ટયુમર શું છે?, ટયુમરના લક્ષણો અને ઉપબલબ્ધ સારવાર વિશે લોકોને માહિતગાર કરાશે

વર્ષ ૨૦૦૦થી દર વર્ષ ૮ જૂનના રોજ વિશ્ર્વ મગજ ગાંઠ દિવસ મનાવવામાં આવે છે. તેની સૌ પ્રથમ ઉજવણી જર્મન મગજ ગાંઠ એસો. દ્વારા કરવામાં આવી હતી. જે સમાજમાં જાગતતા લાવવા અને મગજનાં ગાંઠ અંગેની સમજ આપવા લોકોને મદદરૂપ થાય છે. વિશ્ર્વભરમાં દરરોજ બ્રેઇન ટયુમરના ૫૦૦ વધુ નવા કિસ્સાઓનુ નિદાન અને સારવાર કરવામાં આવે છે. જે અંતર્ગત વાઇ આઇ રાજકોટ દ્વારા વેબીનારનુ આયોજન કરવામાં આવ્યું છે.

ભારતમાં મગજ ગાંઠને નિવારવા માટેના પ્રયત્નો થઇ રહ્યાં છે. તેમ છતાં એક અભ્યાસના તારણ અનુસાર બાળપણમાં કેન્સરમાં મગજ ગાંઠ છોકરીઓમાં સામાન્ય સ્થિતિએ જોવા મળે છે.

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કેન્સને રોકવા, સ્ક્રીનીંગ કરવા, ઝડપથી નિદાન અને સારવાર ઉપરાંત છેલ્લા તબકકા સુધીના ઉપચારો કરવાની શરૂ આન થઇ ગઇ છે.

અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ટયુમર થવાનું પ્રમાણ વધુ: ડો. પુનીત ત્રિવેદી

 

ડો. પુનીત ત્રિવેદીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે.. ટયુમર એટલે શરીરમાં કોઇ પણ જગ્યાએ જે નોર્મ સેલ્સ હોય તેનુ રૂટીન હોય પરંતુ તે જગ્યા રે સેલ્સ કિએટ થવાની ક્ષમતાં ૧૦૦ ગણ વધી જાય તે એક જ જગ્યાએ ગ્રેથ થાય હોય જેથી ગાંઠ બને છે. જેને ટયુમર કહેવાય છે. ટયુમરના મુજબ બે પ્રકાર  છે. કેન્સર અને નોન કેન્સર કેન્સના ટયુમરએ સૌથી વધુ થતાં હોય છે. જેમાં પણ ચાર પ્રકાર હોય છે. સૌથી એક અને બે પ્રકારના વધુ જોવા મળતા હોય છે. બેઇન ટયુમર થાય તો પેસન્ટને માથામાં દુખાવો થાય. ઉલ્ટી ઉપકા આવે-જોવામાં તકલી પડે તેમજ મગજમાં જે જ્ઞાનતંતુઓની નસો હોય છે. તે તેમાં પણ તેની અસર જોવા મળે. ચેતના તંત્ર પર પણ અસર થતી હોય છે. ઘણા બધા સીમટન્સ જોવા મળતા હોય છે.

બ્રેઇન ટયુમરમાં વાઇટ સ્ટાઇલ કોઇ એવેડોમીટી રેલ નથી ભજવતી પરંતુ જેટલુ હેલ્ધી ખોરાક લઇએ રૂટીન લાઇફ સ્ટાઇલ મેન્ટો કરીએ તો બ્રેઇનના પ્રશ્ર્ન ઓછા તથાં હોય છે. દર્દીઓ આવતા હોય તો તેથી તે તેમજ તેમના પરિવાર જતી ખુબ જ ભયમાં હોય છે. બે્રઇનના ઘણા બધા ટયુમરસ હોય છે જેનું ઓપરેશન કરીએ તે લગભગ ૧૦૦% દર્દીની vlcsnap 2020 06 08 08h50m31s654સાજા થઇ જતાં હોય છે. જેમ કે મેબેન્જયુમાં જે મગજમા ઉપરના આવરણ પરથી ઉત્પન્ન થતા હોય છે. જેનું સકસેક ઓપરેશન કરવામાં આવેે તો ખુબ ફાયદો થતો હોય છે. કેન્સરના ઓપરેશન બાદ કીમો થેરાપીથી દર્દીન્ે ખૂબ તકલીફ હોય છે. અત્યારની ટકેની બીજીને કારણે ઘણી કેન્સરની સારવાર સારી થતી થઇ છે.

મોટાકોઇ ટયુમર્સ હોય તો તેને ઓપરેશનથી કાઢી શકાય છે. યુ.એલ. સામે ભારતમાં આ બધી સારવાર ખૂબ સસ્તી થતી હોય છે. રાજકોટની વાત કરીએ તો ૮૦થી ૧ લાખ સુધીમાં સારવાર થતી હોય છે. ભારતમાં દરવર્ષ ૧૦ લાખ લોકોને બ્રેઇન ટયુમર થતું હોય છે. બીજા દેશોની સરખામણીએ તેટલુ જ છે. પરંતુ ભારતમાં ઇન્ફેકશ તે વધુ જોવા મળે છે.

૭૦થી ૮૦ માથાના દુખાવામાં લોકોએ ગભરાવવાની જરૂર હોતી નથી. જે ઘરગથુ ઇલાજથી પણ મટી જાય છે.  પરંતુ સતત માથામાં દુખાવો ઉલ્ટી થતી હોય તે ત્યાંથી સારવાર ડોકટર પાસે જવું જોઇએ. ટયુમર ન થાય તેવી વસ્તુની હજુસુધી નથી. મુખ્યત્વે થતાં કેન્સર એનું કારણ ખબત હોતી નથી. શરીરના જીન્સને કારણે પણ થતું હોય છે. ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી કેન્સર થાય છે તે પણ  ૧૦૦% સાજા નથી.

કેન્સર થવાની કોઇ ઉંમર હોતી નથી. અમે બે વર્ષના બાળકના પણ ઓપરેશન કરેલા છે તે ૭૦ વર્ષના વૃધ્ધોનું પણ એપરેશન કરેલ છે. ટેકનોલોજીના વિકાસને કારણે મોટારીટી રેટ પણ ઘટયો છે. ૮ જૂન વર્લ્ડ ટયુમર ડે દિવસે અમે અવેદને માટે વેબીનાર નું આયોજન કરવામા છીએ. યંગ ઇન્ડીયન્સ સંસ્થામાં બધા ૨૪થી ૪૫ વર્ષની ઉંમરના બાકી હોય છે. જે ચેનર્જા વાળા છે. બધા અને સોસાયટી માટે કાઇક કરવાના હેતુથી જોડાણા છીએ.

દરેક બ્રેઈન ટ્યુમર કેન્સર નથી હોતુ

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનાં સંશોધન મુજબ બ્રેઈન તથા સ્પાઈનની મળી કુલ ૧૨૦  પ્રકારનાં ટયુમરની ગાંઠ: ગોકુલ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો.જીગરસિંહ જાડેજા

Dr. Jigarsinh Jadeja

અમેરિકન બ્રેઇન ટ્યુમર એસોસિએશન પ્રમાણે મગજમાં થતી ૨/૩ (બે તૃત્યાંશ) ગાંઠ સાદી એટલે કે હોય છે- સાદી ગાંઠ ધીમે ધીમે મોટી થતી હોય છે અને બ્રેઇનના અન્ય ભાગમાં ક્યારેક જ ફેલાતી હોય છે જ્યારે ઝેરી ગાંઠ ઝડપથી મોટી થાય છે અને ઝડપથી ફેલાતી હોય છે. (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ બ્રેઇન થતા સ્પાઇનના ટ્યુમરના  વિવિધ પ્રકારો નક્કી કરેલ છે. તે મુજબ બ્રેઇન તથા સ્પાઇનના મળી ને ૧૨૦ થી વધારે ટ્યુમર જોવા મળે છે. તેવું ગોકુલ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો.જીગરસિંહ જાડેજાએ કહ્યું હતું.

બ્રેઈન ટ્યુમરના લક્ષણો: બ્રેઇનના કયા ભાગમાં ગાંઠ છે તેના આધારે અલગ-અલગ પ્રકારના લક્ષણો  હોય છે પણ અમુક લક્ષણો કોમન હોય છે જેમકે,સતત માથું દુ:ખવું, ઉલ્ટી ઉબકા થવા,આંચકી આવવી, યાદશક્તિ ઓછી થઈ જવી ઝાંખું દેખાવું કે ડબલ દેખાવું બોલવામાં તકલીફ થવી ચાલવામાં બેલેન્સ ન રહેવું સ્વાભાવમાં બદલાવ આવવો લકવાની અસર થવી વગેરે અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા પ્રમાણે બ્રેઇન ટ્યુમરના દદર્ીઓમાંથી ૫૦% લોકોને આંચકી(વાઈ,તાણ) આવવાની શક્યતા રહે છે. બ્રેઇન ટ્યુમર થવાના કોઈ ચોક્કસ કારણો હોતા નથી ઘણી વાર બાળકોમાં પણ બ્રેઇન ટ્યુમર જોવા મળે છે. અમુક કિસ્સાઓમાં બ્રેઇન ટ્યુમર વારસાગત પણ હોઈ શકે છે.

નિદાન: બ્રેઇન ટ્યુમરનું નિદાનનું પહેલુ પગથિયું દદર્ીના લક્ષણો જાણીને ત્યારબાદ તેનું ડિટેઇલમા ન્યુરોલોજીકલ એક્ઝામીનેસન છે ત્યારબાદ કોન્ટ્રાસ્ટ એમ. આર. આઈ.  દ્વારા તેનું પાક્કું નિદાન કરવામાં આવે છે.

સારવાર: બ્રેઇન તેની આજુબાજુ આવેલ આવરણો તથા સ્કલ બોન(ખોપડી) થી સુરક્ષિત રહે છે. તેની સરખામણી આપણે બંધ કુકર સાથે કરી શકીએ, જેમ બંધ કૂકરમાં પ્રેસર વધે ત્યારે સીટી દ્વારા પ્રેસર રિલીઝ થાય છે. માણસ ના બ્રેઇનમા પ્રેશરકુરરની સીટી જેવી વ્યવસ્થા નથી હોતી અને સ્કલ(ખોપડી) મા ફક્ત બ્રેઇન જેટલી જ જગ્યા હોય છે. આથી જ્યારે કોઈ ટ્યુમર બ્રેઇનમા થાય ત્યારે અંદરનું પ્રેશન વધી જાય છે. આ કારણો સર બ્રેઇનની સાદી ગાંઠ પણ જો મોટી હોય તો જોખમી હોય છે અને તેનું ઓપરેશન કરવું પડતું હોય છે. બ્રેઇન ટ્યુમરની મુખ્ય સારવાર ઓપરેશન દ્વારા તેને દૂર કરવી તે જ છે. અને ત્યારબાદ બાયોપ્સી રિપોટર્ પ્રમાણે શેક(રેડિયોથેરાપી) કે કિમોથેરાપી ની જરુર પડતી હોય છે. નવી ટેકનોલોજી પ્રમાણે ઘણી નાની સાઇઝની  બ્રેઇન ટ્યુમરમા રેડીયોસજર્રી (સ્પેશિયલ પ્રકારના શેક આપીને) થી ગાંઠ ને બાળી નાખવામાં આવે છે. બ્રેઇન ટ્યુમરનું જો સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો ઘણા દદર્ીઓના જીવ બચાવી શકાય છે.હાઈએન્ડ માઇક્રોસ્કોપ, ઈન્ટ્રાઓપરેટિવ મોનીટરીંગ  ઇમેજીસ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી હવે રાજકોટમા પણ બ્રેઇનટ્યુમરની આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર હવે ઉપલબ્ધ છે.

સામાન્ય રીતે મગજમાં ત્રણ પ્રકારની ગાંઠ (ટયુમર) જોવા મળે છે

Dr

(૧) સાદી ગાંઠ (ર) ઝેરી (કેન્સરની) ગાંઠ (૩) શરીરના બીજા અવયવના કેન્સરથી બ્રેઇનમાં ફેલાયેલી ગાંઠ અમેરિકન બ્રેઇન ટયુમર એસોશિએશન મુજબ મગજમાં થતી ૨/૩ (બે તૃત્યાંશ) ગાંઠ સાદી હોઇ છે.

સાદી ગાંઠ ધીમે ધીમે મોટી થતી હોઇ છે અને મગજના અન્ય ભાગમાં કયારેય જ ફેલાતી હોઇ છે. જયારે ઝેરી ગાંઠ ઝડપથી મોટી થાય છે અને ઝડપથી ફેલાતી હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન એ બ્રેઇન તથા સ્પાઇનના ટયુમરના વિવિધ પ્રકારો નકકી કરેલા છે. તે મુજબ બ્રેઇન તથા સ્પાઇનના મળીને ૧ર૦થી વધારે ટયુમર જોવા મળે છે.

લક્ષણો: બ્રેઇન ટયુમર લક્ષણો બ્રેઇનના કયા ભાગમાં ગાંઠ છે તેના આધારે અલગ અલગ પ્રકારના હોઇ છે, પણ અમુક લક્ષણો કોમન જોવા મળે છે જેમ કે, સતત માથું દુ:ખવું, ઉલ્ટી-ઉબકા થવા, આઁચકી આવવી, યાદશકિત ઓછી થઇ જવી, ઝાંખુ દેખાવું કે ડબલ દેખાવું, બોલવામાં તકલીફ પડવી, ચાલવામાં બેલેન્સ ન રહેવું, સ્વભાગમાં બદલાવ આવવો, લકવાની અસર થવી

અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા પ્રમાણે બ્રેઇન ટયુમરના દર્દીઓમાંથી પ૦ ટકા લોકોને આંચકી (વાઇ, તાણ) આવવાની શકયતા રહે છે. બ્રેઇન ટયુમર થવા ના કોઇ ચોકકસ કારણો નથી હોતા, ઘણીવાર બાળકોમાં પણ બ્રેઇન ટયુમર જોવા મળે છે., અમુક કિસ્સાઓમાં બ્રેઇન ટયુમર વારસાગત પણ હોય શકે છે.

નિદાન: બ્રેઇન ટયુમરના નિદાન પહેલું પગથિયું દર્દીના લક્ષણો જાણીને ત્યારબાદ તેનું ડિટેઇલમાં ન્યુરોલોજીકલ એકઝામિનેશન છે ત્યારબાદ કોન્ટ્રાસ્ટ એમ.આર. આઇ. દ્વારા તેનું ચોકકસ નિદાન કરવામાં આવે છે.

સારવાર અને સમજણ:  મગજ તેની આજુબાજુ આવેલા આવરણો તથા ખોપડી (સ્કલ બોન)થી સુરક્ષિત રહે છે તેની સરખામણીએ આપણે બંધ કૂકર સાથે કરી શકીયે, જેમ કુકરમાં પ્રેશર વધે ત્યારે સીટી દ્વારા પ્રેશર રિલીઝ થાય છે. માણસના મગજમાં પ્રેશર કૂકરની સીટી જેવી વ્યવસ્થા નથી હોતી અને સ્કલ (ખોપડી) માં ફકત મગર જેટલી જ જગ્યા હોય છે. આથી જયારે કોઇ મગરમાં ગાંઠ (બ્રેઇન ટયુમર) થાય છે ત્યારે અંદરનું મગજમાં પ્રેશર વધી જાય છે. આ કારણોસર મગજની સાદી ગાંઠ પણ જો મોટી હોય તો જોખમી હોય છે અને તેનું ઓપરેશન કરવું પડતું હોય છે. બ્રેઇન ટયુમરની મુખ્ય સારવાર ઓપરેશન દ્વારા તેને દૂર કરવી તે જ છે.

ત્યારબાદ બાયોપ્સીના રિપોર્ટ પ્રમાણે શેક (રેડિયોથેરાણી) અથવા કિમોથેરાપીની જ‚ર પડતી હોય છે. નવી ટેકનોલોજી પ્રમાણે ઘણી નાની સાઇઝની બ્રેઇન ટયુમરમાં રેડિયોસર્જરીથી (ખાસ પ્રકારના શેક આપીને) ગાંઠને બાળી નાખવામાં આવે છે. બ્રેઇન ટયુમરનું જો સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો ઘણા દર્દીઓના જીવ બચાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.