મેષ
સરકારી વિભાગનાં ઊચ્ચાધિકારીઓ માટે ભાગદોડ વાળું ત્થા લાભકારી સપ્તાહ, સાથે બદલીનાં પણ સંયોગો. દરેક પ્રકારના નાના કે મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ પરંતુ દોડધામ વાળું રહેવાનાં સંજોગો. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ રીલેટેડ એજન્સીઝ, શરાફી પેઢી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક નિવડવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 7 ત્થા 10 જુન સામાન્ય રહેશે.
વૃષભ
ઓટોમોબાઈલ એક્મનાં જાતકો તથા ધાતુ સંબંધિત સ્પેરપાર્ટસનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી એવમ તકવાળું સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા વ્યસ્ત નીવડશે. નાનાં તથા પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ અને પરિશ્રમી જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. 7 તથા 11 જુનનાં દિવસો જ સાધારણ જણાશે.
મિથુન
પોર્ટ એવમ ઈંડ્રસ્ટ્રીયલ ટ્રાન્સપોર્ટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ રહેશે સાથો સાથ ફાયદાકારક પણ જણાશે. હેવી હયુજ અને પરિશ્રમ વાળા દરેક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સરેરાશ નિવડશે. કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભદાયક નિવડશે. 8 જુનનો દિવસ જ મધ્યમ રહેશે.
કર્ક
બેંક એવમ બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો ત્થા ખાનગી મેનેજમેંટ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાનાં સંયોગો. સલાહ સૂચન, માર્ગ-દર્શન પ્રદાન કરતાં તમામ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. છુટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસનાં સંયોગો. સુખ-શાંતિ, વૃદ્ધિનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, માટે આ સપ્તાહ પણ લાભદાયી. 8 જુન સામાન્ય રહેશે.
સિંહ
બ્રાંડેડ રેડીમેડ ગાર્મેંટ્સનાં આઉટલેટનાં જાતકો, તથા ફેશન એસેસરીઝ, શુ વેર્સનાં ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારક નિવડશે, ધંધાને લઈને ભાગદોડ કે પ્રવાસ રહેવાંનાં સંયોગો. વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રો-ક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદેય સપ્તાહ. વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકારના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નિવડશે. 5 તથા 9 જુન સાધારણ રહેશે.
શન ઉદ્યોગ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ, પ્રતિકુળ રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા ફાયદા કરાવશે. મધ્યમ કદના વ્યાપાર વણિજ, સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક. સંભાવના. પરિવાર સાથે સુમેળતા, સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ, ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સાનુકુળ સપ્તાહ 28 ફેબ્રુઆરી તથા 3 માર્ચનાં દિવસો મધ્યમ રહેશે.
તુલા
નાના કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો લાભકારી સપ્તાહ. વિદ્યુત સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક–વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. તથા ડેરી ફાર્મ એવમ મિષ્ઠાનનાં એકમનાં જાતકો માટે લાભકારક સપ્તાહ. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. પરિશ્રમી સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 9 જુનનો દિવસ સામાન્ય નીવડશે.
વૃશ્ચિક
ખાનગી શૈક્ષણિક એકમનાં જાતક માટે સરેરાશ સપ્તાહ. સરકારી શૈક્ષણિક એકમનાં શિક્ષકો ત્થા કર્મચારીઓ માટે પ્રમોશનની સંભાવનાં સાથે લાભકર્તા સપ્તાહ. લાભદાયી તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં તમામ મોટા મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભકારી નિવડશે. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે લાભદાયક સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે સાનુકુળ સપ્તાહ. 8 જુન સામાન્ય રહેશે.
ધન
ફેબ્રીક ફર્નીશીંગ એકમનાં ન ઓદ્યોગિક ત્થા વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કુટિર તથા નાના ઓદ્યોગિક એકમનાં જાતકો તથા છુટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ બહુ લાભકારક નિવડશે. આ સિવાયનાં અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી એકમનાં તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નિવડશે. પ્રમોશનનાં સંયોગો. સગાં સ્નેહીઓ તેમજ કુટુંબ-પરિવાર દ્વારા સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સપ્તાહ.
મકર
સીવીલ એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ આશિંક રીતે લાભદાયક નીવડશે. વિદ્યુત કે અગ્નિ સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ એવમ પ્રતિકુળ સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે દોડધામ વાળું તથા વ્યસ્ત સપ્તાહ. પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે ફાયદાકરક સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. 9 તથા 10 જુન સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
હસ્ત કલા એવમ કારીગરી/શિલ્પ ક્ષેત્રનાં જાતકો માટે લાભકારી સપ્તાહનાં સંયોગો. સૌંદર્ય પ્રસાધન તથા તેને સંબંધિત તમામ ઓદ્યોગિક તથા વ્યાપારી એકમોનાં જાતકો માટે આ સપ્તાહ તેજીલું અને ફાયદાકારક જોવા મળશે. અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ લાભદાયી સપ્તાહ. પરિવારમાં સુમેળતા યથાવત. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ. 10 જુન મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન
આ સપ્તાહે, જુના કામકાજનો નિકાલ આવશે. સાથે નવા કામકાજ અને તકો મળવાંની સંભાવનાઓ. દક્ષિણી વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ઓદ્યોગિક- વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે, સાથો સાથો પ્રવાસનાં સંયોગો. આ સિવાયનાં ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભકર્તા. 6 જુન મધ્યમ નિવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)