કામધેનુ દિપાવણી અભિયાન અંતર્ગત
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવીદેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૩૩ કરોડ દિવા પ્રગટે તે માટે કામધેનુ દિપાવલી અભિયાન ના મંગલાચરણ કરવામાં આવ્યા છે.
આ અભિયાન સૌને આ અંગે માહિતી મળે, સૌના મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થાય તેમજ ગૌ માતાનું રક્ષણ થાય તેવા પવિત્ર સંકલ્પથી રાષ્ટ્રીય કામધેનુ આયોગ તથા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન, રાજકોટના સંયુકત ઉપક્રમે એક રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વેબીનારમાં ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ ‘ગૌ સંસ્કૃતિનું પુન: સ્થાપન’ અંગે માર્ગદર્શન આપશે. એડવોકેટ અરૂણભાઈ ઓઝાજી (હિંસા વિરોધક સંઘ), અતુલભાઈ શાહ (સીએ, વર્ધમાન પરીવાર), જયેશભાઈ શાહજરીવાલા( આદી જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ), રમેશભાઈ રૂપારેલીયા (ગીર ગૌ જતન સંસ્થા), રાજીવભાઈ શાહ (વડોદરા પાંજરાપોળ), એડવોકેટ અભયભાઈ શાહ (અહિંસા મહાસંઘ) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ વેબીનાર આજે રાત્રે ૮૦૦ કલાકે ફેસબુક લીંક https://www.facebook.com/RKamdhenuAayog/ તથા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન ફેસબુક લીંક https://www.facebook.com/animalhelplinekarunafoundation/ પર જીવંત નિહાળી શકાશે. વિશેષ માહિતી માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ’કામધેનુ દિપાવલી અભિયાન’ ના મિતલ ખેતાણી (મો.૯૮ર૪ર ર૧૯૯૯), કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનના પ્રતિક સંઘાણી (મો.૯૮૯૮૦ ૩૦૩૯૩) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.