ઈન સાઈટસ ભારત દ્વારા ઈન્ટરનેટ મનોરંજન માધ્યમોમાં હિંસા, નગ્નતા, અપશબ્દોની ભરમારથી ભારતીય સંસ્કૃતિને જોખમો તથા આ અંગેના કાયદાઓ અંગે બુધવાર તા. ૭, સાંજે ૬-૦૦ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં એડવોકેટ ખુશ્બુ જૈન (સુપ્રિમ કોટ), એડવોકેટ શ્રુતિ બિસ્ત (સુપ્રિમ કોટ), એડવોકેટ મીનુ પાઢા (જમ્મુ-કાશ્મીર હાઈકોટ) વકતાઓ/પેનાલીસ્ટ તરીકે માર્ગદર્શન આપશે.

ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટના એડવોકેટ ખુશ્બુ જૈન ઉતરપ્રદેશ પોલીસ દ્વારા બાળકોની વિરૂધ્ધમાં થતાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેના અભિયાનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહયાં છે. તે જ રીતે સુપ્રિમ કોર્ટના એડવોકેટ શ્રુતી બીસ્ત સાયબર સીકયુરીટી કાઉન્સીલ અને વુમેન્સ ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના રાષ્ટ્રીય પ્રમુખ છે. એડવોકેટ મીનુ પાઢા જમ્મુ એન્ડ કાશ્મીર હાઈકોર્ટના એડવોકેટ, નેશનલ ચાઈલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલના પ્રેસીડેન્ટ છે. આ વેબીનારમાં મોડરેટર તરીકે એડવોકેટ સ્નેહા જૈન (ટીમ ઈન્સાઈટ ભારત) અને એડવોકેટ અભય શાહ (યુવા જાગરણ મંચ) સેવા આપશે. આ વેબીનાર યુ-ટયુબ પર લાઈવ પ્રસારીત થશે. જે તા.૦૭ ઓકટોબર, બુધવારના સાંજે ૬-૦૦ કલાકે  https://youtu.be/ykPZ2ZMMa3g  પર જીવંત નિહાળી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.