મેષ
બેંકીગ સ્ટાફ, નાણાકીય સલાહકારો, વીમ એજન્ટ્સ કે ઓફિસર્સ, ખાનગી એકાઉંટ ફર્મ ઈત્યાદી નાં જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે, સાથો સાથ નવી તકો પણ મળશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક જણાશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૨ તથા ૩ ઓકટોબર નાં દિવસો સામાન્ય રહેશે.
વૃષભ
કાગળ, તમામ પ્રકારની પ્રિંટ્સ, તથા પ્રકાશન એકમનાં જાતકો એવમ સ્ટેશનરી સંબંધિત ઉદ્યોગ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભકારક નીવડશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. સેલેબલ પર્શન તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કુરીયર એકમ તેમજ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયી નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પણ પરિવાર જનો કે સગાં સાથે હળવાં વાદ વિવાદના સંયોગો બને છે. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૮ સપ્ટે. તથા ૩ ઓકટો નાં દિવસો સામાન્ય નીવડશે
મિથુન
ખાનગી શૈક્ષણિક એકમ તથા નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ જણાશે. બનાવટી આભૂષણનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. આયાત નિકાસનાં નાના મોટા એકમનાં તથા ક્લીયરન્સ એજંસીનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરળ ને સાનુકુળ નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળમાંથી સાથ સહકારના સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે ફાયદાકારક સપ્તાહ. નિવૃતો, છાત્રો માટે મધ્યમ સપ્તાહ રહ્શે. ૨૯ સપ્ટેમ્બર તથા ૧ ઓકટોબરનાં દિવસો સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.
કર્ક
સ્વગૃહી ગુરુ તેમજ ઊચ્ચસ્થ ગુરુ તથા વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ફાયદાકારક નીવડશે, સાથોસાથ આકસ્મિક લાભ થવાં/મળવાંનાં સંયોગો. કોમોડીટી, શેરબજાર કે સટ્ટાનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ જણાશે. મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ ગતિકારક તથા પ્રગતિકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. કુટુબીજનો તરફથી અણધાર્યો સાથ સહકાર મળવાનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ફકત ૩ ઓકટોબર જ અર્ધ-સામાન્ય નીવડશે.
સિંહ
સ્વગૃહી સૂર્ય વાળા જાતકો તેમજ સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. આ સપ્તાહ દરમ્યાન ધંધા વ્યવસાયમાં અણધાર્યા લાભ થવાંની શકયતાઓ. ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ તથા ફેશન રીલેટેડ ઓદ્યોગીક -વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. અન્ય ઔદ્યોગિક, વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ રહેશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. કુટુંબ પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિક ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૭ તથા ૩૦ સપ્ટેમ્બરનો દિવસ અતિ લાભદાયક નીવડશે.
કન્યા
શીપીંગ એકમ તેમજ ફિશીંગ એકમનાં તથા મરીન એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. અગ્નિ સંબંધિત ફુડ બેવરેજીસનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. બનાવટી તથા સુવર્ણ રત્નાભુષણનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભકારી રહેશે. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. ઉચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨, ૩ ઓકટોબરનાં દિવસો સામાન્ય નીવડશે
તુલા
કેમિકલ્સ એકમનાં જાતકો તેમજ ફાર્માકેમિક્લ્સ એકમનાં જાતકો માટે ,આ સપ્તાહ લાભદાયક નીવડવાનાં સંયોગો. મેટલ પાર્ટસનાં ઉત્પાદકો તથા વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી કે માલિક માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સનાં તમામ જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે સાનુકુળ સપ્તાહ. ૨૭ સપ્ટે તથા ૨ ઓકટો સાધારણ જણાશે.
વૃશ્ચિક
ગૃહ ઉદ્યોગ તેમજ નાનાં નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ ફાયદાકરક નીવડશે, સાથે ધંધા માટે નવાં અવસરોના સંયોગો સાંપડશે. જથ્થાબંધ વ્યાપાર તેમજ દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે. ગોથે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળશે. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. નિવૃતો, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ૨૮, ૨૯ સપ્ટેમ્બર સામાન્ય રહેશ
ધન
કેંદ્રાધિદોષ ત્થા સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારનાં .લાભ મળવાંની સાથોસાથ વ્યયના સંયોગો પણ એટલા જ દેખાય છે, આથી, યથામતિ નિર્ણય લઈ વહીવટ કરવો. ઓદ્યોગીક તેમજ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કોમોડીટી તથા રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ રહેશે આથી સમજી વિચારીને આગળ વધવું. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા છાત્રો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ૨૯, ૩૦ સપ્ટે. લાભદાયક નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહે પન્નોતિનો દુ:પ્રભાવ જોવા નહિં મળે, આથી આ સપ્તાહે, અડધા અધુરા રહેલા કામકાજ તાત્કાલિક પૂરા નાખવાં. જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી. નવો બિઝનેશ શરુ કરવાં માટે પ્રતિકુળ સમય ગાળો. ઓદ્યોગિક તેમજ વ્યાપાર વાણિજયના તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ તથા ફાયદાકારક નીવડશે. હેવી-હયુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટ કંપનીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મી માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે. ૧ તથા ૨ ઓકટોબર સાવ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
અગ્નિ સંબંધિત કે પછી આગ્નેય ક્રિયા–પ્રક્રિયા ધરાવતી તમામ મશીનરીઝ એવમ તેનાં પ્રત્યેક પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક નીવડશે. કેમિકલ તથા ફાર્માકેમિકલ્સ યુનિટનાં જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ હોતા હળવા હાથે કરવું.શેર બજાર કોમોડીટી માટે હજુ આ સપ્તાહ નબળુ રહેશે.અન્ય ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે સંઘર્ષપૂર્ણ સપ્તાહ રહેશે. સરકારી કર્મચારી વર્ગ માટે બરતરફી અથવા વિવાદનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૨૮ તથા ૩૦ સપ્ટેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા લાભદાયી રહેશે. ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.વિશેષ તો, માટી, ક્રોકરી, સીરેમીકસ, સમેત બિલ્ડીંગ મટીરીયલ્સનાં વ્યાપાર- વાણિજય ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક નીવડશે. ફેશન, ફેબ્રીક કોસ્મેટીક ઉદ્યોગ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભકર્તા જણાશે. સરકારી કર્મચારી વર્ગ માટે સારુ સપ્તાહ. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદો આપશે. કુટુબ – પરિવાર સુમેળ અકબંધ રહેશે. છાત્રો, મહિલાકર્મીઓ તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ફકત ૩ ઓકટોબરનો દિવસ સાધારણ રહેશે.