મેષ
ધાતુ સંબંધિત ઉદ્યોગ, તેમજ હેવી મશીનરી સંબંધિત ઉદ્યોગ સમેત અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું રહેશે. જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ સપ્તાહ. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ૨૮ જુલાઈ ૧ ઓગ્સ્ટનાં દિવસો સાધારણ જણાશે.
વૃષભ
પ્રવાહી જલીય ઉત્પાદ તેમજ ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત તમામ નાના મોટાં એકમના જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારે આર્થિક લાભ તથા તકો મળવાંના સંયોગો. આ સિવાયનાં ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડુ ઘણું ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે. રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૯ તથા ૩૧ જુલાઈ નાં દિવસો સાધારણ નીવડશે.
મિથુન
સરકારી ક્ષેત્રનાં અલગ અલગ વિભાગનાં તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાંનાં, તથા બદલી થવાંના કે સ્થળાંતર થવાના સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે. ૨૭, ૨૯, ૩૧ જુલાઈનાં દિવસો સામાન્ય રહેશે.
કર્ક
સરકારી શૈક્ષણિક સંસ્થા તથા અન્ય વિભાગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેવાંનાં સંયોગો. સાથે બઢ્તી સાથે બદલીના પણ સંયોગો જણાય છે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ. મધ્યમ રહેશે. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારી રહેશે. ૧ ઓગસ્ટ સામાન્ય જણાશે.
સિંહ
પિતની તાસીર વાળા જાતકો આ સપ્તાહ દરમ્યાન વિશેષ કાળજી લેવી. કારણ, આ દિવસોમાં આરોગ્ય બગડવાંની શકયતા જણાય છે. જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ નીવડશે. અવૈધ સંબંધો તથા વહિવટ વાળા જાતકોએ વિશેષ સાચવવું. નાનાં તેમજ કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા ફાયદાકારક નીવડશે. વ્યાપાર વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે અર્ધ મધ્યમ સપ્તાહ. નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ સુખદાયક નીવડશે. ૨૭ તથા ૩૧ જુલાઈ સામાન્ય રહેશે.
કન્યા
આ રાશિનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે, સાથોસાથ, નિરાંતવાળું તેમજ સુખદાયી જણાશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભવાળું રહેશે. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવા માર્ગ તથા નવી નવી તકો સાંપડશે. અર્ધ સરકારી ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સાથે બઢતી બદલીના સંયોગો પણ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે.સગાં, મિત્રો, સ્નેહી તરફથી આર્થિક સાથ સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ ખુબ જ આનંદદાયી રહેશે. .
તુલા
કાપડ–ફેબ્રીકસ, રેડીમેડ ગાર્મેંટ્સ તથા ફેશન એસેસરીઝ તેમજ કોસ્મેટીકનાં ઓદ્યોગિક તેમજ વાણિજ્ય એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. કોઈ પણ જાહેર ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક તથા પબ્લીક ફિગર માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. ૩૧ જુલાઈ સાધારણ જણાશે.
વૃશ્ચિક
નવો ધંધો કે તેને સંબંધિત કામકાજના પ્રારંભ માટે આ સપ્તાહ પણ ખુબ જ લાભકારક નીવડશે. સાથે નવા ટૂંકા ગાળાનાં રોકાણ માટે, આ સપ્તાહ ફાયદાકારક રહેશે. અગ્નિ અને ધાતું સંબંધિત હેવી મશીનરી ઉદ્યોગ, તથા પરિશ્રમ ધરાવતાં વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ ફાયદાકારક તથા વ્યસ્ત રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. નજીકનાં સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ. ૩૧ જુલાઈ અતિ સરેરાશ રહેશે
ધન
હેવી મશીનરી, તથા મોટા ઉદ્યોગ તથા અન્ય ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ હ્ળવું ફાયદાકારક નીવડશે. તદુપરાંત જુગાર, રીયાલ્ટી, શેર બજાર કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ નીવડશે. ઓટોમોબાઈલના સ્પેરપાર્ટ્સ કે ધાતુ સંબંધિત વ્યાપારી જાતકો તથા ફેરી કરતાં, ગલ્લા પર વ્યાપાર કરતાં પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે અર્ધ-સાધારણ સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. ૩૧ જુલાઈ — ૧ ઓગસ્ટ સાધારણ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
મલ્ટીલેવલ માર્કેટીંગ્સ તથા બાઓ-ઓર્ગેંનિક તથા હર્બલ ક્ધજ્યુમર્સ પ્રોડકટ્સનાં કોઈ પણ એકમના તમામ જાતકો માટે ભાગદોડ વધી જવાંની સંભાવનાં. ગાર્મેંટ્સ તથા ફેશન રીલેટેડ જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમો તથા સર્વિસ બિઝનેશ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ખાનગી તથા સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- પ્રતિકુળ જણાશે. અવૈધ વહીવટથી ખાસ સંભાળવું. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨૮, ૩૦ જુલાઈ તથા ૧ ઓગસ્ટ મધ્યમ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
કાપડ્–ફેબ્રીક ફેશન, રેડીમેડ ગાર્મેંટ્સ તેમજ કોસ્મેટીકસ, ડેકોરેશન્સ અને લાઈટીંગ્સ સંબંધિત ઓદ્યોગિક તેમજ વાણિજય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. હેવી મશીનરીઝ ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ફાયદાકારક નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા સામાન્ય નીવડશે. કુટુંબ તથા મિત્રો-સહેલીઓ તરફથી સાથ સહકારના સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૩૦ જુલાઈ તથા ૧ ઓગસ્ટ સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
સિઝનલ બિઝનેશનાં જાતકો તેમજ કોમોડીટી, શેર બજાર, રીયાલ્ટી બિઝનેશ તથા શીપીંગ કંપનીના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ફાયદાકારક નીવડશે, ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશ ના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય પરંતુ સાનુકુળ રહેશે. અધુરા કામકાજ પૂરા થતાં જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મધ્યમ તથા નાના વર્ગના તમામ જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ફકત, ૨૯ જુલાઈ સરેરાશ રહેશે.