16 નવેમ્બર મંગળવારથી શુભસ્યસિધ્રમ્
- નવેમ્બર મહિનામાં તા.16, 20, 21, 22, 26, 28, 29, 30.
- ડિસેમ્બર મહિનામાં તા.1, 7, 9, 11, 13, 14. આમ કમુહર્તા પહેલા લગ્નના 14 મુહૂર્તો છે.
- તા.15-12-2021ને બુધવારે રાત્રે 3:45 થી કમુહૂર્તોની શરૂઆત થશે. લગ્નની શરણાય તથા ઢોલ એક મહિના સુધી બંધ રહેશે.
- ત્યારબાદ તા.14-1-2022 શુક્રવારે બપોરે 2:30થી કમુહૂર્તો ઉતરી જશે. ફરીથી લગ્નના મુહૂર્તોની શરૂઆત થશે.
- 2022માં જાન્યુઆરીમાં તા.20, 22, 23, 24, 26. ફેબ્રુઆરીમાં તા.5, 6, 7, 10, 16, 17 સુધી લગ્નના મુહૂર્તો છે. જેમાં 5-2-22ના દિવસે વસંત પંચમીના દિવસે પણ લગ્નનું મુહૂર્ત છે.
- તા.21-2-2022ને સોમવારથી તા.22-3-2022 સુધી ગુરૂનો અસ્ત છે.
- તા.9-3-2022ને બુધવારથી તા.17-3-2022 સુધી હોળાષ્ટક છે.
- તા.14-3-2022ને સોમવારથી તા.14-4-2022ને ગુરૂવાર સુધી મીનારક કમુહૂર્તો છે.
- આમ આ વર્ષે માર્ચ મહિનામાં લગ્નનું એકપણ મુહૂર્ત નથી.
- એપ્રીલ મહિનામાં તા.15, 16, 17, 19, 21, 22, 24, 25. મે મહિનામાં તા.4, 5, 9, 10, 11, 12, 13, 14, 16, 20, 21, 25, 26, 27.
- જુન મહિનામાં તા.1, 6, 8, 11, 12, 13, 16, 23, 24. જુલાઈ મહિનામાં તા.3, 4, 5, 6, 7, 8, 9.
આમ સૌથી વધારે ઉનાળામાં લગ્નના મુહૂર્તો છે તથા મે મહિનામાં અખાત્રીજનું તા.3-5-22નું વણજોયું મુહૂર્ત ગણાય. આમ આખા વર્ષમાં આસરે 64 જેટલા લગ્નના શુભ મુહૂર્તો છે.
– શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંત રત્ન)