બુધવાર તા. ર1 ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર3.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉત્તરાયણ કહેવામાં આવ છે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ-રાત 1ર-1ર કલાકની બને છે. બુધવારે રાજકોટમાં 13 કલાક અને 14 મિનિટ 11 સેક્ધડ તથા જુનાગઢમાં 13 કલાક 11 મિનિટ પ સેક્ધડની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ભારત જન વિજ્ઞાન જાથા લોકોને દિવસ-રાતના સામાન્ય ફેરફારોનો અનુભવ કરવા અપીલ કરવામાં આવી છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યુ ંકે પૃથ્વી ર3.પ અંશે ઝુકેલી હોવાના કારણે  દિવસ-રાતમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ-રાત 1ર-1ર કલાકની બને છે. બુધવારે રાજકોટમાં 13 કલાક અને 14 મિનિટની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. દિવસનો પ્રકાશ આ દિવસે 10.47 કલાક, રાત્રિ 10.34 કલાક અને ક્રમશ: ખગોળીય સંધિકાળ પપ મિનિટ, દિરયાઈ સંધિકાળ પ6 મિનિટ અને નાગિરક સંધિકાળ 48 મિનિટ તફાવત મુજબ જોતા સરવાળે 0ર-39 કલાક રહેશે. આ દિવસે સૂર્ય 9,14,49,4ર1 એમ઼આઈ. એટલે 14,71,73,પ77 ક઼િમી. દૂરી પર હશે. અવકાશી ઘટનાઓથી જાથા માહિતગાર કરે છે. બુધવાર મધ્ય રાત્રિ બાદ એટલે કે  03 કલાક 18 મિનિટે સાયન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે ઉત્તરાયણ અને શિશિર ૠતુનો પ્રારંભ થશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટમાં રાત્રિ 13 કલાક 14 મિનિટ 11 સેક્ધડ, થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.