મેષ
ઉદ્યોગ ત્થા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયી નીવડશે. કમીશન ગ્રેઈન મર્ચટ, જથ્થાબંધ તથા છુટક વ્યાપાર ક્ષેત્રે મંદીનો હળવો માહોલ જોવા મળશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કેમિકલ તથા પેરા મેડીકલ, મેડીકલ, ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે હળવા ચડાવ ઉતાર આવવાં તથા કોઈ વિવાદ થવાંની સંભાવના. હોટેલ ટુરીઝ્મ ઈંડસ્ટ્રીઝ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વિજ્ઞાનની તમામ શાખાના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. ૮ ત્થા ૧૦ જુલાઈનાં દિવસો સામાન્ય રહેશે.
વૃષભ
કૌટુંબિક તથા પારિવારીક સુખ, શાંતિ તથા એકતામાં વધારે પ્રગાઢ થવાના સંયોગો. આકસ્મિક ધન લાભનાં તથા તેનાં જેવાં અન્ય સંયોગો સમેત તેમજ અન્ય પ્રકારનાં લાભો મળવાંની સંભાવના. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે. ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના જાતકો માટે આ સપ્તાહ થોડું ચડાવ ઉતાર વાળુ રહેશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ તથા તકલીફવાળુ રહેવાની સંભાવના. ૬ ત્થા ૧૦ જુલાઈ નાં દિવસો જ સામાન્ય રહેશે.
મિથુન
આ સપ્તાહ દરમ્યાન હળવાં હળવાં પરિશ્રમ સાથે સતત દોડાદોડ થવાંનાં સંયોગો. અગાઉ બોલીને બગડી ગયેલા સંબંધો સુધરવાંનાં સંયોગો. નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ચડાવઉતાર વાળુ જણાશે. ખાનગી એકાઉંટ, મેનેજમેંટ–તથા પ્રિંટ અને પબ્લીકેશન એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ટ્રાવેલ્સ તથા ટ્રાંસ્પોર્ટેશંસના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. બહારી સંબંધોમાં સાચવવું. પરિવારમાં સાથ સહકાર અકબંધ રહેશે. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. ૭ તથા ૯ જુલાઈના દિવસો સાધારણ રહેશે.
કર્ક
આ સપ્તાહે, અગાઉ વણસી ગયેલા જુનાં સંબંધો સુધરી જવાંનાં સંયોગો. કર્ક રાશિના જાતકોએ આ સપ્તાહ માટે કોઈ પણ પ્રકારનાં જુગાર, કંડા કુડી તથા સટ્ટો, શેર બજારથી દુર રહેવું. અધુરા રહેલા ધંધાદારી કાર્ય પૂર્ણ થઈ જવાંની સંભાવના. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. નાના ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ સાથે લાભદાયી જણાશે. ફેશન ફેબ્રીક તથા કોસ્મેટીકનાં જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. ૧૧ જુલાઈ મધ્યમ જણાશે.
સિંહ
આ સપ્તાહે ધધા વ્યવસાય હેતું ભાગદોડ તથા પ્રતિકુળતાં રહેવાંની સંભાવના. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. કમીશન મર્ચટ અને બ્રોકર્સ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર તથા પ્રતિકુળતા વાળુ નીવડશે. ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાધારણ નીવડશે. વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે. રાજકીય તથા જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે, સાથે વાદ વિવાદોથી દુર રહેવું. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૫ ૧૦, તથા ૧૧ જુલાઈનાં દિવસો અર્ધ મધ્યમ જણાશે.
કન્યા
એકાઉંટ તથા મેનેજમેંટ ફર્મ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ઈવેંટ મેનેજમેંટ ત્થા કેટરીંગ સર્વિસીઝ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે. પરંતુ છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક જ રહેશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૭ તથા ૮ જુલાઈનાં દિવસો સરેરાશ રહેશે.
તુલા
કાયદો-વ્યવસ્થા વિભાગ તથા સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં ઉચ્ચાધિકારી પદ પર સેવાં બજાવતા જાતકો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ અને શ્રેયકર નીવડશે. ક્ધસલ્ટન્સી-સર્વિસ બિઝનેંશના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. વ્યાપાર વણિજ તથા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક રહેશે. રત્નાભુષણ તથા કોસ્મેટીક ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી કર્મચારી વર્ગ માટે સપ્તાહ સારુ રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ૧૧ જુલાઈનો દિવસ મધ્યમ જણાશે.
વૃશ્ચિક
આ સપ્તાહ દરમ્યાન અનેક જગ્યાએથી હકારાત્મક તથા ફાયદાકરક કામકાજ મળવાંના સંયોગો. રહેશે ઉદ્યોગ ધંધાના નવા કામકાજ કે શરુઆત તથા સરકારી કામકાજ જેવાં કે દસ્તાવેજી કાર્ય માટેનું આ સપ્તાહ સાનુકુળ નીવડશે. હેવી હ્યુજ મશીનરીનાં ઉદ્યોગ તથા વ્યાપાર નાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી તથા સુરક્ષા કર્મી માટે આ સપ્તાહ હ્ળવુ પ્રતિકુળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. મિત્રો સાથે મતભેદ થવાંનાં સંયોગો. વિજ્ઞાન શાખાનાં પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ વિદ્યાર્થી, તથા ગૃહિણી, મહિલાકર્મીઓ, નિવૃતો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ જણાશે. ૧૦ જુલાઈનાં દિવસે વિશેષ સાચવવું.
ધન
નીચસ્થ ગુરુ વાળા જાતકો આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. આ સપ્તાહે પણ માનસિક શાંતિ જણાશે. ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ફાયદાકારક સાબીત નીવડશે. રીયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. છુટક વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. શેર બજાર માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેવાનાં સંયોગો. પરિશ્રમી જાતકો માટે લાભકર્તા સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૭ તથા ૮ જુલાઈ માર્ચ સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહ દરમ્યાન ખાનગી તેમજ સરકારી નોકરીયાત વર્ગ માટે, હળવી હળવી તકલીફો જણાશે. આ સપ્તાહ દરમ્યાન પરિવારમાં મોસાળ તથા સાસરા પક્ષે હળવા કલેશ કે ખટરાગ રહેવાંની શકયતાઓ. વાહન હંકારવામાં કાળજી રાખવી. નાના નાના ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ અર્ધ-સાધારણ જણાશે. હેવી વ્હીક્લ્સનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. સરકારી એવમ ખાનગી શૈક્ષણિક એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. પરિવાર જનો તથા મિત્રોને સહકાર આપવાંનાં સંયોગો. ૮, ૧૦ ત્થા ૧૧ જુલાઈ મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
સાહિત્યકારો, લેખકો, પ્રકાશકો માટે આ સપ્તાહ ખુબજ ફાયદાકારક નીવડશે. લલિત કલા તથા તેને સંબંધિત તમામ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. તમામ પ્રકારના ઉદ્યોગ એકમ તથા નાના મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. કોસ્મેટીક એકમના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાતવર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવારમાં સુમેળ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, છાત્રો, નિવૃતો, માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. ૧૧ જુલાઈ સાધારણ જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
જથ્થાબંધ તથા છુટક વ્યાપાર-વણિજનાં એકમના જાતકો તેમજ ધાર્મિક-આધ્યાત્મિક જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળું રહેશે. ખનીજ કે મિનરલ્સનાં વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સંઘર્ષ વાળુ રહેશે. કંસ્લટંસી તથા સર્વિસ બિઝનેશનાં જાતકો આ સપ્તાહ ફાયદાકારી નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. ૫, ૬ તથા ૯ જુલાઈ મધ્યમ રહેશે.