આર્મ્ડ ફોર્સિસ માટે કાર્યરત એવા સૌરાષ્ટ્રના પ્રખ્યાત ‘અભયમ’ સંસ્થાની ટીમ દ્વારા સ્વદેશી અભિયાનને મુળેથી મજબુત કરવા માટે એક અલગ જ પ્રકારનું અભિયાન આદરવામાં આવ્યું હતું. અભયભની ટીમ દ્વારા એક રીસર્ચ શરુ કરવામાં આવ્યું હતું. દેશમાં બનતી વસ્તુઓની કંપની, ચાઇનાની વસ્તુઓની કંપની, અન્ય દેશોની આયાતી વસ્તુઓ બ્રાન્ડ તથા વિદેશની પણ આપણા દેશમા મેન્યુફેકચરીંગ કરતી હોયએવી કંપનીઓ બાબતે ખુબ ઉંડુ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ડેટાને સામાન્ય લોકો સુધી પહોચાડવા ઉતમ માઘ્યમ તરીકે ઇન્ટરનેટને પસંદ કરી એક અતિ ઉતમ વેબસાઇટનું સર્જન કરવામાં આવ્યું હતું. વેબસાઇટ બાબતે અભયભની ટીમે જણાવ્યું હતું કે કોઇ વ્યકિત કોઇપણ પ્રકારની સ્વદેશી-વિદેશી વસ્તુઓની માહીતી આપવા માંગતા હોય અથવા ફિડબેક આપવા માગતા હોય તો વેબસાઇટમાં એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વસ્તુ ભારતીય છે કે વિદેશી? ચપટીમાં પડી જશે ખબર
વર્તમાનમાં લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળ્યા છે. પરંતુ જાગૃતતાના અભાવે વિદેશી- ચાઇનીજ વસ્તુઓ ખરીદી લે છે. હવે આંગળીના ટેવરે પલકવારમાં લોકોને ખબર પડી જશે કે પોતે ખરીદવા માંગતા વસ્તુ કયાં બનેલી છે. અને એ જો વિદેશી હોય તો ભારતની કઇ બ્રાન્ડ નેમ હેઠળ એ વસ્તુ મળી જશે. www.BeSwadeshiBuySwadeshi.ocm ને રાજયસભાના સાંસદ અને વરીષ્ઠ અભયભાઇ ભારદ્વાજના હસ્તે ખુલી મુકવામાં આવી છે.