત્થા અન્ય ઈંઘણ પદાર્થ કે  અન્ય જવલનશીલ (પ્રવાહી પદાર્થ)નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે.  આ સિવાયનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તમામ પ્રકારનાં વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત  એવમ લાભદાયક જણાશે.  સામાજીક ત્થા સંસ્થાકીય વહીવટી કાર્યોમાં રૂકાવટ આવવાના સંયોગો. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી રહેશે. અર્ધ સરકારી-ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. પરિવારમાં નાના મોટા ખટરાગ છતાં સુમેળતા એવી ને એવી રહેશે.  વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ.  ૧૧ તથા ૧૨ ફેબ્રુઆરી  મધ્યમ જણાશે.

વૃષભ

002 1

અગ્નિ સંબંધિત કોઈ પણ ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમ તથા ફૂડ ઈંડસ્ટ્રીઝ રેસ્તોરાંનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. રેડીમેડ ગાર્મેંટ્સનાં નાના ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ નાનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી જણાશે. અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે. રીટેઈલર્સ માટે લાભદાયક સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૫ તથા ૬ ફેબ્રુઆરી સાધારણ નીવડશે.

મિથુન

003 1

ફૂડ ઈંડસ્ટ્રીઝ રેસ્તોરાંનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી નીવડશે.   વિવિધ કલા, લલિત કલા તથા સાહિત્ય ક્ષેત્રે  સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  નાના ઔદ્યોગિક એકમનાં જાતકો તથા નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.

બેંકીંગ વિમા ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  સર્વિસ બિઝનેશના જાતકો માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે યાત્રા-પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ૭ ત્થા ૧૧ ફેબ્રુઆરી  સામાન્ય નીવડશે.

કર્ક

004 1

શીપીંગ કંપની સાથે જોડાયેલ  તમામ જાતકો તથા ફિશીંગ કંપની સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યવ્સ્ત, તથા હળવું લાભદાયક નીવડશે. મરીન એંજીનીયરીંગ/ બાંધકામનાં જાતકો  માટે સારુ સપ્તાહ. ફુડ  બેવરેજીસના વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ સાનુકુળ નીવડશે.  વ્યાપારી-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. સર્વિસ બિઝનેશ તથા પ્રોફેશન્લ્સ ફર્મનાં જાતકો આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રનાં તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ઉતમ રહેશે.  અભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મીઓ અને સંતાનો માટે સુંદર સપ્તાહ. ૧૦ ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય જણાશે.

સિંહ

005 1

કુટિર ઉદ્યોગ ( હસ્ત) તથા નાનાં નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે,  સાથો સાથ  હળવો આકસ્મિક ધન લાભ થવાંની સંભાવના.  ફાર્મસી/ કેમિકલનાં જાતકો માટે આ સપ્તાહે પણ દોડધામ રહેશે.  અન્ય ઓદ્યોગિક તથા જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું કે અલ્પ લાભદાયક જણાશે.  સખત પરિશ્રમ વાળા  ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ લાભકારક  નીવડશે. ટલ્લે ચડી ગયેલા કામકાજ આ સપ્તાહે આગળ વધશે. માતા-પિતા સાથે  હળવી ઉગ્ર ચર્ચા વિચારણાં થવાની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે  વિશેષ કાળજી રાખવી. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૯ તથા ૧૨ ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય જણાશે.

કન્યા

006 1

આ સપ્તાહ દરમ્યાન  લાંબા સમયથી વણસી ગયેલા નજીકી સંબંધોમાં સુમેળ થવાંની સંભાવના. નવા બાઈક તથા કારની ખરીદી થવાંની સંભાવના. નાના કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.

અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો  તથા  જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભકારક નીવડશે.   રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ  હળવું હળવું લાભકારી જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ વ્યસ્ત  જણાશે. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ  પણ સાનુકુળ નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૮ તથા ૧૦ ફેબ્રુઆરી સાધારણ રહેશે.

તુલા

007 1

જાહેર ક્ષેત્ર તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ–સેલીબ્રીટી માટે આ સપ્તાહ  પણ પ્રતિકુળ રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે દરમ્યાન અનેક અણધાર્યા ફાયદા જણાશે. હોમ ડેકોર તેમજ ઈંટીરીયર ડેકોરેશન સંબંધિત આર્ટીકલ્સનાં ઉત્પાદક, વ્યાપારીઓ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે વ્યાપાર વણિજ, સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવું લાભકારી નીવડશે.  સરકારી–અર્ધ સરકારી ક્ષેત્રનાં તમામ કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત અને દોડધામ વાળુ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ, છાત્રો માટે સાનુકુળ સપ્તાહ.  ૧૧ તથા  ૧૨ ફેબ્રુઆરી મધ્યમ રહેશે.

વૃશ્ચિક  

008 1

નીચસ્થ  શુક્ર મંગળ વાળા  દુષિત મંગળ, શુક્ર વાળા  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. શેર બજાર, સટ્ટા તથા અવૈધ ધંધા વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ નીવડશે. નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ તથા વ્યસ્ત રહેશે. સરકારી કર્મચારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ તથા ફાયદાકારક નીવડશે સાથોસાથ બઢતીનાં સંયોગો. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે આસપ્તાહ સાનુકુળ જ જણાશે.  સગાં તથા સ્નેહી સાથે નાની નાની ગેરસમજ થવાંના સંયોગો. અંગત મિત્રો તરફથી હળવો સહકાર મળશે.  યુવાવર્ગ માટે થોડો પરિશ્રમ વાળુ સપ્તાહ.  છાત્રો, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે. ૮ તથા ૧૧ ફેબ્રુઆરી સાધારણ રહેશે.

ધન

009 1

કુટિર (હસ્ત) તેમજ  નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ સાથોસાથ હળવું ફાયદાકરક નીવડશે. કાગળ, સ્ટેશનરી, પ્રિંટીંગ રીલેટેડ ઉદ્યોગ વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. રીટેઈલર્સ, પરિશ્રમી છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી. અન્ય, ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ ફાયદાકારક નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ,  સહકાર યથાવત રહેશે.  મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે.   ૧૨ ફેબ્રુઆરી મધ્યમ રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

મેગા કંસ્ટકશંસ, હેવી મશીનરી તથા વિદ્યુત સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક કે વર્કશોપ પ્રકારનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ફાયદા કારક નીવડશે. શેરબજાર સટ્ટો, કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ પણ અતિ સરેરાશ રહેશે. મધ્યમ કદનાં વ્યાપાર વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત, લાભકારી જણાશે. અન્ય તમામ કદનાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે.   વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ  હળવું ફાયદાકારક નીવડશે.  ૭ ફેબ્રુઆરીનો દિવસો સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રસિદ્ધ વ્યક્તિ  તથા સેલેબલ પર્શનાલીટી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ જણાશે.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત, દોડધામ વાળુ તથા અનેક રીતે ફાયદાદાયક નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે બદલીની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આર્થિક લાભ સાથે ચડાવ વાળુ સપ્તાહ નીવડશે.  કુટુંબીજનો કે સગાંઓ વચ્ચે અણસમજ જેવું થાય પરંતુ સાથ–સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા મહિલા કર્મીઓ, ગૃહિણઓ માટે આ સપ્તાહ લાભદાયી જણાશે.   ૭ તથા ૧૨ ફેબ્રુઆરી જ સરેરાશ રહેશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

012 1

આયુર્વેદીક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. સરકારી એવમ ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલ શિક્ષકો, અન્ય કર્મીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવું લાભકારી નીવડશે. આકસ્મિક લાભનાં સંયોગો. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. ગ્રેઈન  ગ્રોસરીઝનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભદાયી રહેશે. અન્ય વ્યાપારીઓ માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ  વ્યસ્ત ત્થા સાનુકુળ  નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી નીવડશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે.  ૧૨  ફેબ્રુઆરીનો દિવસ સાધારણ રહેશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.