- રાજકોટમાં ફિનિક્સ રિસોર્ટ દ્વારા વેડિંગ કાર્નિવલ 2022નું કરાયું ભવ્ય આયોજન
- વેડિંગ કાર્નિવલમાં રાજકોટની રંગીલી જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો
- આગામી વર્ષ 2023માં નવી થીમ સાથે આયોજન કરવામાં આવશે
વેડિંગ માટે વનસ્ટોપ સોલ્યુશન એટલે વેડિંગ કાર્નિવલ. રાજકોટમાં ફિનિક્સ રિસોર્ટ દ્વારા વેડિંગ કાર્નિવલ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના પોશાકોનું પ્રદર્શન યોજાયું હતું. રાજકોટની રંગીલી જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આપણા દેશમાં લગ્નની વિવિઘ સંસ્કૃતિને અનુરૂપ વિવિઘ રીતે લગ્નની ઊજવણી કરવામાં આવતી હોય છે જ્યારે આજના આધુનિક સમયમાં લગ્ન સમારંભ માટે વિવિધ પ્રકારના પોશાકો તેમજ ડેકોરેશન માટે માતા પિતાએ અલગ અલગ જગ્યાએ ફરવું પડતું હોય છે . આજના યુગમાં લોકોને લગ્ન પ્રસંગના સુશોભનમાં શું વધું ગમે છે તેને વધુ ધ્યાન આપવામાં આવે છે. ત્યારે ફિનિક્સ રિસોર્ટ દ્વારા વેડિંગ કાર્નિવલ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે એક જ સ્થળ પરથી દરેક પ્રકારની લગ્ન માટેની સવલતો મેળવી શકાય.
વેડીંગ કાર્નિવલ એક માત્ર એવી ઇવેન્ટ છે ગુજરાતમાં કદાચ બીજે ક્યાંય ન થતી હોય. જેમાં અલગ અલગ થીમ પર લોકોને આકર્ષીત કરે તેવું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં બધા લગ્નપ્રસંગમાં સુશોભન કરનારા નાના મોટા વેપારી એક જ જગ્યાએ એકજ પ્લેટફોર્મ મળ્યું હતું. વેડિંગ કાર્નિવલમાં લોકોને બધા પ્રકારની સુવિધા આપવામાં આવી હતી અને લોકોને ફિનિક્સ રીસોર્ટમાં પુરતો સંતોષ મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું
વેડિંગ કાર્નિવલનું આયોજન લોકો માટે ખુબજ ઉપયોગી નીવડ્યું : દુષ્યંતભાઇ મહેતા
ભાભા હોટલના દુષ્યંતભાઇ મહેતા‘અબતક’મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું, વેડિંગ કાર્નિવલનો હેતુ એ છે લોકો અલગ અલગ બધી થીમ જોવે. લગ્નના પહેરવેશના તમામ પોશાકોનું પ્રદર્શન કરવામાં કરવામાં આવ્યું હતું. અત્યારના સમય માં લોકોને લગ્ન પ્રસંગના શણગારમાં શું વધું ગમે છે તે ધ્યાને લઈને ટીમ દ્વારા માઇક્રોપ્લાન કરીને આ આયોજન કરવામાં આવ્યું છે.આગામી વર્ષ 2023માં નવી થીમ સાથે આયોજન કરવામાં આવશે.
લોકોએ પણ આ ઇવેન્ટનો મોટી સંખ્યામાં લાભ લીધો છે અને કાર્નિવલન ખૂબ પ્રતિસાદ મળ્યો છે. આ તેઓએ ઉમેર્યું હતું કે આવનારા વર્ષમાં ફિનિક્સ રિસોર્ટ ખાતે જે આયોજન કરવામાં આવશે તેમાં અનેક નવી થીમોનો સમાવેશ કરાશે એટલું જ નહીં વેડિંગ કાર્નિવલમાં ઉપસ્થિત તમામ સ્ટોલોને પણ લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ફીનીક્સ રિસોર્ટ દરેક પ્રસંગને સારી રીતે ઉજવવા માટે અનેકવિધ તૈયારીઓ પણ કરી રહ્યું છે.