મેષ (અ,લ,ઈ)
મેષ (અ,લ,ઈ)
પ્રિંટીંગ, ઓફસેટ ગ્રાફિકસ પ્રિંટીંગ્સ એકમનાં જાતકો એવમ સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો એવમ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી/ખાનગી વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. બેંકીગ ક્ષેત્રના જાતકો માટે મધ્યમ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે ખુબ જ લાભદાયક સપ્તાહ. સરકારી તેમજ ખાનગી એકમના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન સગાં સાથે હળવાં હળવાં વાદ વિવાદનાં સંયોગો. નિવૃત તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 4 ફેબ્રુઆરીનો દિવસ જ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
વર્ષોથી વણસી ગયેલાં નજીકી સંબંધોમાં સુમેળતા આવવાંનાં સંયોગો. નવા વાહનો જેવાં કે બાઈક તથા કારની ખરીદી થવાંનાં સારા સંયોગો. વાત એવમ પિતની મિશ્ર પ્રકૃતિ વાળાએ આરોગ્યની હળવી કાળજી રાખવી. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ આંશિક રીતે લાભકારક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. 3 તથા 4 ફેબ્રુઆરી સામાન્ય રહેશે.
મિથુન (ક,છ,ઘ)
અગ્નિ સંબંધિત કોઈ પણ ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમ તથા ફૂડ ઈંડસ્ટ્રીઝ રેસ્તોરાંનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. રેડીમેડ ગાર્મેંટ્સનાં નાના ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ નાનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી જણાશે. અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે. રીટેઈલર્સ માટે લાભદાયક સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 1 તથા 5 ફેબ્રુઆરી સાધારણ નીવડશે.
કર્ક (ડ,હ)
કુટિર ઉદ્યોગ એવમ નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે લાભદાયી સપ્તાહ. કૃષિ બાગાયતી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે. ગોથે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળવાંનાં સંયોગો. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. 3 તથા 5 ફેબ્રુઆરી સામાન્ય રહેશે
સિંહ (મ,ટ)
તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. જલ તત્વ સંબંધિત ઉત્પાદનાં ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે. રંગ, રસાયણનાં ઉત્પાદકોથી લઈને છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ પણ લાભદાયી. મેડીકલ- ફાર્મસીનાં છાત્રો, નિવૃતો તેમજ ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારુ નિવડશે. 5 ફેબ્રુઆરીનો દિવસ જ સામાન્ય રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
હેવી હ્યુજ મશીનરીઝ ધરાવતાં તથા વિદ્યુત સંબંધિત મોટાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તેનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્મા- કેમિકલ્સ ત્થા ફાર્માસ્યુટીક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું નીવડશે. બાકી, અન્ય, જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજકનાં તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. નાનાં છુટક, ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. વિદ્યાર્થીઓ નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. 4 ફેબ્રુઆરીનો દિવસ સાધારણ જણાશે.
તુલા (ર,ત)
સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ માટે સંઘર્ષ વાળું સપ્તાહ. બદલી થવાંનાં પણ સંયોગો. ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝ્નેશનાં જાતકો, ફાઈનાંસ એજન્સીઝ્નાં જાતકો તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે. મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયી નિવડશે. 5 ફેબ્રુઆરી મધ્યમ રહેશે
વૃશ્ચિક (ન,ય)
રીયાલ્ટી બિઝનેશ સાથે સંકળાયેલ જાતકો એવમ શેર બજાર, કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નિવડશે. હેવી મશીનરીઝ, એવમ ધાતુ ઉદ્યોગ સમેત અન્ય મોટા ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. અન્ય ઔદ્યોગિક, વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. છુટક વ્યાપારી, રીટેઈલર્સ, પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે ફાયદાકારક સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 2 તથા 5 ફેબ્રુઆરી મધ્યમ રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
ફેશન સંબધિત ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમનાં જાતકો તથા જાહેરાત સંબંધિત એજન્સીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ રહેશે. જાહેર ક્ષેત્ર તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ–સેલીબ્રીટી માટે પ્રતિકુળ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક અણધાર્યા ફાયદા જણાશે. વ્યાપાર, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે લાભકારક સપ્તાહ. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવારનો સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ. 2, 4 ફેબ્રુ.મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર (ખ,જ)
ખાનગી સીક્યોરીટીઝ કંપની/એજંસીઝનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. લો એન્ફોર્સમેંટ ડિપા.નાં કર્મચારીઓ માટે વ્યસ્ત સપ્તાહ. સાથોસાથ હળવું પ્રતિકુળ પણ. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં તમામ જાતકો માટે સામાન્ય સપ્તાહ. ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી અને નવી તકો વાળુ રહેશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તરફથી સહકાર તેમજ આર્થિક લાભનાં સંયોગો. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ લાભદાયી સપ્તાહ. 2 ફેબ્રુઆરી અર્ધ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ (ગ,શ,ષ)
સરકારી શૈક્ષણિક એકમ ત્થા ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. નાનાં નાનાં ઉદ્યોગ–ધંધા- નાં જાતકો શરુઆત માટે આ સપ્તાહ ખુબ જ લાભકારક અને સાનુકુળ નીવડશે. લાંબા ગાળાનાં રોકાણ માટે ફાયદાકારી સપ્તાહ. નાના મોટા તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડ્શે. નાના ત્થા છુટક તેમજ પરિશ્રમી ધંધા વ્યવસાયનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. કુટુંબથી સાથ સહકાર અકબંધ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. 31 જાન્યુઆરી સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન (દ,ચ,ઝ,થ)
પશુપાલન તથાડેરીનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. આયુર્વેદીક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે લાભકારી સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે. ખાણીપીણી એવમ રેસ્તોરાંનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી નીવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. 3 ફેબ્રુઆરી સાધારણ રહેશે
વૃષભ (બ,વ,ઉ)
ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકનાં ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય, ઉદ્યોગ ધંધા વ્યવસાયમાં આકસ્મિક લાભ થવાંનાં સંયોગો સર્જાય છે. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ અને લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના તમામ શ્રેણીનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે. કૌટુંબિક તેમજ પારિવારીક સુખ, શાંતિ તથા સુમેળતા વધારે ને વધારે પ્રગાઢ થવાના સંયોગો. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાંની સંભાવના. 10 ત્થા 11 ફેબનાં દિવસો જ સાધારણ રહેશે.
મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહે સખત પરિશ્રમ સાથે સતત ભાગદોડ થવાંનાં સંયોગો. અગાઉ બોલીને બગડી ગયેલા સંબંધો સુધરી જવાંનાં સંયોગો. નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું હળવુ ચડાવઉતાર વાળુ જણાશે. ખાનગી એકાઉંટ, મેનેજમેંટ ફર્મસ તથા પ્રિંટ અને પબ્લીકેશન એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. બહારી અવૈધ સંબંધોમાં સાચવવું. પરિવારમાં સાથ સહકાર અકબંધ રહેશે. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. 7 તથા 10 ફેબ મધ્યમ જણાશે
કર્ક (ડ,હ)
સટ્ટો, જુગાર, કડા કુડી, ગાળીયાઓથી તથા શેર બજારથી દુર રહેવું. ફેશન, ફેબ્રીક તથા કોસ્મેટીકનાં જાતક માટે લાભકારી સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન વર્ષ અગાઉ વણસી ગયેલા જુનાં સંબંધો સુધરવાંનાં સંયોગો. ઉદ્યોગ, ધંધા વ્યવસાય સંબંધિત અધુરા રહેલા કે અટકી ગયેલાં તમામ કામકાજ પૂરા થઈ જવાંની સંભાવના. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળુ જણાશે. છુટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ જણાશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ લાભકારી સપ્તાહ. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. 10 ફેબ સામાન્ય જણાશે.
સિંહ (મ,ટ)
ધંધા વ્યવસાય હેતું ભાગદોડ તથા હળવી પ્રતિકુળતા રહેવાંની સંભાવના. જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. કમીશન મર્ચટ અને બ્રોકર્સ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર તથા પ્રતિકુળતા વાળુ નીવડશે. ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાધારણ નીવડશે. વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે. રાજકીય તથા જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે, સાથે વાદ વિવાદોથી દુર રહેવું. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તથા સરકારી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ . 6, 10 ફેબ અર્ધ મધ્યમ જણાશે.
કન્યા (પ,ઠ,ણ)
સરકારી બેંક, ખાનગી ફાયનાંસ એકમ તેમજ એકાઉંટંસી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ઈવેંટ મેનેજમેંટ ત્થા કેટરીંગ સર્વિસીઝનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે. પરંતુ છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. 7 તથા 8 ફેબ સરેરાશ રહેશે.
તુલા (ર,ત)
લલિત કલા એવમ કારીગરી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. કાયદો-વ્યવસ્થા વિભાગનાં ઉચ્ચાધિકારીઓ, સમેત કર્મચારીઓ પદ માટે આ સપ્તાહ શ્રેષ્ઠ અને શ્રેયકર નીવડશે. ક્ધસલ્ટન્સી તેમજ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. વ્યાપાર વણિજ તથા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભકારી સપ્તાહ. મિત્રો, સગાં સ્નેહીઓ તરફ સાથ સહકાર મળવાંની સંભાવનાઓ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. 12 ફેબ સાધારણ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આ સપ્તાહ દરમ્યાન અનેક જગ્યાએથી હકારાત્મક તથા ફાયદાકરક ધંધાકીય તેમ ઓદ્યોગિક કામકાજ મળવાંના સંયોગો. ઉદ્યોગ ધંધાનાં નવા કામકાજની શરુઆત માટે આ સપ્તાહ યોગ્ય નીવડશે સાથોસાથ સરકારી કામકાજ જેવાં કે દસ્તાવેજી કાર્ય માટેનું આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી કર્મચારી તથા સુરક્ષા કર્મીઓ માટે આ સપ્તાહ હ્ળવુ પ્રતિકુળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. મિત્રો સાથે મતભેદ થવાંનાં સંયોગો. વિજ્ઞાન શાખાનાં પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ વિદ્યાર્થી, તથા ગૃહિણી, મહિલાકર્મીઓ, નિવૃતો માટે અર્ધ લાભકારી સપ્તાહ. 11 ફેબ સામાન્ય રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
સર્વિસ બિઝનેશનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. ઊચ્ચસ્થ ગુરુ વાળા જાતકો આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયનાં શિક્ષકો, કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. 10 ફેબ મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર (ખ,જ)
આ સપ્તાહે આવેગ અને ઉતાવળ પર કાબુ રાખવો. અન્યથા, નૂકશાન થવાંનાં સંયોગો. આ સપ્તાહ દરમ્યાન ખાનગી તેમજ સરકારી કર્મચારીઓ માટે, હળવી હળવી પ્રતિકુળતા જણાશે. પરિવારમાં મોસાળ કે સાસરા પક્ષે હળવા ખટરાગ થવાંનાં સંયોગો. વાહન હંકારવામાં કાળજી રાખવી. નાના નાના ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ અર્ધ-સાધારણ જણાશે. હેવી વ્હીક્લ્સનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. સરકારી એવમ ખાનગી શૈક્ષણિક એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. પરિવાર જનો તથા મિત્રોને સહકાર આપવાંનાં સંયોગો. 7 તથા 11 ફેબ. સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ (ગ,શ,ષ)
આ સપ્તાહે આરોગ્ય પ્રતિ સંભાળ રાખવી. કોમોડીટી, શેર બજાર તથા સટ્ટા બજારનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ એવમ ભાગદોડ વાળુ નીવડશે. સાથે ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો મળવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે, સાથોસાથો પ્રમોશન મળવાંનાં પણ સંયોગો છે. સગાં, કુટુંબીઓ સાથે સુમેળ સધાશે, તેમજ સાથ સહકાર પણ મળશે. છાત્રો, મહિલા કર્મચારી/ કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. 11, 12 ફેબ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન (દ,ચ,ઝ,થ)
ફ્રોઝન આહાર એવમ શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો માટે બહુ લાભકારી સપ્તાહ. પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા ફાયદાનાં સંયોગો, મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે હળવું લાભકારક સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નિવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. 10 ફેબ. સામાન્ય રહેશે.