સોશિયલ મીડિયા સહિત ઓનલાઈન માર્કેટીંગમાં વ્યવસાયના નવા દ્વારો ખોલવા કંપની તત્પર
એન્જિનિયરીંગ એસોસિએશનના હોલ ખાતે વેબસ્ટાર ઈન્ફોવેના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં ટેકનોલોજીનો યુગ છે અને લોકો ડિજિટલાઈઝેશન તરફ વળી રહ્યા હોવાથી ડિજિટલ માર્કેટીંગ માટે વેબસ્ટાર ઈન્ફોવે કંપની શ‚ કરવામાં આવી છે.
તા.૨૫/૬/૧૭ને રવિવારના રોજ એન્જીનીયરીંગના એસોસિએશન હોલ ખાતે વેબસ્ટાર ઇન્ફોવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક ટ્રેસરર ઓફિસ ડો.અશ્ર્વિન પરમાર હાજર રહ્યા હતા. આ વિશે વેબસ્ટાર ઈન્ફોવેના ચેરમેન જૈવિક પાઠકએ જણાવ્યું હતું કે હાલ ટેકનોલોજીનો યુગ છે તથા બધા જ લોકો ડિજિટાઈઝેશન તરફ વળી રહ્યા છે. ત્યારે અમો ડિજીટલ માર્કેટીંગ માટે આ કંપની શ‚ કરેલ છે. કેમ કે બધા જ લોકો ડિજીટલ મીડિયા સાથે સંકળાયેલા છે અને સ્પષ્ટ વાત છે કે લોકો જયારે સવારે ઉઠે છે ત્યારે પ્રથમ પોતાનો મોબાઈલ ફોન ચેક કરે છે અને પછી બધા જ કાર્ય કરે છે તો લોકો પોતાનું બ્રાન્ડીંગ કરે ત્યારે વધુને વધુ લોકો તેમની જાહેરાત જુએ તે ઉદેશ્યથી અમે આ ડિજિટલ માર્કેટીંગનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ માર્કેટીંગ માટેના ચાર્જ વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે એક મહિના સુધી બધી જ સોશયલ મીડિયામાં એડવર્ટાઈઝમેન્ટ માટે માત્ર ૩૫૦૦ ‚ા. લેવામાં આવશે. ત્યારબાદ આ કોન્સેપ્ટ વિશે અધિક ટ્રેસરર ઓફિસર ડો.અશ્ર્વિન પરમારએ જણાવ્યું હતું કે એક આધુનિક કોન્સેપ્ટ લઈને જૈવિકભાઈ આવ્યા છે અને હું આ કોન્સેપ્ટને વધાવવું છું તથા મને આશા છે કે લોકો પણ આ કોન્સેપ્ટને પસંદ કરશે. કેમ કે આ યુગ ડિજીટલ યુગ છે અને લોકો વધુને વધુ ડિજિટાઈઝેશન તરફ વળી રહ્યા છે.