નામાંકિત એડવોકેટ, ગવર્મેન્ટ લેબર અધિકારી અને પ્રોવીડંટ ફંડ કચેરીના આસીસ્ટન્ટ કમિશ્નર અમૂલ્ય જ્ઞાન આપશે

લોકડાઉનના સમય દરમ્યાન કર્મચારીઓને પગાર વેતન પ્રોવીડંટ ફંડ વગેરેના ચુકવણાની જવાબદારી અને રાહત અંગે ઘણી બધી દુવિધા અને મતાંતર પ્રવર્તે છે. આ સંજોગોમાં લોકડાઉનના સમય માટે કાયદાકીય રીતે કારીગરોને વેતન ચુકવવું પડે કે કેમ? અને કેટલું વેતન ચુકવવું પડે? પ્રોવીડંડ ફંડમાં કેટલી રાહતો આપી છે? તે અંગેનો વિગતવાર વેબીનારનું આયોજન ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શનિવાર તા. ૧૬-૫-૨૦ ના રોજ કરવામાં આવેલ છે.

આ વેબીનાર અમદાવાદ ખાતેના ગુજરાત હાઇકોર્ટના નામાંકિત એડવોકેટ પંકજભાઇ દેસાઇ, તેમજ કે.જી. પંડયા, ગર્વમેન્ટ લેબર ઓફીસર, એમ.એસ. શેખ, આસીસ્ટન્ટ કમિશ્નર પ્રોવીડંડ ફંડ કચેરી પોતાનો અમુલ્ય જ્ઞાન ઉઘોગકારોને આપશે.

વધુ માહીતી માટે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ વોરા (મો. નં. ૯૮૨૫૨ ૧૮૨૩૬)અથવા ઉર્વીશીબેન (મો. નં. ૭૯૮૪૧ ૮૧૩૧૬) ઉપર સંપર્ક કરી શકશો. વેબીનારનું રજીસ્ટ્રેશનની કોઇ ફી નથી. ફકત મર્યાદીત સંખ્યામાં સીટો હોય તાત્કાલીક રજીસ્ટ્રેશન કરાવી લેવા ‘અબતક’ની મુલાકાત દરમિયાન ગ્રેટર ચેમબ્ર પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી દ્વારા જણાવવામાં આવેલ હતું.

ગ્રેટર ચેમ્બર થકી ઉદ્યોગોની પ૦૦ અરજીઓને મંજુરી

શહેરી વિસ્તારના આવેલા ઇન્ડસ્ટ્રીનઝ એકમોને ચાલુ કરવા રાજય સરકાર તથા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવતા આવા એકમોને મંજુરી લઇ તેના સ્ટાફના લોકોના પરીવહન અંગેના પાસ પણ મેળવવાના રહે છે. આ અંગે મીટીંગ દરમ્યાન જુદી જુદી સંસ્થાઓના કાર્યાલય પર કલેકટરના અધિકૃત અધિકારીઓને ઉ૫સ્થિત રાખી દરેક સંસ્થાએ ઇન્ડસ્ટ્રીઝ એકમોના અરજી ફોર્મ એકત્રીત કરી જરુરી દસ્તાવેજની ચકાસણી કરી અધિકારીઓ સમક્ષ રજુ કરતા મંજુરી આપવામાં આવે તેવું ગ્રેટર રાજકોટ ચેમ્બસર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કલેકટર સમક્ષ સુચન કરવામાં આવેલ. તે અનુસંધાને જુદી જુદી ર૧ સંસ્થાઓમાં આ કાર્ય કરવા ગોઠવણ કરવામાં આવેલ છે તે મુજબ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડીસ્ટ્રીઝમાં સંસ્થાના સભ્ય કે ન હોય તેવા સર્વે ઇન્ડસ્ટ્રીઝ એકમોની અંદાજે પ૦૦ અરજીઓ મંજુરી કરી આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.