મેષ
મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અગ્નિ તત્વને લઈ કોઈ પણ વિધ્ન આવવાની સંભાવના. વિદ્યુત ઉત્પાદ, રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. આ સિવાયના વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૨૨ ૨૩ મેનાં દિવસ મધ્યમ રહેશે.
વૃષભ
ફાસ્ટ ફૂડ, પેકીંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધા માટે આ સપ્તાહ દરમ્યાન મંદીનુ વાતાવરણ જોવા મળશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. ૨૦, ૨૧, ૨૨ મે સામાન્ય જણાશે.
મિથુન
સરકારી તેમજ ખાનગી કે ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલયો, કોલેજ સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે, નીચસ્થ બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ સંભાળવું. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. અન્ય સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. ૧૭, ૧૯ તથા ૨૦ મે નાં દિવસો મધ્યમ રહેશે.
કર્ક
મોટા ખાસ કરીને ફાર્મા કે કેમિકલ ક્ષેત્રના જાતકો માટે નબળુ સપ્તાહ નીવડશે. સાથે ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી કે માલિક માટે સાધારણ સપ્તાહ. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે લાભકારક સપ્તાહ. વ્યાપાર વણિજના જાતકો માટે સપ્તાહ. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયી સપ્તાહ ૧૯,૨૦ તથા ૨૧ મેનો દિવસ સાધારણ જણાશે.
સિંહ
નાના કે કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું ફાયદાકરક નીવડશે. જાહેર ક્ષેત્રનાં જાતકો, સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. તેમજ બોલીને સંબંધો બગડવાંના સંયોગો. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. દિનાંક ૧૮, ૨૦ ત્થા ૨૨ નાં દિવસો દોડધામ વાળા રહેશે.
કન્યા
આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભની સાથોસાથ વ્યયના સંયોગો પણ બને છે. આથી, યથામતિ નિર્ણય લેવાં, નવાં કામકાજ શરુ કરવાં. નીચસ્થ બુધ કે નીચસ્થ બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ અલ્પાંશે લાભદાયી નીવડશે, પરંતુ વાણી પર કાબુ રાખવો હિતાવહ. ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. કલા વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો. પ્રવાસની સંભાવના. ૨૦ ત્થા ૨૧, ૨૩ મેનાં દિવસો સામાન્ય ને પ્રતિકુળ રહેશે.
તુલા
આ સપ્તાહ દરમ્યાન કેટલાક અણધાર્યા લાભ થવાનાં સંયોગો જોવા મળશે. ફેશન તથા ફેબ્રીક, ફોટોગ્રાફી રીલેટેડ કોઈ પણ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડ શે. વ્યાપાર-વણિજ તથા સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. કુટુંબ પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિક લોકો, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૦ તથા ૨૩ મેનાં દિવસો લાભકારક જણાશે.
વૃશ્ચિક
સ્વગૃહી કે દિગ્બલી, સ્થાનબલી મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે. અડધા અધુરા રહેલ કામકાજને વેગ મળવાંના સંયોગો. અગ્નિ સંબંધિત તમામ પ્રકારના કે પ્રક્રિયા ધરાવતાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ તથા લાભદાયી સપ્તાહ. વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. વણસેલાં સંબોંધો સુધરતાં જણાશે. નજીકનાં મિત્રો સ્નેહીઓ તરફથી હળવો સહકાર મળશે. યુવાનો, છાત્રો, ગૃહિણી તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. ૨૩મે નો દિવસ જ સાધારણ રહેશે.
ધન
આ સપ્તાહ અનેક રીતે લાભકારક નીવડશે, ખાસ કરીને કોમોડીટી, ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક પરંતુ સંઘર્ષયુકત જણાશે. અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા થવાંનાં સંયોગો. આ સપ્તાહે સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૧૭ ૧૮ ૨૨ મેનાં દિવસો સરેરાશ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહે પણ પન્નોતિનો પ્રતાપ વર્તાશે, આથી નવા કામકાજ સમજી વિચારીને કરવાં અથવા જરુર લાગે ત્યાં નિષ્ણાંતોની સલાહ સૂચન અનુસાર કામકાજ કરવાં. મોટા કે લોખંડ સંબંધિત ઉયોગ ધંધાનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રતિકુળ સપ્તાહ. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હજુ આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાનાં સંયોગો. ૨૧ તથા ૨૨, ૨૩ મે સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
રાજકીય, જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. સંત મહંતો એ વિશેષ કાળજી રાખવી, અન્યથા વાયરલ થવાંનાં સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. કુટુંબીજનો કે સગાંઓ દ્વારા સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧૮, ૧૯,૨૨ મેનાં દિવસો હળવાં લાભદાયી જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક તથા પ્રગતિકારક નીવડશે. શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ખાનગી સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. કુટુબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. વ્યવસાય હેતુ દોડધામ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. ફકત ૨૧ તથા ૨૨ મેના દિવસો અર્ધ-સામાન્ય નીવડશે.