મેષ
ઈનોર્ગેનિક કેમિક્લ્સના જાતકો માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું રહેશે. કૃષિ, બાગ, વન્ય સંપદા ના જાતકો માટે લાભકારી સપ્તાહ. તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી. વ્યાપાર વણિજ ક્ષેત્રે જથ્થાબંધ વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા સાનુકૂળ જણાશે. અન્ય છૂટક તથા ફેરી વ્યાપારીઓ માટે સાનુકુળ એવમ લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે, સાથો સાથ બઢતીની સંભાવના ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ-લાભકારી નીવડશે. મધ્યમ વર્ગ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 31 ડિસે. મધ્યમ રહેશે.
વૃષભ
ધાતુ તથા અગ્નિ સંબંધિત ઔદ્યોગિક એકમ કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક સમસ્યા વાળું નીવડશે. હેવી મશીનરી સંબંધિત ઔદ્યોગિક એકમ તથા અન્ય ઔદ્યોગિક એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ. તેમજ જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. છૂટક, નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ભાગદોડવાળું તથા વ્યસ્ત નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતા છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે નિરાંત વાળું એવમ લાભકારી સપ્તાહ. 28 29 ડિસે. સાધારણ જણાશે.
મિથુન
લો એન્ફોર્સમેંટના તમામ વિભાગનાં કર્મચારીઓ અધિકારીઓ માટે આ સપ્તાહ દોડધામ વાળુ તથા વ્યસ્ત રહેશે. ચાંદીના વ્યાપારી સમેત ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે. સેલેબ્રીટી, સેલેબલ જાતકો, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ રાબેતા મુજબ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત પરંતુ લાભકારી નીવડશે. નિવૃત્તો ગૃહિણીઓ, મહિલા-કર્મીઓ તથા છાત્રો માટે સાનુકૂળ સપ્તાહ. 31 ડિસે.મધ્યમ રહેશે.
કર્ક
દરેક પ્રકારના કાપડ, રેડીમેડ ગાર્મેંટ્સ તથા ફેશન એસેસરીઝ, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત તમામ નાના મોટા ઔદ્યોગિક એવમ સેવાકીય,વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી ત્થા વ્યસ્ત રહેશે. ઉદ્યોગ- ધંધા- વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાની શકયતાઓ. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતકો તેમજ વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ વ્યસ્ત જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક જણાશે. ગૃહિણીઓ તથા નિવૃત્ત, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 27, 31 ડિસેમ્બર સરેરાશ નીવડશે.
સિંહ
સરકારી ક્ષેત્રે, અલગ અલગ વિભાગના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તેમજ ચડાવ ઉતાર વાળું રહેશે, સાથોસાથ બદલી થવાના પણ સંયોગો. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ, જ્યારે મોટા એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ખર્ચાળ નીવડશે. મોટા વ્યાપાર -વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. જથ્થાબંધ એવમ છૂટક વ્યાપાર તથા ફેરી કરતા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃત્તો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. 29 ડિસે. સામાન્ય રહેશે.
કન્યા
નવાં ઉદ્યોગ ધંધા વ્યવસાય નાં પ્રારંભ માટે આ સપ્તાહ ખૂબ લાભકારક અને ભાગ્યશાળી નીવડશે. નાના તથા ટૂંકા ગાળાના રોકાણકર્તાઓ માટે લાભદાયક સપ્તાહ. લીગલ શેરબજારનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ.તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક જણાશે. જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભકારી નીવડશે. છૂટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 30, 31 ડિસે. સામાન્ય રહેશે.
તુલા
ઈલેક્ટ્રીક્લ એવમ ઈલેક્ટ્રોનિકસ પ્રોડકટ્સના ઉત્પાદકો વ્યાપારી જાતકો માટે સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે. પબ્લીસીટી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ વ્યસ્ત એવમ સાનુકુળ સાનુકૂળ. જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા લાભદાયક નીવડશે. છૂટક તથા નાનાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી. ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અને સામાન્ય રહેવાના સંયોગો. નિવૃત્તો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ નીવડશે. 25, 28 ડિસે. સાધારણ નીવડશે.
વૃશ્ચિક
યાર્ન, કાપડ–ફેબ્રીકસ, રેડીમેડ ગાર્મેંટ્સના ઔદ્યોગિક તેમજ વાણિજ્ય એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ સાનુકૂળ નીવડશે. ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ. આ સિવાયના તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ ધમાલિયું નીવડશે. વ્યાપાર–વાણિજયનાં તમામ પ્રકારના એકમોનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત એવમ સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ. મહિલા કર્મીઓ, નિવૃત્તો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. 30, 31 ડિસે. સરેરાશ નીવડશે.
ધન
જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ તથા સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ દોડધામ વાળું જણાશે હેવી મશીનરીઝ અને તેનાં સ્પેર પાટર્સ બનાવતાં એકમોનાં જાતકો તથા મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે, સાથે ભાગદોડ વાળું નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમો તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. મહિલા કર્મીઓ ગૃહિણીઓ, નિવૃતો, સ્ટુડેંટ્સ માટે આ સપ્તાહ પણ ફાયદાકરક. 25 ત્થા 26 ડિસે.મધ્યમ રહેશે.
મકર
સીઝનલ વ્યાપારીઓ તથા હર્બલ ક્ધજ્યુમર્સ પ્રોડકટ્સનાં એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે ઈલેક્ટ્રીકલ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે. વાયદા બજાર, શેર બજાર, સટ્ટાના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ.અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત તથા સાનુકૂળ સપ્તાહ. કુટુંબી જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 30, 31 ડિસે. મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
ગમ, રેઝિન, ઓર્ગેનિક કલર્સ એવમ ટીંબર માર્ટ, સનમાઈકા ઉત્પાદના જાતકો માટે હળવું લાભકારી સપ્તાહ. નાનાં ઉદ્યોગ, કુટિર- ગૃહ ઉદ્યોગના જાતકો માટે લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. ગ્રેઈન ગ્રોસરીઝના વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. અન્ય વ્યાપારીઓ તેમજ નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વ્યસ્ત એવમ પ્રતિકૂળ સપ્તાહ. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. 30 ડિસે. અતિ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન
– સેલેબ્રીટી જાતકો માટે હજુ આ સપ્તાહ પણ પ્રતિકૂળ. આ સપ્તાહે પણ કોમોડીટી, શેર બજાર, અવૈધ સટ્ટા/જુગારથી ખાસ સંભાળવું. બેંક તેમજ ફાઈનાન્સ કંપની જેવા એકમ સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય જણાશે. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે સાનુકૂળ અને વ્યસ્ત સપ્તાહ. નાનાં ઔદ્યો. એકમના જાતક માટે આ પ્રતિકૂળ સપ્તાહ.મોટા તેમજ જથ્થાબંધ વ્યાપારનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ.નાનાં વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 26, 31 ડિસે. સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)