વરઘોડો, પોખણું, રવૈયો, વરમાળા, હસ્તમેળાપ, મંગળફેરા, સપ્તપદી, કેડીથાપા જેવી એક વિધિ સાથે એક દીર્ધવચન

ભારતીય સનાતન હિંદુ ધર્મમાં લગ્નની જે પદ્ધતિ છે તે પ્રમાણેની પદ્ધતિ વિશ્વના એક પણ ધર્મમાં નથી. કંકોત્રી લખવાથી લઈને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે.  ભારતીય સનતાન હિંદુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદભૂત છે. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને સોળ સંસ્કારો આપવામાં આવે છે. અને આ સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર.

નાગર લગ્ન-પ્રસંગના રીત રીવાજ. | જીવન સંધ્યાનો ઉજાસ

લગ્ન એટલે માત્ર બંધન જ નહી પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન. લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું જ નહી પરંતુ બે આત્માઓનું મીલન. સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે એટલે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી, પરંતુ સંધાય છે. લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી, પરંતુ તેના ઘરની ગૃહ લક્ષ્મી હોય છે.આપણા ત્યાં લગ્ન બાદ દિકરાની પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તેને પુત્રવધુ કહેવામાં આવે છે. પુત્ર વધુ એટલે જેનું મહત્વ પોતાના પુત્ર કરતા પણ વધુ છે તે પુત્ર વધુ.લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું 5ણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે? શું રહસ્ય છે? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે?  આ તમામ બાબતો પર એક નજર કરીએ. લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. મૂલત: લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન.

વરઘોડો:

Untitled 1 148

વરઘોડો એટલે ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથીયું.

પોંખણુ:

Screenshot 1 45

વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે. કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોંખણું કહેવામાં આવે છે. પોંખણામાં ચાર લાકડાની દંડીકાઓ હોય છે જેને રવઈયો, મુશળ, ઘુંસરી અને તરાક કહેવામાં આવે છે.

રવૈયો:

૨૩ – શબ્દના સથવારે – રવૈયો – કલ્પના રઘુ | "બેઠક" Bethak

માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવામાં આવે છે તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનો સંદેશ રવૈયા દ્વારા આપવામાં આવે છે.

મુશળ:

જાણો લગ્નની મહત્વપૂર્ણ વિધિઓમાંથી લગ્નના કરવામાં આવતી પૂંખણવિધિનું મહત્વ | Dharmik Topic

મુશળ અતિ વાસનાઓને મુશળ અર્થાત સાંબેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે.

ઘુંસરી:

Screenshot 3 25

 

સંસાર રૂપી રથના પતિ અને પત્ની બે ચાલકો છે. આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેમનું લગ્ન જીવન સુખમય વીતે છે તે પ્રકારનો સંદેશ ઘુંસરી દ્વારા આપવામાં આવે છે.

તરાક:

WhatsApp Image 2022 11 23 at 3.18.04 PM

લગ્ન જીવન રેંટિયા જેવું છે. પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રકારે જમાઈરાજાને પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપુટ તોડીને આપે છે.

સંપુટ:

Samput - Red Velvet Cover, Hindu Wedding Ritual item (2 pieces)

કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહી ચાલું અહીંયા તેનો ભાંગીને ભુક્કો કરૂં છું, હવેથી અમારા બંન્નેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તેજ પ્રમાણે અમે બંન્ને પતી પત્ની અમારી જીવન યાત્રા કરીશું.

વરમાળા:

6 Best Varmala Design Ideas For Indian Weddings-अपनी शादी के लिए वरमाला कैसे करें सिलेक्‍ट, इन 6 खूबसूरत डिजाइन के बारे में जानें

ફૂલના હારથી વરક્ધયા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.

હસ્તમેળાપ:

હસ્તમેળાપ | મારું વનરાવન

હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણિગ્રણ વિધિ પણ કહેવામાં આવે છે અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ન રહીને હૈયામેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને બંન્નેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

મંગળ ફેરા:

03 10

લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં ક્ધયા આગળ હોય છે તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. આવો આ ચાર ફેરાના મહાત્મ્યને પણ સમજીએ.

  • પહેલો ફેરો ધર્મનો:

લગ્નના ચાર ફેરામાં પહેલો ફેરો ધર્મનો હોય છે. સ્ત્રીના પિયરમાં ગમેતે ધર્મનું પાલન કરવામાં આવતું હોય પરંતુ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ પત્ની અનુસરે છે. અને આ સીવાય પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગા-સંબંધી અને સમાજ પ્રત્યોના ધર્મો પણ પત્ની પતિની આજ્ઞા અને ઈચ્છાસહ પાળે છે.

 

  • બીજો ફેરો અર્થનો:

અર્થ એટલે પૈસા. અર્થોપાર્જન કરવાનું પૈસા કમાવવાનું કાર્ય અર્થાત પૈસા કમાઈને ઘરનું અને પોતાના પરીવારનું પોષણ કરવાનું કાર્ય પતિનું હોય છે. એટલે બીજા અને અર્થના ફેરામાં પતિ આગળ હોય છે.

  • ત્રીજો ફેરો કામનો:

સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે અને લગ્ન જીવન અને વંશવૃદ્ધી માટે સ્ત્રીઓ હંમેશા પતિની પાછળ જ રહે છે.

  • ચોથો ફેરો મોક્ષનો:

ચોથા અને અંતિમ ફેરામાં ઋષીમુનીઓએ સ્ત્રીને આગળ રાખી છે. સ્ત્રીએ લક્ષ્મી અને શક્તિનું પ્રતિક છે. પહેલાના સમયમાં એવું કહેવાતું હતું એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા માટે યમરાજા પાસે પણ એકસમયે લડી લે. અને એટલે જ કદાચ ઋષીમુનીઓએ લગ્નના ચાર ફેરાની પરંપરામાં મોક્ષના ચોથા અને અંતિમ ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે કે કારણકે ઋષીમુનીઓને પણ ખબર હશે કે મોક્ષતો આ દેશની જગદંબાઓ જ આપાવી શકે બાકી કોઈની તાકાત બહારની વાત છે.

પરંતુ મોક્ષ પણ એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર મળતો નથી. એના માટે પણ યોગ્ય કર્મ કરવા પડે છે. મોક્ષ એ તો ધર્મનું નિયમ પાલન, અને ઈશ્વરની સેવા-પુજા અને ભક્તિથી જ પ્રાપ્ત થાય છે અને એમાં સ્ત્રીઓ હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા, અને વડિલો પ્રત્યેનો આદર, સેવા-સમભાવ, ગરીબો પ્રત્યે કરૂણા, સંતાનો પ્રત્યે પ્રેમ અને મમતા આ બધા ગુણોનો શુભગ સમન્વય એટલે સ્ત્રી અને સ્ત્રીમાં રહેલા આવા ગુણોના લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ મોક્ષના ફેરામાં ઋષીમુનીઓએ સ્ત્રીને હંમેશા આગળ રાખી છે.

મંગલાષ્ટક:

WhatsApp Image 2022 11 23 at 1.34.09 PM

લગ્નવિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે.

રામ દીવડો:

WhatsApp Image 2022 11 23 at 3.19.45 PM

કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી તેઓ એમ કહેવા માંગે છે કે હે દીકરી ! તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે જ સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે. આ પ્રકારની શીખ પોતાની દિકરીને તેની માતા ક્ધયા વિદાય ટાણે આપે છે.

મા માટલું:

Maa Matlu Traditional Shrifal Retailer from Bhavnagar, Gujarat

માં માટલું માતાના પોતાની દિકરી પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે. માતાનો પ્રેમ, માતાની મમતા, અને માતાનો જીવ અજોડ છે. દિકરીની માં પોતાના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીક સ્વરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા અને મીઠાઈ આ માં માટલામાં ભરે છે.

મા માટલામાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે.

સપ્તપદી:

02 9

લગ્નની વિધિમાં સપ્તપદીની રસમ સૌથી મહત્વપૂર્ણ હોય છે. સપ્તપદીની વિધિ જ્યાં સૂધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્ધયા પરણિત નહી પરંતુ કુવાંરી જ ગણાય છે. સપ્તપદીના સાત વચનો હોય છે તેના દ્વારા વર ક્ધયા અસરપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે. લગ્ન એતો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે, સપ્તપદી. આવો સપ્તપદીના સાત વચનો આપવામાં આવે છે એક –

કંકુ થાપા:

WhatsApp Image 2022 11 23 at 3.27.44 PM

દીકરી જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય તે સમયે ક્ધયા વિદાય પૂર્વે દિકરી પોતાના પિતાના ઘરની દિવાલ પર કંકુ થાપા મારે છે તેવો રીવાજ આપણા ત્યાં છે. કંકુ થાપા દ્વારા દિકરી પોતાના ભાઈઓને 10 આંગળીઓથી ઘરનો દસ્તાવેજ કરીને આપતી જાય છે. તે સમયે દિકરીએ માથે ઓઢેલું હોય છે. આ રસમ દ્વારા બહેન પોતાના ભાઈઓને કહે છે કે હે ભાઈઓ આજ સુધી મેં આ ઘરનો દર-દાગીનો અને દસ્તાવેજ બધુ સાચવ્યું છે મારે આમાંથી કશી જ વસ્તુનો ભાગ જોઈતો નથી આજે હું મારી દસ આંગળીઓથી તેનો દસ્તાવેજ કરી આપીને તે સંપત્તિની જવાબદારી તમારા શીરે સોંપતી જાઉં છું તેનું જતન કરી તમે તેને સાચવજો અને તેમાં વૃદ્ધિ કરજો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.