નિયો રાજકોટ ફાઉન્ડેશનનું આયોજન: ટોચના કલાકારો રહેશે ઉપસ્થિત
રાજકોટ શહેરના કલાપ્રેમી લોકોને છેલ્લા ત્રણ વર્ષથી સતત શાસ્ત્રીય સંગીત અને નૃત્યના અવિસ્મરણીય કાર્યક્રમોની ભેટ આપી, નીઓ રાજકોટ ફાઉન્ડેશનને રાજકોટવાસીઓના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. સતત ચોથા વર્ષે ‘સપ્ત સંગીતિ’ની પરંપરાને જાળવી રાખતા, ફરી એક વખત ૨૦૨૦ના જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં તા.૦૩ જાન્યુઆરી થી તા.૦૯ જાન્યુઆરી દરમિયાન નીઓ રાજકોટ ફાઉન્ડેશન શાસ્ત્રીય સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં દેશના ખ્યાતી પ્રાપ્ત અને ટોચના કલાકારોને રાજકોટના આંગણે આમંત્રીત કરી ભવ્ય સાંસ્કૃતિક કલા મહોત્સવ “સપ્ત સંગીતિ ૨૦૨૦ થકી રાજકોટની કલાપ્રિય જનતાને રસતરબોળ કરવા આવી રહ્યું છે. દર વર્ષની પરંપરાને અનુસરતા આ વર્ષે પણ રાજકોટની ઉભરતી યુવા પ્રતિભાઓને “સપ્ત સંગીતિ ૨૦૨૦ના માધ્યમથી દિગ્ગજો અને કલારસીકો સમક્ષ પોતાની કલા પ્રસ્તુત કરવાની અમુલ્ય તક સાંપડશે.
જાન્યુઆરી ૦૩ તારીખે ઉન્નતિ અજમેરા દ્વારા મોહિની અટ્ટમ નૃત્ય રજૂ કરાશે, તેમણે શ્રીમતી પૂર્વીબેન શેઠ પાસેથી ભરત નાટ્યમમાં વિશારદ પૂર્ણ અને નાલંદા નૃત્ય કલા મહાવિદ્યાલય, મુંબઈ ખાતે માહિની અટ્ટમમાં અનુસ્નાતક પદવી હાંસલ કરી છે. ૦૪ જાન્યુઆરીએ રાજકોટના આદિત્ય શુકલનું શાસ્ત્રીય કંઠક સંગીત માણવા મળશે. તેમણે ફક્ત ચાર વર્ષની વયમાં સંગીત શીખવાની શરૂઆત કરી હતી.
તા.૦૫ જાન્યુઆરીના રોજ તેજશ્રી અમોનકર પંડ્યા દ્વારા શાસ્ત્રીય સંગીત માણવા મળશે. તેજશ્રી અમોનકાર ભારતના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા ગાન સરસ્વતી એવા જયપુર અતરૌલી ધરાનાના ટોચના ગાયિકા શ્રીમતી કિશોરી અમોનકરના પૌત્રી અને રાજકોટના વિખ્યાત વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભૂષણભાઈ પંડ્યા પરિવારના પુત્રવધુ છે.
તા.૦૬ જાન્યુઆરીના રોજ ઉર્મી મકવાણા દ્વારા શાીય કંઠય સંગીત રજૂ કરવામાં આવશે. ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયર ઉર્મિએ ૦૯ વર્ષની વયે સંગીત શીખવાની શરૂઆત કરી હતી. વિશારદ કર્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી પલાશ ધોળકિયા પાસે શાસ્ત્રીય ગાયનની તાલીમ લઈ રહ્યાં છે, જેની સો સો તેઓ કલકત્તા જઈ ગુરૂશ્રી ઓમકાર દાદરકર પાસેી પણ જરૂરી માર્ગદર્શન મેળવી રહ્યાં છે. ૦૭ જાન્યુઆરીના રોજ અર્પિત માંડવિયા દ્વારા સારંગી વાદન રજૂ કરવામાં આવશે. મૂળ જામનગરના અર્પિતે ૧૨ વર્ષની વયી જ સંગીત શીખવાની શરૂઆત કરી હતી. તેઓ હામોર્નિયમમાં સંગીત વિશારદ છે તા છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદના ઉસ્તાદ ઈકરામ ખાન પાસેથી સારંગીની તાલીમ લઈ રહ્યાં છે.
તા.૦૮ જાન્યુઆરીના ખ્યાતિ મેર, જયદા પારેખ અને ડોલી ઠાકર દ્વારા કથ્ક નૃત્ય રજૂ કરવામાં આવશે. ખ્યાતિ મેરે ૮ વર્ષની વયી જ હર્ષાબેન ઠક્કર પાસે કથ્ક શીખવાની શરૂઆત કરી હતી. તેમણે બૃહદ ગુજરાત સમિતિ તથા ગંધર્વ મહાવિદ્યાલયમાં અલંકાર પૂર્ણ કરેલ છે તથા ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોમિંગ આર્ટસમાં એમપીએની પદવી પ્રાપ્ત કરી છે.
આ વર્ષે યોજાનાર “સપ્ત સંગીતિ ૨૦૨૦માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલા ચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યાં છે. આ કલાકારોની દિવસવાર સુચી આ મુજબ છે. તા.૩ જાન્યુઆરીના રોજ વાયોલિન વાદક વિદુષિ કલા રામના અને તબલા પર સંગત કરશે. પં.રામદાસ પલસુલે, તા.૪ જાન્યુઆરીના રોજ જાણીતા સિતારવાદક પુરબયાન ચેટરજીને તબલા સંગત કરશે ઈશાન ઘોષ, તા.૫ જાન્યુઆરીના રોજ જાણીતા બાંસુરી વાદક પં.રોનુ મજુમદાર વાંસળીના સુર રેલાવશે અને તેમને તબલા પર સા આપશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકોએ “સપ્ત સંગીતિની વેબસાઈટ www.saptasageeti.org પર નિ:શુલ્ક રજીસ્ટ્રેશની વ્યવસ કરવામાં આવી છે. રાજકોટના કલાભાવકો દ્વારા રજીસ્ટ્રેશનને અપ્રતિમ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે, હવે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવેલ છે.