અવનવી ડિઝાઈનના વસ્ત્રો, જવેલરી ફૂટવેર અને કોસ્મેટીક વસ્તુઓ અને ફેશન એસેસરીઝ ખરીદવા મહિલાઓનો જમાવડો

ઈમ્પીરીયલ પેલેસ ખાતે આજથી બે દિવસ વેડવેસ્ટ વેડીંગ એન્ડ લાઈફ સ્ટાઈલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. એકઝીબીશનમાં અવનવી જવેલરી તથા વિવિધ અવનવી ડીઝાઈનનાં કલોથસનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહોળી સંખ્યામાં મહિલાઓ આ એકઝીબીશનનોલાભ લઈ રહી છે.

vlcsnap 2018 04 04 13h28m53s7 1

વેડ વેસ્ટ એકઝીબીશનનાં આયોજકના આરતી રાઠોડે જણાવ્યું કે ઈમ્પીરીયલ હોટલમાં અમા‚ આ ત્રીજુ એકઝીબીશન છે. અમે રાજકોટમાં મોરબી, જામનગર વગેરે જગ્યાએ એકઝીબીશન કરીએ છીએ અમને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. અમારા એકઝીબીશનમાં સુરત, અમદાવાદ, આણંદ, મુંબઈથી એકઝીબીટર્સ પોતાનું કલેકશન લઈને આવ્યા છે. અમારા એકજીબીશનમાં અવનવી ડિઝાઈનનો જવેલરી તથા અવનવી ડિઝાઈનનાં કલોથસનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

vlcsnap 2018 04 04 13h27m40s233 1

આણંદથી આવેલા સિસ્ટા હેન્ડીફ્રાકટના પ્રિયંકાએ જણાવ્યું કે તે હેન્ડમેડ જવેલરી લઈને આવ્યા છે. મારી પાસે જે ડિઝાઈનની જવેલરી છે. તે યુનિક જવેલરી છે. હું નેકલેસ અને બધી જ એન્ટીક જવેલરીનું કલેકશન એકઝીબીશનમાં લઈને આવી છું અમને રાજકોટની જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

vlcsnap 2018 04 04 13h30m39s43 1

નિકીતાબા જાડેજાએ કહ્યું કે હું રીટેઈલ બીઝનેસ કરૂ છું હોલસેલમાં પ્રોડકટસ લઈને તેનું વેચાણ કરૂ છું અહી એકઝીબીશન કરીને ખૂબજ ખૂશ છું સાથે જ ગ્રાહકોને કાઈક કંઈક યુનિક જોવા મળે છે. કસ્ટમર્સનો પણ સારો રિસ્પોન્સ મળે છે.

vlcsnap 2018 04 04 13h30m49s127

તનવી કોઠારીએ જણાવ્યું કે હું ડિઝાઈનીંગ કરૂ છું એને ૫ વર્ષ થયા છે. મારે બુટીક પણ છે. બુટીક પરથી હું વર્ક કરૂ છું હું ખુદજ પ્રોડકટસ બનાવું છું ગ્રાહકો નો ખૂબજ રીસ્પોન્સ મળ્યો છે. ગ્રાહકોને મારી પ્રોડકટના ભાવ ઓછશ હોવાથી તે ગમે છે પ્રોડકટસની સ્ટાટીંગ ૧૦૦૦ છે. મારી બનાવેલી આઈટમ હોવા છતા હું ઓછો ભાવ રાખૂ છું લો રેન્જથી જ બધાને ડિઝાઈનર પીસ આપું છું જેનાથી ગ્રાહકો ખૂબ જ ખૂશ રહે છે.

vlcsnap 2018 04 04 13h31m40s143 1

હેતલબેને કહ્યું કે રાજકોટના યાજ્ઞીક રોડ પર કલ્યાણ જવેલર્સ સામે ડ્રેસવાલાની બાજુમાં ઓપટીક વર્લ્ડ નામની મારી દુકાન છે. માર્કેટમાં હું દિલ્હીથી ખરીદી કરૂ છુ બાદમાં મુંબઈ સુધી વેચાણ કરૂ છું.

vlcsnap 2018 04 04 13h30m24s133 1

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.