આવ્યો રૂડો અવસર આંગાણે,
ત્યારે લાગે બગીચે ફૂલ પાંગરે,
એજ ઘર,દીવાલો અને લોકો,
બને ખુશીયોની એક અનોખી મિસાલ,
કારણ લેવાયાં આંગાણે લગ્ન
ભારતીય સંસ્કૃતિ અનુસાર દરેક,
વિધિની અનોખી વિશેષતાં,
નાળિયાર સાથે સવા,
રૂપિયો ગણાય શૂકનાયલ
ગોળ ધાણા સાથે,
જોડાય પરિવારની મિઠાશ
કંકોત્રી લખાતાં સાથે,
પ્રસંગોની થાય અનેરી શરૂઆત
હવે કેહવાશે બે અલગ
પરિવાર એક સાથ
કારણ લેવાયાં આંગણે લગ્ન્ન
ક્યાક ગોઠવાય વેડિંગ થીમ,
ક્યાક ડ્રેસિંગ માટે થાય નિત-નવી તૈયારીઓ,
ક્યાક ચખાય મેનૂમાં રાખવાની વાનગીઓ,
ક્યાક પરિવાર કરે ભેગા થઈ વાતો,
ભાઈ-બહેન ફરી યાદ કરે વિસરાયેલી ક્ષણો,
વર-કન્યા શોધી રહ્યા મળવાનો રસ્તો,
આ હરખ-ઘેલી બની તમામ ઘડિયો,
કારણ લેવાયાં આંગાણે લગ્ન
વર- કન્યાને મળે હાય-ફાય સેવા,
તેની કરે નાના-મોટા સૌ સેવા,
જમવાની સાથે હોય અલગ મજા
પરિવાર સાથે મળી,
બનાવે દરેક પ્રસંગ ખાસ
સ્ટેટસ સાથે દરેક,
વ્યક્ત કરે પોતાનો ઉલ્લાસ
કારણ લેવાયાં આંગાણે લગ્ન.