મેષ (અ,લ,ઈ)
મોટા ઉદ્યોગ તથા લોખંડ ધાતુ સંબંધિત મશીનરીઝનાં તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારનાં છુટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે નાની વાતે મનદુ:ખ થાય તેવાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૄહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. 22 તથા 24 સપ્ટેમ્બરનાં દિવસો સામાન્ય જણાશે.
વૃષભ (બ,વ,ઉ)
અધુરા રહેલા તમામ કામકાજમાં સફળતા મળતી જણાશે તથા વિલંબ થતાં કામકાજમાં ઝડપભેર નીવેડો આવવાનાં સંયોગો. આ સપ્તાહે પણ સ્થળાંતર કે સ્થાનફેરની સંભાવનાઓ. ગ્રેઈન મર્ચંટ, તથા જનરલ જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. આ સિવાયનાં અન્ય તમામ મોટા ઓદ્યોગિક એવમ વ્યાપાર–વણિજ એકમનાં જાતકો માટે પણ આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે. આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર તથા સગાં સ્નેહી તરફથી સાથ સહકાર. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 21, 25 સપ્ટેમ્બર સરેરાશ રહેશે.
મિથુન (ક,છ,ઘ)
ઊચ્ચસ્થ મંગળ + સ્વગૃહી બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ લાભદાયક નિવડશે. સર્વિસ બિઝનેશ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક જણાશે. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાંની સંભાવનાં. ગ્રેઈન ગ્રોસરી મર્ચટ્સ માટે આ સપ્તાહ હળવાં ચડાવ ઉતારની સાથોસાથ લાભકર્તા નીવડશે. દરેક કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ પરંતુ હળવું લાભકારી પણ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તેમજ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 25 સપ્ટેમ્બર સામાન્ય નીવડશે.
કર્ક (ડ,હ)
આ સપ્તાહ પણ સામાન્ય રીતે આ રાશિ માટે લાભદાયી તથા સુખ શાંતિ વાળું નીવડશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સનાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ભાગદોડ વાળું રહેવાંની સંભાવના. ઉદ્યોગ, ધંધા વ્યવસાયનાં પેંડીગ રહેલા કામકાજ પુરા થઈ જવાંનાં સંયોગો. અન્ય ઓદ્યોગિક એકમ તેમજ વાણિજય એવમ વ્યવસાયિક એકમ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. તદુપરાંત ધંધા-વ્યવસાયમાં નવી નવી તકો મળવાંની પણ સંભાવનાઓ. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન હળવાં આર્થિક લાભ સાથે બદલી બઢતીનાં સંયોગો. મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. 24 સપ્ટેમ્બરનો દિવસ જ અર્ધ મધ્યમ જણાશે.
સિંહ (મ,ટ)
આયુર્વેદ ચિકિત્સક, પ્રાકૃતિક ચિકિત્સક સમેત આયુર્વેદ તથા હર્બલ ફાર્મસીનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, સાથે અનેક નવી તક મળવાંનાં સંયોગો. જાહેર/રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. મોટા કદનાં તમામ પ્રકારનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ફાયદા થવાંની સંભાવના. વ્યાપાર-વાણિજયક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ ફાયદાકારક તથા સાનુકુળ નીવડશે. 21 તથા 23 સપ્ટેમ્બરનાં દિવસો સાધારણ રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ પણ અર્ધ લાભકારક નીવડશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. કુટિર ઉદ્યોગ એવમ નાનાં કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ ઠીકઠાક રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. 24, 25 સપ્ટેમ્બર સાવ સામાન્ય નીવડશે.
તુલા (ર,ત)
સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સપ્તાહ પણ સેલેબલ પર્શન માટે સાનુકુળ નિવડશે એવમ કુરીયર કાર્ગો એકમનાં જાતકો માટે લાભદાયી રહેશે મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવી દોડધામ વાળુ નીવડશે. નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ ફાયદા વાળુ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રનાં તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે સાથે બદલી બઢતીની સંભાવના. છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. 25 સપ્ટેંબર અર્ધ મધ્યમ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
ઓનલાઈન બિઝનેશ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકુળ નિવડશે. એડવર્ટાઈઝમેંટ એકમનાં જાતકો આ સપ્તાહ સાનુકુળ નિવડશે. મોટા કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જોવા મળશે. નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. 20 ત્થા 21 સપ્ટેંબર સાધારણ રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
તમામ સર્વિસ બિઝનેશ, ખાસ કરીને મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ એવમ લાભદાયક નિવડશે, સાથો સાથ વ્યવસાયમાં નવી તકો તેમજ લાભ સાંપડવાંનાં સંયોગો. ફેબ્રીક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ઉતાર ચડાવ વાળુ રહેશે. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ પ્રકારનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નિવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નિવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. 24 તથા 25 સપ્ટેંબરનાં દિવસો સાધારણ જણાશે.
મકર (ખ,જ)
કુટિર તેમજ નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડ વાળુ નીવડશે. પ્રિંટીંગ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સિવાયના, તમામ ઓદ્યોગિક એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. શિક્ષકો તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઊચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે ફકત, 24 સપ્ટે મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ (ગ,શ,ષ)
પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ પેટ્રોકેમિક્લ્સ, તથા રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાંનાં સંયોગો. અગાઉનાં, ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પૂર્ણ થવાંની સંભાવના. અન્ય તમામ ઔદ્યોગિક તેમજ તમામ વ્યાપાર–વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી રહેશે. 25 સપ્ટેંબર મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન (દ,ચ,ઝ,થ)
મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું જોવાં મળશે. ધાતુ ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેવાંના સંયોગો. વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી જણાશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ફક્ત, 24 સપ્ટેમ્બર સાધારણ રહેશે.