મેષ
મોટો મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો એવમ નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો કોઈને કોઈ પ્રકારે વિશેષ લાભ મળવાંની સંભાવના. વિદ્યુત કે સોલાર ઊર્જા સંબંધિત તમામ ઉત્પાદકો તથા રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે બદલી તેમજ બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૨૦,૨૧ જાન્યુઆરીનાં દિવસો મધ્યમ રહેશે.
વૃષભ
જલ તત્વ તથા શિતલ પેય અને પેય પદાર્થોનાં ઓદ્યોગિક કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક રીતે લાભકારક નીવડશે. પરિશ્રમી, કારીગર વર્ગ- શિલ્પી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી. મોટા ઓદ્યોગિક તથા વ્યાપાર-વાણિજયનાં એકમ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડીયું જણાશે. ગેરેજ એવમ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. પરિવાર કે સગાં દ્વારા સાથ સહકારના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, મહિલા કર્મીઓ, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૮, ૧૯ સામાન્ય જાન્યુઆરી રહેશે.
મિથુન
તમામ પ્રકારનાં ખાદ્ય કેનિંગ ફૂડ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકીંગ ફૂડ સંબંધિત ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું મંદીવાળુ રહેશે.ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. જાહેર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ સારુ સપ્તાહ. ૧૭, ૨૧ જાન્યુઆરી સામાન્ય જણાશે.
કર્ક
જલ તત્વ સંબંધિત ફુડ બેવરેજીસ એકમનાં ઓદ્યોગિક -વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. ફાર્મસી, તથા ફાર્મા કેમિકલ્સ કે તેને સંબંધિત એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી કે માલિક માટે અતિ સાધારણ સપ્તાહ. અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. છુટક-નાનાં વેપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. મિત્રો, સ્નેહી દ્વારા સાથ સહકારનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. ૨૨ જાન્યુઆરી સામાન્ય રહેશે.
સિંહ
હસ્ત કલાંનાં ઔધોગિક વ્યાપારી એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ટુર ટ્રાવેલ્સ એજંસીઝ તથા હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો તથા પબ્લીક ટ્રાસ્પોર્ટેશંસનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. મોટા તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. નાના વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મિત્રો તરફથી સાથ સહકારના યથાવત. વર્કીંગ વૂમન, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૨૨ તથા ૨૩ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય જણાશે.
કન્યા
આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભો તથા તકો મળવાંની સાથે એટલા જ જાવકનાં પણ સંજોગો બને છે. આથી, યથામતિ વહીવટ વ્યવહાર લેવાં. ઉદ્યોગ-ધંધાનાં નવાં કામકાજ શરુ કરવાં માટે આ સપ્તાહ સાનુકુળ અને લાભકારી નીવડશે. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ ખુબ ખુબ સાનુકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડશે. કલા સંબંધિત તમામ વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો. ગૄહિણી, મહિલા કર્મી માટે સાનુકુળ સપ્તાહ ૨૦ ત્થા ૨૧ જાન્યુઆરી સામાન્ય રહેશે.
તુલા
ઈમીટેશન્સ જવેલરીઝ એકમનાં જાતકો, ફર્નીશીંગ ફેબ્રીકસનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક નીવડશે. આ સપ્તાહ દરમ્યાન સર્વિસ બિઝનેશનાં જાતકો માટે વ્યસ્ત રહેવાનાં સંયોગો. ખાનગી એકાઉંટસ અને એકાંટંસી ફર્મઝનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ લાભદાયક નીવડશે. આ સપ્તાહે પણ છુટક વ્યાપારી માટે લાભકારી તેમજ દોડધામ પણ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક અને વ્યસ્ત નીવડશે કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૧૭ તથા ૨૦ જાન્યુઆરી સાધારણ નીવડશે.
વૃશ્ચિક
કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ અધિકારીઓ–કર્મચારીઓ તેમજ સરકારી–ખાનગી વકીલો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં ઊચ્ચાધિકારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. આ સિવાયનાં અન્ય કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ અને વ્યસ્ત રહેશે. મોટા ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું પણ ફાયદાકારક નીવડશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. ફકત ૨૩ જાન્યુઆરી સાધારણ નીવડશે .
ધન
મરીન એંજીનીયરીંગ એકમનાં જાતકો, શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક રહેશે. તેમજ રીયાલ્ટી ક્ષેત્રે બિલ્ડીંગ મટીરીયલ્સનાં વિક્રેતા તથા ઉત્પાદકો માટે આ સપ્તાહ આંશિક રીતે લાભકારી જણાશે. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીનાં કોઈ પણ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાવાળુ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો આ સપ્તાહ હળવું ફાયદાકારક જણાશે. ૨૨ જાન્યુઆરીનો દિવસ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહ, મહેનતુ લોકો તેમજ પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગનાં તમામ જાતકો માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે સાથો સાથ આવકની નવી નવી તકો ને સ્ત્રોત મળવાની સંભાવના. જુની લેણી-ઉઘરાણી પાકવાની સંભાવનાં. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે પરંતુ સાથોસાથ ભાગદોડ વાળું પણ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે. ૧૭ તથા ૧૮ જાન્યુઆરી સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
આર્યન વર્ક, લેથ વર્ક, ગેરેજ વર્કસ, રીપેરીંગ મેઈનટેઈંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. શેર બજાર, કોમોડીટી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે. ટ્રાન્સપોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક જણાશે.નાના મોટા તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ તેમજ વ્યસ્ત નીવડશે. છુટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ પણ હળવું લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ આંશિક રીતે લાભકારી પણ નીવડશે. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, સંતાનો, માટે આ સપ્તાહ હિતકારી રહેશે. ૧૮, ૨૨, જાન્યુઆરી સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન-પરિશ્રમ-ઉદ્યમ.)
મીન
ખાનગી શરાફી પેઢી સમેત નોન બેંકીંગ ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો ત્થા ખાનગી મેનેજમેંટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સરેરાશ તથા વ્યસ્તતા રહેવાનાં સંયોગો. હેવી હયુજ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ને વ્યસ્ત નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ તથા કામકાજ વાળુ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ કામકાજવાળુ રહેશે તેમજ બઢતીનાં સંયોગો યથાવત. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક રહેશે. ૨૨ જાન્યુઆરી સામાન્ય નીવડશે.